
SANGUR, PUNJAB
|FRI, NOV 01, 2024
ઉત્સવો અને તેમની ઉજવણીને ઘડનારા કારીગરો
પૌરાણિક કથાઓ, પ્રકૃતિ અને દૈવત્વ, ઋતુઓના પરિવર્તન, સારી લણણીના આનંદની ઉજવણી - ભારતીય તહેવારો આ બધાને આવરી લે છે. આ તહેવારો સમુદાયોને એકસાથે લાવીને, લિંગ અને જાતિની સીમાઓને પાર કરીને અવનવી રીતે ધાર્મિક વિભાજનને દૂર કરી શકે છે. આ તહેવારો પરંપરાની જાળવણી કરવાની સાથોસાથ રોજિંદા જીવન અને શ્રમની એકવિધતામાંથી થોડો વિરામ પણ આપે છે. વિવિધ સમુદાયોના કારીગરો વિના આમાંનું કશું જ શક્ય નથી, આ કારીગરોનું કામ અને કલા જ આ મિજબાનીઓ, સંગીત, નૃત્ય અને પૂજાને શક્ય બનાવે છે. અહીં પ્રસ્તુત છે આપણા ઘણા વૈવિધ્યસભર તહેવારો અને ઉજવણીઓનું દસ્તાવેજીકરણ કરતી પારીની વાર્તાઓ
Author
Translation
26. પટ્ટણ કોડોલીના પીળા વાદળોનો પીછો કરતા કરતા
વાર્ષિક વિઠ્ઠલ બિરદેવ યાત્રા ખાતે ઉજવણી અને શ્રદ્ધાના જીવંત વાતાવરણને દર્શાવતી એક ફોટો સ્ટોરી, દર વર્ષે ઓક્ટોબરની આસપાસ ધનગર અને કુરુબા પશુપાલક સમુદાયના ઘણા લોકો આ યાત્રામાં ભેગા થાય છે
25. ‘અમ્મા ગુસ્સે થાય છે અને દરિયામાં ચાલ્યાં જાય છે’
તમિલ માસિના માસમાં ઇરુલર સમુદાય ચેન્નાઈ નજીક મા મલ્લપુરમના દરિયાકિનારા પર તેમનાં દેવી કન્ની અમ્માને પ્રસન્ન કરવા અને તેમની પૂજા કરવા માટે તેમને ઘરે લાવવા માટે એકઠા થાય છે. દરિયાકિનારે પાદરીઓ લગ્નોની ઉજવણી કરે છે, બાળકોના નામ રાખે છે અને તેમને આશીર્વાદ આપે છે
24. ગંગરેલમાં: વિસ્થાપિત દેવીનું નૃત્ય
ગંગરેલ મડઈ એ દક્ષિણ છત્તીસગઢમાં ગોંડ આદિવાસીઓ દ્વારા ઉજવાતો તહેવાર છે, દિવસભર ચાલતા આ તહેવારમાં ભાગ લેવા રાજ્યભરમાંથી ગોંડ આદિવાસીઓ અહીં આવે છે
23. ઉગાદીની ઉજવણી, શક્તિ અને ઓળખ
આંધ્રપ્રદેશના મેડાપુરમમાં વાર્ષિક ઉગાદી ઉત્સવ એ આ નગરમાં દેવતાની મૂર્તિ લાવનાર મડિગા સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવતો ભવ્ય પ્રસંગ છે
22. માછીમારોના તારણહાર અતિપટ્ટુના મૂર્તિકાર
તિરુવલ્લુર જિલ્લામાં, દિલ્લી અન્ના ઉત્તર ચેન્નાઈમાં માછીમારી સમુદાયોના સંરક્ષક દેવતા કન્નિસામીમાં પ્રાણ પૂરે છે. આ મૂર્તિઓ માટી અને ડાંગરના ભૂસાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જે બન્ને વસ્તુઓ મેળવવી ઝડપથી શહેરીકરણ પામતા વિસ્તારમાં વધુને વધુ મુશ્કેલ બની રહી છે
21. ‘અમારી માટીની મૂર્તિને બદલીને પથ્થરની મૂર્તિ મૂકાઈ ગઈ હતી’
તમિલનાડુના બંગ્લામેડ ગામમાં, ઇરુલર સમુદાય તેમનાં પ્રિય દેવીની પૂજા અને ઉજવણીની પરિચિત રીતોમાં થઈ રહેલા ધીમા પરિવર્તનનો સાક્ષી છે
20. તુલુનાડુના ફટાકડાના કારીગરો
