મહુઆ (મધુકા લોન્ગીફોલિયા)ની મોસમ ટૂંકી હોય છે, જે બે થી ત્રણ મહિના સુધી ચાલે છે. ઉનાળાની શરૂઆતમાં, મધ્ય ભારતમાં જોવા મળતા આ ઊંચા વૃક્ષો પોતાના કિંમતી ફૂલો જમીન પર ખેરવે છે.

ઝાંખા પીળા ફૂલો એકઠા કરવાનો પ્રસંગ એ એક તહેવારનો પ્રસંગ છે અને અહીં છત્તીસગઢમાં નાના બાળકો સહિત આખા પરિવારોને જંગલની જમીન પરથી ફૂલો ઉપાડવાના આ કામે લાગેલા જોઈ શકાય છે. ભૂપિંદર કહે છે, “આ સખત મહેનતનું કામ છે. અમે વહેલી સવારે અને ફરીથી સાંજે મહુવા ઉપાડવા જઈએ છીએ.” ધમતરી જિલ્લાના ચાનાગાંવથી, તેઓ તેમનાં માતા−પિતા સાથે તેમને મદદ કરવા માટે આવ્યા છે અને આસપાસ ઘણા લોકો એકઠા થયા હોવાથી ત્યાં એક ઉત્સવનો માહોલ છે.

તેની મોસમ દરમિયાન, મહુઆની સુગંધ આ વિસ્તારને સુગંધિત કરી દે છે. રાયગઢ જિલ્લાના ધરમજયગઢથી છત્તીસગઢની રાજધાની રાયપુર સુધી સેંકડો મહુવાના ઝાડ નીચે મુસાફરી કરતા ગ્રામજનો ફૂલો એકત્ર કરવામાં વ્યસ્ત નજરે પડશે. તેમને સૂકવીને સંગ્રહિત કરવામાં આવશે અને તેનો ઉપયોગ લોટ, દારૂ અને વિવિધ વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવશે.

અંબિકાપુરના સામાજિક કાર્યકર્તા અને આદિવાસી નેતા ગંગારામ પેન્ક્રા કહે છે, “મહુઓ સૌથી મહત્ત્વની વસ્તુ છે જે અમે જંગલમાંથી એકત્રિત કરીએ છીએ. ભૂખમરાના સમયે તેનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. જો કોઈને પૈસાની જરૂર હોય, તો તેઓ થોડો મહુઓ વેચી શકે છે.” જ્યારે મજૂરીનું કામ ઉપલબ્ધ ન હોય, ત્યારે લોકો નબળા સમયમાંથી ગુજારો કરવા માટે મહુઆના ફૂલો પર નિર્ભર છે તેનો ઉલ્લેખ કરી રહ્યા છે.

'મહુઓ સૌથી મહત્ત્વની વસ્તુ છે જે અમે જંગલમાંથી એકત્રિત કરીએ છીએ. ભૂખમરાના સમયે તેનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. જો કોઈને પૈસાની જરૂર હોય, તો તેઓ થોડો મહુઓ વેચી શકે છે'

વિડિઓ જુઓ: ‘મહુઆના ફૂલો તેની મોસમથી પણ વધુ ચાલે છે’

ગંગારામ કહે છે, “આદિવાસી લોકો આ ફૂલોમાંથી બનાવેલા દારૂનો આનંદ માણે છે અને તે અમારી પૂજા વિધિઓનો એક અભિન્ન અંગ છે.”

ભૂપિંદર નિર્દેશ કરે છે કે તેને જમીન પરથી ઉપાડવા માટે લાંબા સમય સુધી નમેલા રહેવાથી વિવિધ સમસ્યાઓ સર્જાય છે, અને તેનાથી “અમને અમારી પીઠ, પગ, હાથ, ઘૂંટણ અને કમરમાં દુખાવો થાય છે.”

છત્તીસગઢ સરકારે મહુઆના ફૂલ માટે લઘુતમ ટેકાના ભાવ કિલો દીઠ 30 રૂપિયા અથવા સૂકવેલા ફૂલના ક્વિન્ટલ દીઠ 3,000 રૂપિયા નક્કી કર્યા છે.

મધ્ય ભારતીય રાજ્ય છત્તીસગઢ ઉપરાંત, મહુઆ મધ્ય પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે.

Usha (extreme right) and her sisters Uma and Sarita (yellow) are busy collecting mahua in the forest near Aam gaon
PHOTO • Purusottam Thakur

ઉષા (ઊપર જમણે) અને તેમની બહેનો ઉમા અને સરિતા (પીળાં વસ્ત્રોમાં) આમ ગાંવ નજીકના જંગલમાં મહુઆ એકત્રિત કરવામાં વ્યસ્ત છે

Usha fillng up the tub with her collection of mahua flowers
PHOTO • Purusottam Thakur

ઉષા તેમના ટબમાં મહુઆના ફૂલો ભરી રહ્યાં છે

Sarita (yellow), the eldest child in the family, is studying in 2nd year BA. She has been collecting the flowers in this season, since she was a child. She says last year they had earned about 40,000 rupees from collecting mahua . Their entire family works on collecting it, including their parents and grandparents. Her sister Uma (red) is standing in the background
PHOTO • Purusottam Thakur

પરિવારનાં સૌથી મોટી સંતાન સરિતા (પીળાં વસ્ત્રોમાં) બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓ બાળપણથી જ આ ઋતુમાં ફૂલો એકત્ર કરતાં આવ્યાં છે. તેઓ કહે છે કે ગયા વર્ષે તેમણે મહુઆ એકત્ર કરીને આશરે 40,000 રૂપિયાની કમાણી કરી હતી. તેમનાં માતા−પિતા અને દાદા−દાદી સહિત તેમનો આખો પરિવાર તેને એકત્રિત કરવાના કામે લાગી જાય છે. તેમનાં બહેન ઉમા (લાલ વસ્ત્રોમાં) પૃષ્ઠભૂમીમાં ઊભાં છે

Sarita (in yellow) and Uma (red) picking up mahua flowers
PHOTO • Purusottam Thakur

સરિતા (પીળાં વસ્ત્રોમાં) અને ઉમા (લાલ વસ્ત્રોમાં) મહુઆના ફૂલો ઉપાડતી વેળાએ

A bunch of Madhuca longifolia flowers hanging from the tree
PHOTO • Purusottam Thakur

ઝાડ પરથી લટકતાં મહુઆનાં ફૂલોનું ઝૂમખાં

A picture of mahua flowers lying on the ground
PHOTO • Purusottam Thakur

જમીન પર પડેલા મહુઆના ફૂલોની તસવીર

A young kid who is busy collecting mahua with her mother and grandparents
PHOTO • Purusottam Thakur

તેનાં માતા અને દાદા−દાદી સાથે મહુઆ એકત્રિત કરવામાં વ્યસ્ત એક નાનકડું બાળક

The same kid searching the ground to collect the flowers
PHOTO • Purusottam Thakur

ફૂલો એકત્રિત કરવા માટે તેમને જમીન પર શોધતું તે જ બાળક

75-year-old Chherken Rathia is also busy in collecting mahua . She says she has been doing this since she was a child
PHOTO • Purusottam Thakur

75 વર્ષીય છેરકેન રાઠી પણ મહુઆ એકત્ર કરવામાં વ્યસ્ત છે. તેઓ કહે છે કે તેઓ નાનપણથી જ આ કામ કરતાં આવ્યાં છે

Jalsai Raithi and his wife are collecting mahua from their own tree in their field
PHOTO • Purusottam Thakur

તેમના ખેતરમાં એક ઝાડ પરથી મહુઆ એકત્રિત કરી રહેલાં જલસાઈ રાઠી અને તેમનાં પત્ની

Jalsai Rathi and his family enjoying their collection of flowers in the morning sun
PHOTO • Purusottam Thakur

સવારના તડકામાં ફૂલોના સંગ્રહનો આનંદ માણી રહેલો જલસાઈ રાઠી અને તેમનો પરિવાર

અનુવાદક: ફૈઝ મોહંમદ

Purusottam Thakur

Purusottam Thakur is a 2015 PARI Fellow. He is a journalist and documentary filmmaker and is working with the Azim Premji Foundation, writing stories for social change.

Other stories by Purusottam Thakur
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Video Editor : Sinchita Maji

Sinchita Maji is a Senior Video Editor at the People’s Archive of Rural India, and a freelance photographer and documentary filmmaker.

Other stories by Sinchita Maji
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad