પેરમુડે ગામના એક મોટા ઘરના વિશાળ આંગણામાં સૌકોઈ એક નર્તકનું કોરડબ્બુ દેવમાં થતું અદ્ભૂત રૂપાંતર જોવા એકઠા થયા હતા. પોતાના ભવ્ય પોશાક, કિંમતી ઘરેણાં અને ચહેરા પરના ચમકતા પીળા રંગના શણગારમાં તેઓનું સ્વરૂપ ખરેખર જોવા જેવું હતું.
અનુષ્ઠાનની શરૂઆત યજમાન, એટલે કે ઘરના માલિક દ્વારા, દેવનુંપાત્ર ભજવનાર કલાકારને વિધિવત્ રીતેધાર્મિક સ્નાન માટે તેલ અર્પણ કરવાથીથઈ. જ્યારે દેવ શણગાર કરી રહ્યા હતા, ત્યારે તેમના પરિવારના એક સભ્યપડ્ડાનાનું ગાન કરીરહ્યા હતા. પડ્ડાના એ દેવના ઉદ્ભવ અને શૌર્ય વિશેનાં મૌખિક મહાકાવ્યો છે. કોરડબ્બુ, દલિત સમુદાયના એકસ્થાનિક સાંસ્કૃતિક નાયક છે. એસમયે રાત્રીના લગભગ 10:30 વાગ્યા હતા.
ગળામાં હાર, હાથમાં બંગડીઓ, માથે મુગટ, કાંસા અને ચાંદીનો બનેલો મુખવટો, લાકડું, ધાતુ, કાચી નાળિયેરીનાં કોમળ પાન, ફૂલો, છીપલાં, વાંસ અને કપડાંથી બનેલો એક વિશાળ, પ્રભામંડળ જેવો શિરપંચ પહેરીને તૈયાર થયા પછી હાથમાં સળગતી મશાલઅને પગમાં કાંસાના ઝાંઝર પહેરીકોરડબ્બુ દેવેનૃત્યનો પ્રારંભ કર્યો.
આ વાતને એક દાયકા કરતાં પણ વધુ સમયથઈ ગયોછે, જેદક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલોર તાલુકાની છે, અને મનેતે કલાકારનું નામ યાદ નથી. પરંતુ એજ તાલુકાના પદુપેરાર ગામના દયાનંદ કથાલસાર, જેઓ પોતે એકકલાકાર છેઅને દેવનું પાત્ર ભજવે છે, તેમણે તાજેતરમાં મને કહ્યું, “જો તમે દેવમાં સાચોવિશ્વાસ રાખો, તો તેઓચોક્કસપણે તમનેમુશ્કેલીમાંથી બહારકાઢશે....”
એક દાયકા પહેલાંની તે રાત્રે, નર્તક પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટેઅત્યંત ગુસ્સા અને જોશથી ચારેબાજુ કૂદીરહ્યા હતા. તેમણે દાની (યજમાન)ને પૂછ્યું કેતેમને શામાટે બોલાવવામાં આવ્યા છે. પાત્ર ભજવનારના પરિવારનો એકસભ્ય હાથમાં મશાલ પકડી રાખેછે અનેદેવ પ્રતિકાત્મક રીતેઆગમાં પોતાના હાથ ધુએ છે. કથાલસાર કહે છે, “કેટલીકવાર તેઓધગધગતા કોલસાઓ પર ચાલે છે, આગમાંથી પસારથાય છેઅથવા કપૂરમાંથી નીકળતી જ્વાળાઓને ‘ગળી’ જાય છે. આ બધુંભય અનેઅહોભાવનું વાતાવરણ ઊભું કરવા માટેકરવામાં આવેછે.”








