એ લોકો ફક્ત પસાર થઇ રહ્યા હતા - હજારોની તાદાદમાં. તેઓ રોજ આવતા - કોઈ ચાલીને, કોઈ સાઈકલ પર, ટ્રકમાં, બસમાં, જે પણ વાહન મળી ગયું તેમાં. થાકેલા, નબળા પડેલા, ઘેર પહોંચવા માટે અધીર. દરેક વયના પુરુષ અને સ્ત્રીઓ ,ઘણાં બાળકો પણ.

તેઓ આવતા હતા હૈદરાબાદથી અને તેની પણ આગળથી, મુંબઈ અને ગુજરાતથી, વિદર્ભ અને પશ્ચિમી મહારાષ્ટ્રથી, અને જતા હતા ઉત્તર તરફ કે પૂર્વ તરફ - બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓરિસા, ઉત્તર પ્રદેશ અને પૂર્વ બંગાલ.

લોકડાઉનને કારણે જ્યારે તેમનું જીવન છિન્નભિન્ન થઇ ગયું અને તેમની આજીવિકા થંભી ગયી, ત્યારે દેશભરમાં લાખો લોકોએ એક સરખો નિર્ણય લીધો: તેઓ પાછા જશે, પોતાપોતાને ગામ, પોતાના કુટુંબ અને સ્નેહીજનો પાસે. ભલે મુસાફરી ગમે તેટલી મુશ્કેલ હોય, છેવટે તે જ સારું રહેશે.

અને તેમાંથી ઘણાં નાગપુર થઇને જઈ રહ્યા છે, જે ભૌગોલિક દ્રષ્ટિએ દેશની મધ્યમાં છે અને સામાન્ય સમયમાં દેશનું મહત્વપૂર્ણ રેલવે જંકશન છે. આ લોકો અઠવાડિયા દર અઠવાડિયા એકધારા પસાર થતા રહ્યા. રાજ્ય અને કેન્દ્રીય સરકારોએ તો છેક મેમાં જઈને થોડા પ્રવાસી મજૂરોને બસ અને ટ્રેનની સગવડ આપી. હજારો રહ્યા જેમને ક્યાંય સ્થાન ના મળ્યું અને તેઓએ કોઈ પણ રીતે ઘેર પહોંચવા પોતાની લાંબી મુસાફરીઓ જારી રાખી.

PHOTO • Sudarshan Sakharkar

પિતા તેમનો સામાન ઉપાડે છે જ્યારે આ યુવાન માતા પોતાના ઊંઘતા બાળકને ખભે ઊંચકી ફટાફટ ચાલે છે. આ પરિવાર હૈદરાબાદથી નાગપુર જાય છે.

દ્રંષ્ટાત રૂપે એક કુટુંબ: એક યુવાન દંપતી જેમની દીકરી ૪૪ દિવસની છે, તેઓ ૪પ ડિગ્રી તાપમાનમાં ભાડાની મોટરસાઈકલ પર હૈદરાબાદથી ગોરખપુર જઈ રહ્યા છે.

છત્તીસગઢના ધમતારી જિલ્લાના ગામોમાંથી ૩૪ યુવાન છોકરીઓ  કૌશલ્ય વિકાસ કાર્યક્રમ (સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ) હેઠળ  તાલીમ લેવા અમદાવાદ ગઈ હતી. તેઓ હવે ઘેર પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છે.

પાંચ યુવાન છોકરાઓ તેમની હાલમાં જ ખરીદેલી સાઈકલો પર ઓરિસ્સાના રાયગઢા જિલ્લા જઈ રહ્યા છે

નાગપુરના બહારી  રિંગ રોડ પર નેશનલ હાઈવે ૬ અને ૭ થી હજીયે ઘણાં સ્થાળંતરિત શ્રમિકો  આવે છે. એમને કેટલીક જગ્યાઓ પર ખાવાનું મળે છે અને  ટોલ પ્લાઝાની આસપાસ આશ્રય મળે  છે. આ વ્યવસ્થા જીલ્લા અધિકારીઓ અને એનજીઓ અને નાગરિકોના ગઠબંધનોએ મળીને કરી છે. શ્રમિકો  ઉનાળાની કાળઝાળ ગરમીમાં દિવસે  આરામ કરે છે અને સાંજે પોતાની મુસાફરી ફરી શરુ કરે છે. મહારાષ્ટ્ર સરકારે હવે બસોનો  પ્રબંધ કર્યો છે - જે તેમને અલગ અલગ રાજ્યોની સીમા પર રોજ મૂકી આવે છે. જેથી આ ભીડ થોડી ઓછી થાય અને લોકો પોતાના ઘેર સુરક્ષિત પહોંચી શકે. એમને માત્ર એટલું જ જોઈએ છે.

