“જ્યારે પણ ભટ્ટી [ભઠ્ઠી] પ્રગટાવવામાં આવે છે, ત્યારે હું મારી જાતને ઇજા પહોંચાડી બેસું છું.”

સલમા લુહારના આંગળાના સાંધા પરના હાડકા પર ચાઠાં પડ્યાં છે અને તેમના ડાબા હાથની બે આંગળીઓમાં વાઢ પડ્યા છે. તેઓ ભઠ્ઠીમાંથી મુઠ્ઠીભર રાખ ઉપાડીને તેને ઘા પર લગાવી દે છે, જેથી તેમાં જલ્દીથી રૂઝ આવી જાય.

આ 41 વર્ષીયનો પરિવાર એ છ લુહાર પરિવારોમાંનો એક છે જે સોનીપતના બહલગઢ બજારમાં આવેલી જુગ્ગીઓમાં વસવાટ કરે છે. એક બાજુ વ્યસ્ત બજારનો માર્ગ છે અને બીજી બાજુ નગરપાલિકાનો કચરાનો ઢગલો છે. નજીકમાં એક સરકારી શૌચાલય અને પાણીનું ટેન્કર છે અને સલમા અને તેમનો પરિવાર સંપૂર્ણપણે આ સુવિધાઓ પર આધાર રાખે છે.

જુગ્ગીઓમાં વીજળી નથી અને જો 4 થી 6 કલાકથી વધુ સમય સુધી વરસાદ પડે, તો સમગ્ર વસાહતમાં પૂર આવે છે – જેવું કે કે ગયા ઓક્ટોબર (2023) માં થયું હતું. આવા સમયે તેમણે પગ ઊંચા કરીને તેમના ખાટલા પર બેસવું પડે છે, પાણી ઓછું થાય તેની રાહ જોવી પડે છે, જેમાં 2–3 દિવસ લાગે છે. સલમાનો પુત્ર દિલશાદ યાદ કરે છે કે, “તે દિવસોમાં ઘણી દુર્ગંધ આવતી હતી.”

સલમા પૂછે છે, “પણ અમે બીજે જઈએ ક્યાં? હું જાણું છું કે અહીં કચરાની બાજુમાં રહેવાથી અમે બીમાર પડીએ છીએ. ત્યાં બેસતી માખીઓ અમારા ઘરોમાં આવીને અમારા ભોજન પર પણ બેસે છે. પણ અમે બીજે જઈએ ક્યાં?”

ગડિઆ, ગડિયા અથવા ગડુલિયા લુહારોને રાજસ્થાનમાં વિચરતી જનજાતિ (એન.ટી.) તેમજ પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આ સમુદાયના લોકો દિલ્હી અને હરિયાણામાં પણ રહે છે. દિલ્હીમાં તો તેમને વિચરતી જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હરિયાણામાં તેમને પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે છે.

તેઓ જ્યાં રહે છે તે બજાર રાજ્ય ધોરીમાર્ગ 11ની બાજુમાં આવેલું છે અને તાજી પેદાશો, મીઠાઈઓ, રસોડાના મસાલા, વિદ્યુત ઉપકરણો અને અન્ય ઘણી બધી વસ્તુઓ વેચતા વિક્રેતાઓને આકર્ષે છે. ઘણા લોકો ત્યાં સ્ટોલ લગાવે છે અને એક વાર બજાર બંધ થઈ જાય પછી ત્યાંથી નીકળી જાય છે.

Left: The Lohars call this juggi in Bahalgarh market, Sonipat, their home.
PHOTO • Sthitee Mohanty
Right: Salma Lohar with her nine-year-old niece, Chidiya
PHOTO • Sthitee Mohanty

ડાબેઃ લુહારો સોનીપતના બહલગઢ બજારમાં આ વેલી આ જુગ્ગી માં રહે છે. જમણેઃ સલમા લુહાર તે ની નવ વર્ષની ભત્રીજી ચિડિયા સાથે

They sell ironware like kitchen utensils and agricultural implements including sieves, hammers, hoes, axe heads, chisels, kadhais , cleavers and much more. Their home (and workplace) is right by the road in the market
PHOTO • Sthitee Mohanty
They sell ironware like kitchen utensils and agricultural implements including sieves, hammers, hoes, axe heads, chisels, kadhais , cleavers and much more. Their home (and workplace) is right by the road in the market
PHOTO • Sthitee Mohanty

