બંધ ચોપડી, ખુલ્લા કાન. અને આમારા સંદર્ભમાં હૈયા પણ.  હું દિલ્હીમાં કેટલીક દેહવ્યાપાર કરવાવાળી બહેનો સાથે પ્રશ્નોત્તરી કરી રહી હતી, તેઓ જે બોલે તે અક્ષરશઃ મારી કાળી પાકા પૂંઠાની ડાયરીમાં ટપકાવતી. એ મહામારીનો સમય હતો અને અમે બધાં જ સાવચેતી વરતાવામાં હતાં, અને  એક સમયે બધાંના મોં પરથી માસ્ક હટી ગયા. એમના એમની જિંદગીની આત્મીય વાતો કરવાના પ્રયત્નમાં અને મારો એમના તરફ મારો વિશ્વાસ દાખવવામાં – કે હું એમના ખુલાસાઓ સહૃદયતાથી સાંભળતી હતી.

લખવું એ મારે માટે અમને જોડતા એક પુલ સમાન હતું તો એ જ અમારી વચ્ચેના અંતરનું સૂચક પણ હતું

જ્યારે અમારો એ સ્ત્રીઓ સાથેનો સમય પૂરો થયો, ત્યારે જે સંયોજકે મીટિંગનું આયોજન કર્યું હતું તેમણે મને પૂછ્યું કે હું તેમાંથી એક બેનને ઘરે ઉતારી શકીશ? તે તમારા રસ્તામાં જ  છે, તેમણે મને એ સ્ત્રીનો પરિચય કરાવતાં કહ્યું. એના નામનો અર્થ સરહદ થાય છે. અમે એકબીજાને સામે જોઈ હળવું હસ્યા. મેં જે જૂથ સાથે વાત કરી હતી તેમાં તે હાજર ન હતી. પણ ગાડીમાં બેસતાં જ અમે અમારા સંદર્ભો ભૂલી ગયા. તેણે  મને સંભવિત ઘરાકો વિશે જણાવ્યું કે જેઓ કોઈ ગોઠવણને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સેક્સ વર્કરના ચહેરા જોવા ઈચ્છે છે અને આજના ટેકનોલોજીના પ્રભુત્વવાળા સમયમાં આ કેવી રીતે કામ કરે છે. મેં તેમને તેના કામ વિશેની ઘનિષ્ઠ વિગતો પૂછવાનું સાહસ કર્યું. તેમણે તે બધું શેર કર્યું. અમે પ્રેમ વિશે વાત કરી. હું ગાડી ધીમેથી ચલાવી રહી હતી. તેની આંખો સુંદર હતી. હૃદયભંગ.

એણે મને એના મોબાઈલ પર હજુય સચવાયેલા એના પ્રેમીના જૂના ફોટા બતાવ્યા. હું આ બધું મારા અહેવાલમાં સમાવી શકું એમ નહોતી – એમ કરવું એ કોઈ સીમના ઉલ્લંઘન જેવું લાગતું હતું. અને થોડું અસભ્ય પણ. એટલે મેં લખ્યું તો ખરું....

સાંભળો શાલિની સિંહે કરેલું કવિતાનું પઠન

સુરમાભરી આંખો

બંધ દરવાજાવાળા ઓરડાની આંજી નાખતી રોશનીથી
અને એક ધાર્યું તાકી રહેતા બ્લેક એન્ડ વહાઇટ દ્રશ્યોથી દૂર
એ છોલી વાઢી નાખતા બેશરમ કાં ગભરુ શબ્દોથી દૂર
કોઈ ચળકતા કોરા કાગળ પર થઈને નહીં
નહીં કોઈ એવી સ્યાહીમાં જે ભૂંસાઈ જાય...
આમ સાવ છડેચોક રસ્તાની વચમાં થઈને
તું મને કેવી લઇ ગઈ ' તી તારા નિર્વસ્ત્ર રંગોના વિશ્વમાં
કેટલી હળવેકથી.

એક યુવાન વિધવા હોવું શું છે
શું છે એક સેનાના માણસને પ્રેમ કરવું
એક એવા પ્રેમીનું હોવું
જે દેખાડો તો કરે છે પણ જુઠ્ઠી આશાઓનો
આખી રાખે છે સલામત દુનિયાને
અને પછી કરે છે સોદા- સપનાંના બદલામાં શરીર
ને શરીરના બદલામાં પૈસાના.
કોઈના ડિજિટલ મધપૂડામાં
જીવતાં ધરબાઈ જઈને કોઈની
રોજ બદલાતી કાલ્પનિક પ્રેમકથામાં  જીવવું શું છે.
" મારે નાનાં પેટ ભરવાનાં નહીં? " તેં કહેલું

તારા નાક પરની સોનાની ચુનીમાં સાંજનો આથમતો સૂરજ ચળકે છે
અને તારી સુરમારંગી આંખો પણ,
એ આંખો જે ક્યારેક ગાઈ શકતી હતી.
સસ્તું કોલ્ડક્રીમ સાદ દઈને બોલાવે છે
ઈચ્છાઓને એક થાકેલા, આળા શરીરની અંદર
ધૂળ ઉડે છે, રાત પડે છે
ને ઊગે છે બીજો એક દિવસ
પ્રેમ વિનાના પરિશ્રમનો દિવસ.

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Shalini Singh

Shalini Singh is a founding trustee of the CounterMedia Trust that publishes PARI. A journalist based in Delhi, she writes on environment, gender and culture, and was a Nieman fellow for journalism at Harvard University, 2017-2018.

Other stories by Shalini Singh
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

Other stories by Priyanka Borar
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya