લગભગ દરેક ભારતીય ખેડૂત જાણતો હોય એવા અંગ્રેજીના થોડાક શબ્દો હોય તો તે છે 'સ્વામીનાથન રિપોર્ટ' અથવા 'સ્વામીનાથન કમિશન રિપોર્ટ'. આ ભારતીય ખેડૂતો એ પણ જાણે છે કે તેમને માટે 'સ્વામીનાથન રિપોર્ટ' ની મુખ્ય ભલામણ શું છે: લઘુત્તમ ટેકાના ભાવ (મિનીમમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી)) = ઉત્પાદનનો વ્યાપક/સર્વસમાવેશક ખર્ચ (કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ) + 50 ટકા (જેને સી2+50 ટકા તરીકે પણ ઓળખવામાં આવે છે).

પ્રોફેસર એમ.એસ. સ્વામીનાથનને માત્ર સરકાર અને અમલદારશાહીના હોલમાં જ નહીં પણ વિજ્ઞાનની સંસ્થાઓમાં પણ યાદ કરવામાં આવશે - પરંતુ મુખ્યત્વે તો રાષ્ટ્રીય કિસાન આયોગ (નેશનલ કમિશન ઓફ ફાર્મર્સ - એનસીએફ) ના અહેવાલના અમલની માગણી કરતા લાખો ખેડૂતો તેમને સદાય હૃદયપૂર્વક યાદ કરતા રહેશે.

એમ.એસ. સ્વામીનાથન એનસીએફના અધ્યક્ષ હતા. એનસીએફના આ અહેવાલો તૈયાર કરવામાં તેમના પ્રચંડ યોગદાન, એ અહેવાલો પર તેમની ભારે અસર અને તેમણે છોડેલી અમીટ છાપને કારણે ભારતીય ખેડૂતો તો આ અહેવાલોને ફક્ત 'સ્વામીનાથન રિપોર્ટ' તરીકે જ ઓળખે છે.

આ અહેવાલોની કથા એ યુપીએ અને એનડીએ બંને સરકારો દ્વારા વિશ્વાસઘાત અને દમનની કથા છે. સૌથી પહેલો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ડિસેમ્બર 2004 માં, પાંચમો અને અંતિમ અહેવાલ ઓક્ટોબર 2006 ની આસપાસ. કૃષિ સંકટ પર સંસદનું વિશેષ સત્ર - જેની આપણને સખત/તાતી જરૂર છે - એની તો વાત જ જવા દો, આ વિષય પર એક કલાકની સમર્પિત ચર્ચા પણ ક્યારેય યોજાઈ નથી. અને સૌથી પહેલો અહેવાલ રજૂ થયાને આજકાલ કરતાં હવે 19 વર્ષ થઈ ગયાં છે.

2014 માં, મોદી સરકાર સત્તામાં આવી, કેટલેક અંશે સ્વામીનાથન રિપોર્ટને, ખાસ કરીને તેની એમએસપીની ફોર્મ્યુલાની ભલામણને, ઝડપથી અમલમાં મૂકવાના તેમણે આપેલા ચૂંટણી-વચનને સહારે. અને (સત્તા પાર આવ્યા બાદ) એ વચનને અમલમાં મૂકવાને બદલે આવનારી સરકારે ઝડપથી સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું દાખલ કર્યું કે એ ભલામણને અમલમાં મૂકવાનું શક્ય નથી કારણ કે તે બજાર ભાવને ખોરવી નાખશે.

કદાચ યુપીએ અને એનડીએનો તર્ક એ હતો કે અહેવાલો વધુ પડતા 'ખેડૂત તરફી' હતા, જ્યારે બંને સરકારો ભારતીય ખેતીને કોર્પોરેટ ક્ષેત્રને સોંપવાનો પ્રયાસ કરી રહી હતી. આ અહેવાલ એ આઝાદી પછી કૃષિ માટે કોઈ સકારાત્મક યોજનાની રૂપરેખાની કંઈક નજીક હોય એવી આ પહેલી વસ્તુ હતી. અને એ બ્લુપ્રિન્ટ તૈયાર કરનાર આયોગનું સુકાન સાંભળ્યું હતું એક એવી વ્યક્તિએ જેણે એક સાવ જ અલગ માળખું શોધી કાઢ્યું હતું: કે અમે કૃષિ ક્ષેત્રના વિકાસને ખેડૂતોની આવકમાં થયેલી વૃદ્ધિના સંદર્ભમાં માપીએ છીએ, માત્ર વધેલા ઉત્પાદનના સંદર્ભમાં નહીં.

Women are central to farming in India – 65 per cent of agricultural work of sowing, transplanting, harvesting, threshing, crop transportation from field to home, food processing, dairying, and more is done by them. They were up front and centre when farmers across the country were protesting the farm laws. Seen here at the protest sites on the borders of Delhi.
PHOTO • Shraddha Agarwal

ભારતમાં કૃષિ ક્ષેત્રે મહિલાઓ કેન્દ્રસ્થાને છે - ખેતીને લગતું વાવણી, રોપણી, લણણી, અનાજ છડવું, ઉપજને ખેતરથી ઘર સુધી લઈ જવી, ફૂડ પ્રોસેસિંગ, ડેરી વગેરેનું 65 ટકા કામ મહિલાઓ કરે છે. જ્યારે દેશભરના ખેડૂતો કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે મહિલાઓ મુખ્ય ભૂમિકામાં હતી. અહીં દિલ્હીની સરહદ પર વિરોધ સ્થળો પર મહિલાઓ જોવા મળે છે

Bt-cotton occupies 90 per cent of the land under cotton in India – and the pests that this GM variety was meant to safeguard against, are back, virulently and now pesticide-resistant – destroying crops and farmers. Farmer Wadandre from Amgaon (Kh) in Wardha district (left) examining pest-infested bolls on his farm. Many hectares of cotton fields were devastated by swarming armies of the pink-worm through the winter of 2017-18 in western Vidarbha’s cotton belt. India has about 130 lakh hectares under cotton in 2017-18, and reports from the states indicate that the pink-worm menace has been widespread in Maharashtra, Madhya Pradesh and Telangana. The union Ministry of Agriculture of the government of India has rejected the demand to de-notify Bt-cotton
PHOTO • Jaideep Hardikar
Bt-cotton occupies 90 per cent of the land under cotton in India – and the pests that this GM variety was meant to safeguard against, are back, virulently and now pesticide-resistant – destroying crops and farmers. Farmer Wadandre from Amgaon (Kh) in Wardha district (left) examining pest-infested bolls on his farm. Many hectares of cotton fields were devastated by swarming armies of the pink-worm through the winter of 2017-18 in western Vidarbha’s cotton belt. India has about 130 lakh hectares under cotton in 2017-18, and reports from the states indicate that the pink-worm menace has been widespread in Maharashtra, Madhya Pradesh and Telangana. The union Ministry of Agriculture of the government of India has rejected the demand to de-notify Bt-cotton
PHOTO • Jaideep Hardikar

બીટી-કપાસ ભારતમાં કપાસના વાવેતર હેઠળની 90 ટકા જમીન પર કબજો કરે છે - અને જીએમ કપાસની આ જાત જે અલગ-અલગ જીવાતો સામે રક્ષણ મેળવવા માટે વિકસાવવામાં આવી હતી તે જીવાતો તો - ખૂબ નુકસાનકારક અને હવે તો જંતુનાશક પ્રતિરોધક થઈને - ફરી પાછી આવી છે, અને પાકને અને ખેડૂતોને બરબાદ કરી નાખે છે. વર્ધા જિલ્લાના આમગાંવ (Kh/ખ) ના ખેડૂત વાડાન્દ્રે (ડાબે) એ તેમના ખેતરમાં જંતુગ્રસ્ત કાલાં તપાસે છે. પશ્ચિમ વિદર્ભના કપાસના પટ્ટામાં 2017-18 ના શિયાળા દરમિયાન ગુલાબી-કૃમિના ઝુંડને કારણે ઘણા હેક્ટર કપાસના ખેતરો બરબાદ થઈ ગયા હતા. ભારતમાં 2017-18 માં લગભગ 130 લાખ હેક્ટર જમીન કપાસના વાવેતર હેઠળછે, અને રાજ્યોના અહેવાલો સૂચવે છે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં ગુલાબી-કૃમિનો ખતરો વ્યાપક છે. ભારત સરકારના કેન્દ્રીય કૃષિ મંત્રાલયે બીટી-કપાસને ડી-નોટીફાય કરવાની માંગને ફગાવી દીધી છે

અંગત રીતે તેમના વિશેની મારી ચિરસ્થાયી સ્મૃતિ છે 2005 ની, જ્યારે તેઓ એનસીએફના અધ્યક્ષ હતા, અને મેં તેમને વિદર્ભની મુલાકાત લેવાની વિનંતી કરી હતી. તે સમયે આ પ્રદેશમાં કેટલીક સિઝનમાં ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ દિવસની 6-8 ના દરે બનતી હતી. પરિસ્થિતિ અત્યંત દયનીય હતી, જો કે તમને તમારા મોટાભાગના પ્રસાર માધ્યમોમાંથી એના વિષે કંઈ જાણવા મળશે નહીં. (2006 માં, વિદર્ભની બહારના માત્ર આંગળીને વેઢે ગણાય એટલા છ જ પત્રકારો આ પ્રદેશના છ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અત્યાર સુધી નોંધાયેલા ઇતિહાસમાં આત્મહત્યાની ઘટનાઓની સૌથી મોટી લહેરને આવરી રહ્યા હતા. તે જ સમયે, મુંબઈમાં લેક્મે ફેશન વીક ચાલી રહ્યું હતું. 512 માન્યતાપ્રાપ્ત પત્રકારો અને દૈનિક પાસ ધરાવતા લગભગ 100 બીજા પત્રકારો આ કાર્યક્રમને આવરી રહ્યા હતા. વિડંબના તો જુઓ, ફેશન વીકનું વિષયવસ્તુ હતું 'કોટન' (સુતરાઉ કાપડ) – જે ખૂબ લાલિત્યપૂર્ણ રીતે રેમ્પ પર રજૂ કરવામાં આવી રહ્યું હતું જ્યારે ત્યાંથી વિમાન માર્ગે માંડ એક કલાક દૂર એ જ કોટન (કપાસ) ઉગાડનારા પુરુષો, મહિલાઓ અને બાળકો ભૂતકાળમાં ક્યારેય ન બની હોય એટલી મોટી સંખ્યામાં આત્મહત્યાની ઘટનાઓમાં પોતાનું જીવન ટૂંકાવી રહ્યા હતા.)

પરંતુ 2005 ની વાત કરીએ તો, પ્રોફેસર સ્વામીનાથને અમારી, વિદર્ભને આવરી લેતા પત્રકારોની, વિનંતીનો અમારામાંથી કોઈનીય અપેક્ષા કરતાં વધુ ઝડપથી પ્રતિસાદ આપ્યો હતો અને એનસીએફની ટીમ સાથે તરત જ ત્યાં આવી પહોંચ્યા હતા.