તેઓ રસોડાના વાસણો જે વાં કે લોખંડના વાસણો અને ચાળણી, હથોડા, કોદાળી , કુહાડી નાં મથાળાં, છીણી, કઢાઈ, નાની કુહાડી અને અન્ય ઓજારો સહિત નાં કૃષિ સાધનો વેચે છે. તેમનું ઘર (અને કાર્યસ્થળ) બજારમાં રસ્તાની બાજુમાં જ છે

પરંતુ સલમા જેવા લોકો માટે બજાર ઘર પણ છે અને કાર્યસ્થળ પણ.

41 વર્ષીય સલમા કહે છે, “મારો દિવસ વહેલી સવારે 6 વાગ્યે શરૂ થાય છે. જ્યારે સૂર્ય ઊગે છે, ત્યારે મારે ભઠ્ઠી પ્રગટાવવાની હોય છે, મારા પરિવાર માટે રસોઈ કરવાની હોય છે, અને પછી કામ પર જવાનું હોય છે.” તેમના પતિ વિજય સાથે મળીને, તેઓ દિવસમાં બે વાર ભઠ્ઠીમાં લાંબા સમય સુધી કામ કરે છે, અને લોખંડના ભંગારને ઓગાળીને તેને વાસણોમાં ફેરવે છે. એક દિવસમાં તેઓ તેમાંથી ચાર કે પાંચ વાસણ બનાવી શકે છે.

સલમાને કામમાંથી વિરામ લેવાની તક છેક બપોરે મળે છે, જ્યારે તેઓ બે તેમનાં બાળકો — 16 વર્ષીય પુત્રી તનુ અને સૌથી નાનો પુત્ર 14 વર્ષીય દિલશાદ — સાથે ખાટલા પર બેસીને એક ગરમ કપ ચા પીવે છે. તેમની ભત્રીજીઓ — શિવાની, કાજલ અને ચિડિયા પણ આસપાસ રમે છે. આમાંથી માત્ર નવ વર્ષની ચિડિયા જ શાળાએ જાય છે.

સલમા પૂછે છે, “શું તમે આને વોટ્સઅપ પર મૂકશો? મૂકો તો પહેલાં મારા કામનો ઉલ્લેખ જરૂર કરજો!”

તેમના વેપારનાં સાધનો અને તૈયાર ઉત્પાદનો બપોરના તડકામાં ઝળહળે છે – ચાળણી, હથોડા, કોદાળી, કુહાડીનાં મથાળાં, છીણી, નાની કુહાડી અને એ સિવાય પણ ઘણું બધું.

એક ધાતુની મોટી તવી આગળ બેસીને તેઓ કહે છે, “આ જુગ્ગીમાં અમારાં ઓજારો સૌથી કિંમતી વસ્તુઓ છે.” તેમનો વિરામ પૂરો થતાં, તેમના હાથમાં ચાના કપને બદલે છીણી આવી જાય છે. પ્રેક્ટિસ કરવાથી મળેલી સરળતા તેમના કામમાં જોવા મળે છે, જ્યારે તેઓ તવીના તળીયે છિદ્રો બનાવે છે અને દર બે વાર તેના પર છીણી વડે ઘા કરીને તેનો ખૂણો બદલે છે. “આ ચાળણી રસોડાના ઉપયોગ માટે નથી. ખેડૂતો તેનો ઉપયોગ અનાજની છટણી કરવા માટે કરે છે.”

Left: Salma’s day begins around sunrise when she cooks for her family and lights the furnace for work. She enjoys a break in the afternoon with a cup of tea.
PHOTO • Sthitee Mohanty
Right: Wearing a traditional kadhai ( thick bangle), Salma's son Dilshad shows the hammers and hoes made by the family
PHOTO • Sthitee Mohanty

ડાબેઃ સલમાનો દિવસ સૂર્યોદયની આસપાસ શરૂ થાય છે , જ્યારે તે તે ના પરિવાર માટે રસો કરે છે અને કામ માટે ભઠ્ઠી સળગાવે છે. તે બપોરે એક કપ ચા સાથે વિરામનો આનંદ માણે છે. જમણેઃ પરંપરાગત કઢાઈ (જાડી બંગડી) પહેરીને, સલમાનો પુત્ર દિલશાદ પરિવાર દ્વારા બનાવેલા હથોડા અને કોદાળી બતાવે છે

Salma uses a hammer and chisel to make a sieve which will be used by farmers to sort grain. With practiced ease, she changes the angle every two strikes
PHOTO • Sthitee Mohanty
Salma uses a hammer and chisel to make a sieve which will be used by farmers to sort grain. With practiced ease, she changes the angle every two strikes
PHOTO • Sthitee Mohanty

સલમા ચાળણી બનાવવા માટે હથોડા અને છીણીનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ ખેડૂતો દ્વારા અનાજની છટણી કરવા માટે કરવામાં આવશે. પ્રેક્ટિસ કરવાથી આવતી સરળતા સાથે, તે દર બે વાર ઘા કરીને ખૂણો બદલે છે

અંદર, વિજય તે ભઠ્ઠીની સામે બેસેલા છે જેને તેઓ દિવસમાં બે વાર પ્રગટાવે છે — સવારે અને સાંજે. તેઓ જે લોખંડના સળિયાને આકાર આપી રહ્યા છે તે લાલચોળ રંગથી ચમકે છે, પરંતુ વિજયને ગરમીથી જરાય તકલીફ પડતી હોય તેવું નથી લાગતું. ભઠ્ઠી તૈયાર કરવામાં કેટલો સમય લાગે છે તે વિશે પૂછવામાં આવતા, તેઓ હસીને કહે છે, “આ વિશે અમે ત્યારે જ જાણી શકીએ છીએ જ્યારે અંદરની બાજુ ચમકતી હોય. જો હવામાં ભેજ હોય, તો તેમાં વધુ સમય લાગે છે. પણ અમે જે કોલસાનો ઉપયોગ કરીએ છીએ તેના આધારે સામાન્ય રીતે એક કે બે કલાક લાગે છે.”

કોલસાની કિંમત ગુણવત્તાના આધારે 15 થી 70 રૂપિયા પ્રતિ કિલો હોય છે. સલમા અને વિજય ઉત્તર પ્રદેશમાં ઈંટની ભઠ્ઠીઓમાંથી તેની જથ્થાબંધ ખરીદી કરવા જાય છે.

વિજય લોખંડના સળિયાની ચમકતી ટોચને એરણ પર મૂકીને તેને હથોડા વડે ફટકારવાનું શરૂ કરે છે. નાની ભઠ્ઠી લોખંડને પૂરતું ઓગળવા માટે ખૂબ નબળી હોય છે અને તેથી તેમણે ખૂબ જોર કરવું પડે છે.

લુહારો 16મી સદીના રાજસ્થાનમાં શસ્ત્રો બનાવતા સમુદાયના વંશમાંથી હોવાનો દાવો કરે છે, જેઓ મુઘલો દ્વારા ચિત્તોડગઢ પર કબજો કર્યા પછી ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં સ્થળાંતરિત થઈ ગયા હતા. વિજય હસતાં હસતાં કહે છે, “તેઓ અમારા પૂર્વજો હતા. અમે હવે ખૂબ જ અલગ જીવન જીવીએ છીએ. પરંતુ અમે હજુ પણ તેમણે શીખવેલી કળાને અનુસરીએ છીએ. અને અમે તેમની જેમ આ કઢાઈઓ (જાડી બંગડીઓ) પહેરે છે.”

તેઓ હવે પોતાના બાળકોને પણ આ કળા શીખવી રહ્યા છે. તેઓ કહે છે, “દિલશાદ તેમાં પારંગત છે.” દિલશાદ, સલમા અને વિજયનો સૌથી નાનો દીકરો છે, સાધનો તરફ આંગળી કરીને કહે છે, “તે હથોડા છે. મોટાઓને ઘણ કહેવામાં આવે છે. બાપુ [પિતા] ચીમટાથી ગરમ ધાતુ ધરાવે છે અને તેને વળાંક આપવા માટે કૈચી [કાતર] નો ઉપયોગ કરે છે.”