ફટાકડાના મુસ્લિમ કારીગરો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના અભિન્ન અંગ છે, જ્યારે તેઓ પ્રદર્શન કરે છે ત્યારે વાતાવરણને રંગ, ધ્વનિ અને પ્રકાશથી ભરી દે છે. કર્ણાટકના તુલુનાડુ પ્રદેશની અનેક સમન્વયાત્મક પરંપરાઓમાંથી એક પર આધારિત ફિલ્મ
19. સાંથાલ ઉત્સવમાં ચાદોર બાદની કઠપૂતળીઓ
તોપોન મુર્મુ બિરભૂમના એક યુવાન સાંથાલ આદિવાસી ખેડૂત છે, તેઓ લણણીના ઉત્સવ દરમિયાન કઠપૂતળીના ખેલ પણ કરે છે - આ કળા વિષે તેઓ ચિંતિત છે કારણ આ કળામાં તેમની પેઢીના બહુ ઓછા લોકોને રસ છે
18. માજુલીના રાસ મહોત્સવ અને સત્રા
આસામમાં ધામધૂમથી ઊજવાતા આ વાર્ષિક ઉત્સવની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, ઉત્સવની ઉજવણી દરમિયાન ઘણા સ્થળોએ કાર્યક્રમો યોજવામાં આવે છે. જોકે સ્થળાંતર અને યુવા પેઢીની આ પ્રકારના કાર્યક્રમોમાં ઓછી થતી જતી રુચિને કારણે કલાકારો શોધવાનું મુશ્કેલ બનતું જાય છે
17. તુલુનાડુના ભૂત: સમન્વયાત્મક પરંપરાનો આત્મા
અરબી સમુદ્રના કિનારે આવેલા કર્ણાટકના આ પ્રદેશમાં ભૂત પૂજા માટે વિવિધ સમુદાયો ભેગા થાય છે. આ વિધિઓ દરમિયાન પ્રસ્તુતિ કરનાર સૈયદ નાસિર અને તેમની સંગીત મંડળીના સાંસ્કૃતિક વારસા વિષયક ફિલ્મ
16. લદ્દાકમાં સાગા દાવાની ઉજવણી
તિબેટીયન બૈદ્ધો માટે આ એક મહત્ત્વનો તહેવાર છે: અહીં હનલે નદી ખીણમાં, છ નેસના લોકો ભેગા મળીને ઢોલ અને સીંગું વગાડીને વાજતેગાજતે આ તહેવાર ઉજવે છે
15. બસ્તરની વાંસની બંદૂકોની જગન્નાથને સલામી
છત્તીસગઢમાં વાર્ષિક ગોંચા ઉત્સવમાં, સ્થાનિક આદિવાસી સમુદાયો ભગવાનને એક અનોખી સલામી આપે છે
14. સાંઇનગર દરગાહ પાસે નાનકડા ગણેશ
આંધ્રના અનંતપુર નગરમાં બાળકોના મનપસંદ વિનાયક ચોથની ઉજવણી હજુ થોડા અઠવાડિયા સુધી ચાલશે
13. વિઝાગમાં છેલ્લા આઠ દાયકાઓથી દિવાળીના દીવાની બનાવટ
એસ. પરદેશમે દિવાળીની ઉજવણી કરતા ઘરોમાં રોશની કરવા માટે લાખો દીવાઓ બનાવ્યા છે. આ ૯૨ વર્ષીય કલાકાર, વિશાખાપટ્ટનમના કુમ્મારીમાં તહેવાર માટે દીવા બનાવતા છેલ્લા કુંભાર છે
12. સુરુ ખીણમાં મોહરમની ઉજવણી
લદ્દાખના કારગિલ જિલ્લાના તાઈ સુરુ ગામમાં શિયા મુસ્લિમો દ્વારા મોહરમની ઉજવણી નિમિત્તે કરવામાં આવતી પારંપરિક વિધિઓ દિવસો સુધી ચાલે છે. બાળકો માટે, ખાસ કરીને છોકરીઓ માટે, સખીઓને મળવાની અને તેમની સાથે લાંબો સમય વિતાવવાની આ એક તક હોય છે
11. ગુજરાતમાં સંક્રાંતિના આકાશને શણગારતા પતંગના કારીગરો
ખંભાત અને અમદાવાદની મહિલા પતંગ ઉત્પાદકોના કઠોર જીવનની હકીકત તેમના શ્રમથી પ્રકાશિત તેજસ્વી રંગીન આકાશ સામે ચોખ્ખા વિરોધાભાસમાં પ્રસ્તુત થાય છે
9. ‘નૃત્ય તો એવું, એક જ માળામાં પરોવાયેલા ફૂલો જેવું’
શિયાળાના મહિનાઓ દરમિયાન ઉત્સવો અને સમારંભોમાં હુલ્કિ માંદરી અને કોલાંગ નૃત્યો કરવા અને રેલા ગીતો ગાવા છત્તીસગઢના ગોંડ સમુદાયના યુવક-યુવતીઓ સાથે મુસાફરી કરે છે.
8. વાઈઝેગના કુંભારો: માટીની મૂર્તિઓ, દેવામાં વિસર્જન
આંધ્રપ્રદેશના આ શહેરના કારીગરો સામાન્ય રીતે - આજથી ગણેશ ચતુર્થીથી શરુ થતી - તહેવારની સિઝનમાં સૌથી વધુ કમાણી કરે છે. પરંતુ આ વર્ષે ગણેશ મૂર્તિઓ અને અન્ય ઉત્પાદનો માટે તેમને એક પણ મોટી વરદી મળી નથી
7. લોકડાઉનમાં નુકસાનીનો ગળતો ઘડો
આ અઠવાડિયે શરૂ થયેલ ગણપતિ ઉત્સવ પછી દુર્ગા પૂજા અને દિવાળી, દિલ્હીના ઉત્તમ નગરના કુંભારો માટે સૌથી વધારે કમાણી કરવાની મોસમ હતી. પરંતુ હવે, કચ્છ અને પશ્ચિમ બંગાળના કુંભારોની જેમ તેઓ નબળા વેચાણનો સમય જોઈ રહ્યા છે
6. દેવો, ભૂત, નૃત્ય અને દલિત સમુદાયોના વિસરાઈ ગયેલા નાયકો
કર્ણાટકના દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લાઓમાં યોજાતા સદીઓ જૂના આ ધાર્મિક અનુષ્ઠાનમાં, વેશ ધારણ કરનારા કલાકારો દલિત સમુદાયોના વિસરાઈ ગયેલા નાયકોની ગાથાઓ કહે છે, લોકોના વિવાદોનું નિરાકરણ લાવે છે અને તેમના મનનો ભાર હળવો કરી તેમને એક અલગ જ અનુભૂતિ કરાવે છે
5. ઓડિશામાં સ્વદેશી બીજ સંરક્ષણનો અનોખો ઉત્સવ
ઓડિશાના કંધમાલ જિલ્લામાં, આદિવાસી મહિલાઓ પેઢીઓથી દેશી બીજને સાચવી રાખતાં આવ્યાં છે; એક વાર્ષિક ઉત્સવમાં, તેઓ ધાર્મિક વિધિઓ અને ઉજવણીઓ દ્વારા બીજ વિશે ચર્ચા કરવા અને તેની આપ-લે કરવા માટે એકઠાં થાય છે
4. સૂર્યપેટના લોકદેવતા
તેલંગાણા અને આંધ્રપ્રદેશના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હઝરત જાનપાક શહીદના ઉર્સમાં ભાગ લેવા ઉમટી પડે છે – ઘણા દરગાહમાં અતૂટ શ્રદ્ધાને કારણે ખેંચાઈ આવે છે, તો કેટલાક અહીં લાગતા મેળામાં ધમધોકાર વેપાર કરવા માટે આવે છે
3. વારલીના કસ્બાની તાજેતરની દિવાળી
મુંબઈની બહાર, મુંબઈને અડીને આવેલા એક આદિવાસી પાડામાં, આતશબાજી અને શહેરની રોશનીથી દૂર, મારા પરિવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત વાનગીઓ, સામુદાયિક રિવાજો, પ્રકૃતિ પ્રત્યેના આદર અને આનંદ સાથે દિવાળીની ઉજવણી કરી
2. કુમોરટુલીના કલાકારો
કોલકાતાની સદીઓ જૂની કુંભારોની વસાહતમાં, કારીગરો રાતભર માટીની મૂર્તિઓ પર કામ કરે છે જેને તેઓ ટૂંક સમયમાં દુર્ગા પૂજા માટે શહેરમાં મોકલશે
1. મા બોનબીબી, માનવીઓ અને વાઘની માતા
પશ્ચિમ બંગાળના સુંદરવનના વન દેવી હિન્દુઓ અને મુસ્લિમો એક થઈને પ્રાણીજગત સાથેના તેમના કરારને જાળવી રાખે એવી માંગ કરે છે
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/festivals-and-the-folks-who-fashion-them-guj


