તેમની મુલાકાતથી વિલાસરાવ દેશમુખની સરકારને ફાળ પડી હતી અને સરકારે તેમને અમલદારો અને તંત્રજ્ઞો (બ્યુરોક્રેટ્સ અને ટેક્નોક્રેટ્સ) સાથે અનેક ચર્ચાઓ, કૃષિ કોલેજો ખાતે સમારંભો વિગેરેમાં વ્યસ્ત રાખે એ પ્રકારનો માર્ગદર્શક પ્રવાસ કરાવવા માટે પોતાનાથી શક્ય તેટલા તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ એ અતિ વિનમ્ર વ્યક્તિએ મહારાષ્ટ્ર સરકારને કહ્યું કે તેઓ જે સ્થળોની મુલાકાત લે એવું સરકાર ઈચ્છે છે તે સ્થળોની મુલાકાત તો તેઓ લેશે જ - પરંતુ એ ક્ષેત્રમાં જે જગ્યાઓએ મેં તેમને મારી અને જયદીપ હાર્ડીકર જેવા સાથી પત્રકારો સાથે જવાનું કહ્યું હતું ત્યાં પણ તેઓ સમય ગાળશે. અને તેમણે તેમ કર્યું.

વર્ધામાં અમે તેમને શ્યામરાવ ખટાળેને ઘેર લઈ ગયા હતા. શ્યામરાવના દીકરાઓ પરિવારની ખેતી સંભાળતા ખેડૂતો હતા, જેમણે આત્મહત્યા કરી પોતાનો જીવ લીધો હતો. અમને જાણવા મળ્યું કે થોડા કલાકો પહેલાં જ શ્યામરાવનું અવસાન થયું હતું. ભૂખમરાને કારણે અને દીકરાઓ ગુમાવ્યાનો કુઠારાઘાત સહન ન થતા તેમની તબિયત કથળી હતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા. રાજ્ય સરકારે એ વ્યક્તિ મૃત હોવાનું કહીને (સ્વામીનાથની મુસાફરીના) માર્ગમાં  ફેરફાર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્વામીનાથને આગ્રહ રાખ્યો હતો કે મૃતકને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા તેઓ તેમને ઘેર જશે. અને તેમણે તેમ કર્યું.

Young Vishal Khule, the son of a famer in Akola’s Dadham village, took his own life in 2015. Seen here are Vishal's father, Vishwanath Khule and his mother Sheela (on the right); elder brother Vaibhav and their neighbour Jankiram Khule with Vishal’s paternal uncle (to the left). Dadham, with a population of 1,500, is among the poorest villages in western Vidarbha, Maharashtra’s cotton and soybean belt, which has been in the news since the mid-1990s for a continuing spell of farmers’ suicides. The region is reeling under successive years of drought and an agrarian crisis that has worsened
PHOTO • Jaideep Hardikar

અકોલાના દધામ ગામના એક ખેડૂતના દીકરા યુવાન વિશાલ ખુળેએ 2015માં આત્મહત્યા કરી પોતાનો જીવ લીધો હતો. અહીં વિશાલના પિતા વિશ્વનાથ ખુળે અને તેમની માતા શીલા (જમણી બાજુએ) જોવા મળે છે; મોટા ભાઈ વૈભવ અને તેમના પાડોશી જાનકીરામ ખુળે વિશાલના કાકા સાથે (ડાબી બાજુએ). 1500 ની વસ્તી ધરાવતું દધામ એ પશ્ચિમ વિદર્ભના, મહારાષ્ટ્રના કપાસ અને સોયાબીન પટ્ટાના, સૌથી ગરીબ ગામોમાંનું એક છે, આ ગામ 1990 ના દાયકાના મધ્યભાગથી ખેડૂતોની આત્મહત્યાના કારણે સતત સમાચારોમાં છે. આ પ્રદેશ કંઈ કેટલાય વર્ષોથી સતત દુષ્કાળ અને કૃષિ સંકટનો સામનો કરી રહ્યું છે, અને આ કૃષિ સંકટ દિવસે દિવસે વધુ ને વધુ ઘેરું થતું જાય છે

