એક બેડલું કાંખમાં ને બે ઘડા માથા પર લઈને, પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇ કૂવે પાણી ભરવા જતી યુવાન અને વૃદ્ધ સ્ત્રીઓની છબીઓમાં ભારતની ગ્રામીણ મહિલાઓનું જીવન ઘણા વર્ષોથી રજૂ કરાતું આવ્યું છે. ભારતના ગામડાઓમાંના કૂવાઓ, ક્યારેક નયનરમ્ય, ક્યારેક સાવ સામાન્ય ભલે રહ્યા હોય તે  માત્ર પાણી લાવવાના સ્થળ તો નથી રહ્યા. જીગરજાન મિત્રતાથી લઈને ગામની તાજેતરની પંચાત હોય કે પાણી સુધ્ધાંની  માલિકી નક્કી કરતા જ્ઞાતિના અન્યાયપૂર્ણ સંબંધો, બધું જ કૂવાની આસપાસ બન્યા કર્યું છે.

વિડંબના એ છે કે, આ જીવન ટકાવી રાખનાર કૂવાએ જ સાસરિયાંમાં પીડાતી ઘણી સ્ત્રીઓને એમના જીવનમાંથી છૂટકારો પણ અપાવ્યો છે. અહીં આ ગીતમાં તો એના સુખદુઃખનો  એકમાત્ર સાથી એ કૂવો સુદ્ધાં એ સ્ત્રીની વિરુદ્ધ થયો છે,  જેના લગ્ન એની મરજી વિરુદ્ધ કોઈ કુટુંબમાં લેવાયા છે. અને એથી હવે  તેની પાસે એના પોતાના પરિવારના પુરુષો વિશે, જેમણે તેને જાણે કોઈ દુશ્મનને ઘેર પરણાવી દીધી છે, એમના વિષે ફરિયાદ કરવા માટે પણ કોઈ રહ્યું નથી.

અંજારના શંકર બારોટ દ્વારા અહીં પ્રસ્તુત કરાયેલા આ ગીત જેવા બીજા દુઃખભર્યાં ગીતો કે જેમાં સ્ત્રી તેના પરિવારના નિર્દયી પુરુષો વિશે ફરિયાદ કરે છે, તે લગ્ન પ્રસંગોમાં ગાવામાં આવતા અનેક પ્રકારના ગીતોમાં પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

અંજારના શંકર બારોટના અવાજમાં સાંભળો આ લોકગીત

ગુજરાતી

જીલણ તારા પાણી મને ખારા ઝેર લાગે મને ઝેર ઝેર લાગે
જીલણ તારા પાણી મને ઝેર ઝેર લાગે મને ખારા ઝેર લાગે
દાદો વેરી થયા’તા મને  વેરીયામાં દીધી, મારી ખબરું ન લીધી
જીલણ તારા પાણી મને ઝેર ઝેર લાગે મને ખારા ઝેર લાગે
કાકો મારો વેરી મને  વેરીયામાં દીધી, મારી ખબરું ન લીધી
જીલણ તારા પાણી મને ઝેર ઝેર લાગે મને ખારા ઝેર લાગે
મામો મારો વેરી મને  વેરીયામાં દીધી, મારી ખબરું ન લીધી
જીલણ તારા પાણી મને ઝેર ઝેર લાગે મને ખારા ઝેર લાગે
જીલણ તારા પાણી મને ઝેર ઝેર લાગે મને ખારા ઝેર લાગે

PHOTO • Labani Jangi

ગીતનો પ્રકાર : લોકગીત

ગીતગુચ્છ : લગ્ન પ્રસંગના ગીતો

ગીત : 6

ગીતનું શીર્ષક : જીલણ તારા પાણી મને ખારા ઝેર લાગે

સંગીતકારઃ દેવલ મહેતા

ગાયક : શંકર બારોટ, અંજાર

વાજીંત્રો : હાર્મોનિયમ, ડ્રમ, બાન્જો

રેકોર્ડિંગનું વર્ષ : 2012, KMVS સ્ટુડિયો

લોકસમુદાય  સંચાલિત રેડિયો, સૂરવાણી દ્વારા રેકોર્ડ કરાયેલા આ 341 ગીતો કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) દ્વારા પારી પાસે આવ્યા છે.

આ પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની, અરુણા ધોળકિયા, સેક્રેટરી, KMVS, આમદ સમેજા, KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર.

Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi