તે, તેના બે બાળકો સાથે, આટલી ગરમીમાં આ હાઈવે પર કલાકોથી ચાલતી હતી અને કદાચ હજી  કંઈ કેટલાય દિવસો સુધી ચાલતી રહેશે. એક તરફ આપણે આ લોકડાઉન પછીની  'નવી સામાન્ય' સ્થિતિ વિશે, ચારે બાજુ ચિંતા અને તણાવ કેવી રીતે વધી રહયા છે એ અંગે, વિગતવાર ચર્ચા કરીએ છીએ, તો અહીં એક મા છે જે સતત ચાલતી અને હસતી રહે છે! તેના બાળકો - એક તેના ખભા પર, બીજું તેના હાથમાં - થાકેલા છે. તે પણ થાકી છે - કંટાળી  છે,  ને છતાં ય તે નથી ચાલવાનું બંધ કરતી કે નથી ભૂલતી મલકવાનું. જાણે કે તેણે ઉઠાવેલું વજન તેને માટે બોજ નહીં  પણ આનંદ ન હોય. આ કેવી અજબ જેવી વાત છે, નહિ?

In those huge lines of migrants walking determinedly along the Mumbai-Nashik highway in Maharashtra, the image of this extraordinary mother sparked the imagination of the artist
PHOTO • Sohit Misra
In those huge lines of migrants walking determinedly along the Mumbai-Nashik highway in Maharashtra, the image of this extraordinary mother sparked the imagination of the artist
PHOTO • Labani Jangi

નોંધ: આ મહિલા અને તેના બે બાળકો મુંબઈ-નાસિક હાઈવે પર  પરપ્રાંતીય મજૂરોની ભીડમાં ચાલતા જોવા મળ્યા હતા. પરંતુ ભીડ સતત વધતી જતી હતી અને મજૂરો ઝડપભેર આગળ વધતા હતા. પરિણામે જે ટીવી રિપોર્ટરે આ દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કર્યું, તેઓ તેમની સાથે વાત કરી શક્યા નહીં. કલાકાર લાબાની જંગીએ 6ઠ્ઠી  મે, 2020 ના રોજ  દેશ કી બાત, રવિશ કુમાર કે સાથ (એનડીટીવી-NDTV-ઈન્ડિયા) કાર્યક્રમમાં સોહિત મિશ્રા દ્વારા અપાયેલા અહેવાલમાં આ તસવીર જોઈ હતી. લાબાનીની વારતાનો સ્મિતા ખટોરે અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો.

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Labani Jangi

Labani Jangi, originally from a small town of West Bengal's Nadia district, is working towards a PhD degree on Bengali labour migration at the Centre for Studies in Social Sciences, Kolkata. She is a self-taught painter and loves to travel.

Other stories by Labani Jangi