પછીના કેટલાક ઘરોની મુલાકાતો દરમિયાન આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત લાવનારા લોકોના પરિવારજનોની વાતો સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે વર્ધામાં વૈફડ ખાતે પીડિત ખેડૂતોની એક યાદગાર સભામાં પણ હાજરી આપી હતી, તેનું આયોજન - કૃષિ વિષયક બાબતો અંગે બેશક આપણા શ્રેષ્ઠ બૌદ્ધિકોમાંના એક - મહાન વિજય જાવંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું.  સભામાં એક સમયે ભીડમાંથી એક વૃદ્ધ ખેડૂત ઊભા થયા અને ગુસ્સાથી સ્વામીનાથનને પૂછ્યું કે સરકારને ખેડૂતો માટે આટલી બધી નફરત કેમ છે? શું (સરકાર) અમારો અવાજ સાંભળે એ માટે અમારે આતંકવાદી બની જવું જોઈએ? ખૂબ જ દુઃખી થયેલા પ્રોફેસર સ્વામીનાથને એ ખેડૂતને અને તેમના મિત્રોને ખૂબ ધીરજપૂર્વક અને સમજપૂર્વક સંબોધ્યા હતા.

ત્યારે સ્વામીનાથનની ઉંમર 80 વર્ષથી વધુ હતી. આ ઉંમરે આટલો શ્રમ વેઠવાની તેમની શક્તિ, સ્વસ્થતા, નમ્રતા અને શિષ્ટચારથી હું ચકિત થઈ ગયો હતો. અમે એ પણ નોંધ્યું કે સ્વામીનાથન તેમના મંતવ્યોની અને તેમના કામની સખત ટીકા કરતા લોકો સાથે પણ ખૂબ નિષ્ઠાપૂર્વક વાતચીત કરતા હતા. તેઓ ખૂબ ધીરજપૂર્વક તેમની ટીકાઓ સાંભળતા હતા - અને કેટલીક કબૂલતા પણ ખરા. પોતે આયોજિત કરેલ સેમિનાર અથવા વર્કશોપમાં પોતાના ટીકાકારોને, એ ટીકાકારોએ જે વસ્તુઓ તેમને વ્યક્તિગતરૂપે કહી હોય તે જાહેરમાં કહેવા માટે, આમંત્રિત કરે એવી, પ્રોફેસર સ્વામીનાથન સિવાય, બીજી કોઈ વ્યક્તિને હું જાણતો નથી.

તેમની સૌથી પ્રભાવશાળી લાક્ષણિકતાઓમાંની એક એ હતી કે તેઓ દાયકાઓ પહેલાની વાત વિષે પુનર્વિચાર કરી શકતા હતા અને એમ કરતાં તેમના પોતાના (એ વખતના) કામમાં હવે જે નિષ્ફળતાઓ અને ખામીઓ જણાય તેને સંબોધિત કરી શકતા હતા. હરિયાળી ક્રાંતિ સાથે જે રીતે અને ધોરણે અનિયંત્રિત રીતે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થવા લાગ્યો હતો એ જોઈ તેઓ ચોંકી ગયા હતા. તેમણે કહ્યું પણ ખરું કે આવું થશે એની તેમને કલ્પના પણ નહોતી. સમય જતા તેઓ ઇકોલોજી અને પર્યાવરણ પ્રત્યે, જળ સંસાધનોના ઉપયોગ અને દુરુપયોગ પ્રત્યે વધુને વધુ સંવેદનશીલ બન્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે બીટી અથવા આનુવંશિક રીતે સુધારેલા પાકોના અનિયંત્રિત, અવિચારી ફેલાવાની વધુને વધુ ટીકા કરી હતી.

મનકોમ્બુ સાંબાસિવન સ્વામીનાથનના નિધનથી ભારતે માત્ર એક અગ્રણી કૃષિ વૈજ્ઞાનિક જ નહીં, પરંતુ એક પ્રતિભાશાળી વ્યક્તિ અને ઉત્તમ માનવી ગુમાવ્યા છે.

આ લેખ પહેલા 29 મી સપ્ટેમ્બર, 2023ના રોજ ધ વાયરમાં પ્રકાશિત થયો હતો.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik