બપોર થવાને આરે, એક પુરુષ લાઉડસ્પીકર પર તેલુગુ ભાષામાં ઘોષણા કરે છે: “પાંડુ નાયક, તમારી દીકરી ગાયત્રી અમારી પાસેછે. મહેરબાની કરીને તરત જકંટ્રોલ રૂમપર આવો.” આગલી રાતથી બાળકો અને મોટાઓ માટે આવી અસંખ્ય જાહેરાતો કરવામાં આવીહતી. આઘુમરાતી ભીડમાં, કેટલાક લોકો સામાન્ય રીતે તેમના પરિવારો અને સાથીઓથી વિખૂટા પડી જાય છે – અને જીવઅધ્ધર થઈજાય એવાથોડા સમયપછી ફરીપાછા ભેગાથાય છે.
સ્થાનિક મીડિયાના અંદાજ મુજબ, આગલીરાતથી જ ઓછામાં ઓછા 50,000 જેટલા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓનો પ્રવાહ શરૂ થઈગયો હતો. બીજા દિવસે સૂર્યોદય સુધીમાં, તેલંગાણાના સૂર્યાપેટ જિલ્લાના જાનપહાડ ગામમાં દરગાહ તરફજતી ગલીલગભગ ખીચોખીચ ભરાઈ ગઈ હતી.
આ હઝરતજાનપાક શહીદનો ઉર્સ, એટલે કેતેમની પુણ્યતિથિનો અવસર છે, જેકેલેન્ડરના પહેલા મહિનાના ચોથા શુક્રવારે મનાવવામાં આવે છે - આ વર્ષે, તે 24 જાન્યુઆરીએ હતો.
આ દિવસ અનેક સમુદાયોના લોકોને આકર્ષે છે – મુસ્લિમો તેમજ હિંદુઓ, અને અનુસૂચિત જનજાતિ લંબાડીઓ માટે પણ આ એક અગત્યનો ઉત્સવ છે. મુલાકાતીઓ મુખ્યત્વે તેલંગાણાના ખમ્મમ, વારંગલ અને મહેબૂબનગર જિલ્લાઓમાંથી અને આંધ્રપ્રદેશના ગુંટુર, પ્રકાશમ અનેકૃષ્ણા જિલ્લાઓમાંથી આવે છે.
તેના ધર્મનિરપેક્ષ આકર્ષણ ઉપરાંત, આ ઉર્સ ખેડૂતોને તેમની જમીન માટે સમૃદ્ધિની શોધમાં પણ આકર્ષે છે. મોઈલુલ્લા અંજમ્મા કહે છે, “પંટા, પેરુ, પિલ્લાલુ [એટલે કે ઊપજ, પાક અનેબાળકો] સારારહેશે. એટલામાટે અમેનિયમિતપણે ગંધમ [ચંદન] ઉત્સવમાં આવીએ છીએ.” અંજમ્મા એકખેડૂત છેઅને રાજકા સમુદાયનાં (તેલંગાણામાં એક પછાતજાતિ) છે. તેઓ તેમના પતિ મોઈલુલ્લા બલૈયા સાથેમહેબૂબનગર જિલ્લાના અચમપેટ મંડલથી આવ્યાં છે, જેપલકીડુ મંડલમાં આવેલી હઝરતની દરગાહથી લગભગ 160 કિલોમીટર દૂરછે.