PHOTO • Sudarshan Sakharkar

હૈદરાબાદથી આવેલી એક ટ્રક પરથી ઉતરીને મજૂરોનો એક સમૂહ નાગપુરની બહાર સ્થિત એક ખોરાક આશ્રય તરફ જાય છે.

PHOTO • Sudarshan Sakharkar

સ્થળાંતરિત શ્રમિકોનું એક જૂથ  પોતાનો બધો સામાન ઊંચકીને - ઘણાં બધા કિલો ઘણાં બધા કિલોમીટર દૂર લઈને -  પોતાને ઘેર  જાય છે.  જ્યારથી લોકડાઉનની જાહેરાત થઇ છે, ત્યારથી રોજેરોજ નાગપુર શહેર સમૂહમાં ચાલતા - અલગ અલગ દિશાઓમાં, બધા પોતપોતાના ઘર તરફ જવા ચાલી નીકળેલા - લોકોના સ્થિર પ્રવાહનું  સાક્ષી બન્યું છે .

PHOTO • Sudarshan Sakharkar

નાગપુરની બહાર  પંજરી પાસે એક ખોરાક આશ્રય છે. યુવાન પુરુષોનો એક સમૂહ એની તરફ જાય છે. તેઓએ કામ માટે હૈદરાબાદ સ્થળાંતર કર્યું હતું  અને ત્યાંથી આવે છે.

PHOTO • Sudarshan Sakharkar

અગણિત સ્થળાંતરિત શ્રમિકો રોજ નાગપુરની બહાર  પંજરી ગામમાં આવે છે અને પછી દેશના અલગ અલગ ભાગમાં આવેલા પોતાના દૂર-દૂરના ગામો તરફ ચાલ્યા જાય છે.

PHOTO • Sudarshan Sakharkar

નાગપુર શહેર પાસેના હાઈવે પર એક ફ્લાયઓવરની છાયામાં ખાવાપીવા માટે એક જરૂરી વિરામ લઈ રહેલા લોકો

PHOTO • Sudarshan Sakharkar

પોતાના ગામો અને પરિવાર પાસે પહોંચવા આતુર થાકેલા સ્થળાંતરિત શ્રમિકોથી ભરેલી  એક ટ્રક  મુસાફરી ફરી શરુ કરે છે.

PHOTO • Sudarshan Sakharkar

જેમને આ ટ્રકમાં જગ્યા મળી ગયી, તેમની મુસાફરી ફરી શરુ થઇ જાય છે.

PHOTO • Sudarshan Sakharkar

જ્યારે બીજા  ઘણા  પોતાની આગળની મુસાફરી માટે બીજી  ટ્રકમાં જગ્યા શોધી રહ્યા છે. આ નાગપુરના બાહરી રિંગ રોડ, જે નેશનલ હાઈવે ૬ અને ૭ ને જોડે છે, તેના પર સ્થિત ટોલ પ્લાઝાનો ફોટો છે.

PHOTO • Sudarshan Sakharkar

આ ઉનાળાની ગરમી માં તાપમાન 45 ડિગ્રીથી વધુ  છે ત્યારનું દ્રશ્ય છે

PHOTO • Sudarshan Sakharkar

કદાચ પોતાના કુટુંબીજનોને મળવાની આશા ભૂખ અને ગરમી, ભીડ અને થાકને થોડું વધારે સહ્ય બના વે છે.

PHOTO • Sudarshan Sakharkar

૩ પુરુષો મુંબઈથી ઓરિસા પોતાની નવી ખરીદેલી સાયકલો પર જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની  પાસે આ કઠણ મુસાફરી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.

PHOTO • Sudarshan Sakharkar

ઘણી વાર સ્થળાંતરિત શ્રમિકો મુખ્ય રસ્તા  કે ધોરી માર્ગનો છોડી ખેતર ને જંગલના રસ્તાઓ પર ચાલે છે.

PHOTO • Sudarshan Sakharkar

પોતે બાંધેલા શહેરોને છોડીને ચાલી નીકળાયેલા સ્થળાંતરિત શ્રમિકો, જ્યારે કટોકટી આવી ત્યારે તેમણે  જ બાંધેલા એ શહેરોએ તેમને ભાગ્યે જ કોઈ મદદ કરી કે રાહત આપી

અનુવાદ: શ્વેતલ વ્યાસ પારે

Sudarshan Sakharkar

Sudarshan Sakharkar is a Nagpur-based independent photojournalist.

Other stories by Sudarshan Sakharkar
Translator : Shvetal Vyas Pare

Shvetal Vyas Pare is a PhD student at the School for Culture, History and Language at the College of Asia and the Pacific at the Australian National University. Her work has been published in academic journals like Modern Asian Studies, as well as in magazines line Huffington Post India. She can be contacted at [email protected].

Other stories by Shvetal Vyas Pare