ચિડિયા હાથથી ચાલતા પંખાના હેન્ડલને ફેરવવાનું શરૂ કરે છે જે ભઠ્ઠીના તાપમાનને નિયંત્રિત કરે છે. રાખ ચારે બાજુ ઉડતી હોવાથી તે હસી પડે છે.

The bhatti’s (furnace) flames are unpredictable but the family has to make do
PHOTO • Sthitee Mohanty
The bhatti’s (furnace) flames are unpredictable but the family has to make do
PHOTO • Sthitee Mohanty

ભટ્ટી (ભઠ્ઠી) ની જ્વાળાઓ અણધારી હોય છે , પરંતુ પરિવારે તે કર્યા વગર ચાલે તેમ નથી

The sieves, rakes and scythes on display at the family shop. They also make wrenches, hooks, axe heads, tongs and cleavers
PHOTO • Sthitee Mohanty
The sieves, rakes and scythes on display at the family shop. They also make wrenches, hooks, axe heads, tongs and cleavers
PHOTO • Sthitee Mohanty

કુટુંબની દુકાનમાં ચાળણી, દાંતી અને દાતરડાં પ્રદર્શિત કરવામાં આ વ્યાં છે. તેઓ રેન્ચ, હૂક, કુહાડી નાં મથાળાં, ચિમટા અને નાની કુહાડી પણ બનાવે છે

એક સ્ત્રી ત્યાં છરી ખરીદવા આવે છે. સલમા તેને કહે છે કે તેની કિંમત 100 રૂપિયા છે. તે સ્ત્રી જવાબ આપે છે, “હું આના માટે 100 રૂપિયા ચૂકવવા નથી માંગતી. આના બદલે હું એક પ્લાસ્ટિકની છરી ઘણી ઓછી કિંમતે મેળવી શકું છું.” તેઓ વાટાઘાટ કરે છે અને અંતે તેની કિંમત 50 રૂપિયા આંકવામાં આવે છે.

સલમા છરી ખરીદીને જઈ રહેલી સ્ત્રી તરફ જોઈને નિસાસા નાખે છે. આ પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા માટે પૂરતું લોખંડ વેચી શકતો નથી. પ્લાસ્ટિક તેમનો એક પ્રચંડ હરીફ છે. તેઓ ન તો ઉત્પાદનના ઝડપી દરને જાળવી શકે છે, ન તો તેની કિંમત સાથે મેળ ખાય છે.

તેઓ કહે છે, “અમે હવે પ્લાસ્ટિકની છરીઓ વેચવાનું શરૂ કર્યું છે. મારા દિયેરને તેમની જુગ્ગીની સામે પ્લાસ્ટિકની દુકાન છે અને મારો ભાઈ દિલ્હી નજીક ટિકરી સરહદ પર પ્લાસ્ટિકનાં વાસણો વેચે છે.” તેઓ બજારમાં અન્ય વિક્રેતાઓ પાસેથી અન્યત્ર વેચવા માટે પ્લાસ્ટિક ખરીદે છે, પરંતુ તેમણે હજુ સુધી નફો કર્યો નથી.

તનુ કહે છે કે તેના કાકાઓ દિલ્હીમાં વધુ કમાણી કરે છે. “શહેરના લોકો આવી નાની વસ્તુઓ પર ખર્ચ કરવા તૈયાર છે. તેમના માટે 10 રૂપિયા એટલી મોટી રકમ નથી. ગામડાના લોકો માટે, તે મોટી રકમ છે અને તેઓ તેને અમારા પર ખર્ચ કરવા નથી માંગતા. એટલા માટે મારા કાકાઓ વધુ સમૃદ્ધ છે.”

*****

જ્યારે હું તેમને પ્રથમ વખત 2023માં મળી ત્યારે સલમા કહેતાં હતાં, “હું મારાં બાળકોને ભણાવવા માગું છું.” હું એક નજીકની યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કરતી હતી. “હું ઇચ્છું છું કે તેઓ તેમના જીવનમાંકંઈક બને.” જ્યારથી તેમના મોટા પુત્રને જરૂરી કાગળના અભાવે માધ્યમિક શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યો ત્યારથી તેમણે આ જરૂરિયાત અનુભવી છે. તે હવે 20 વર્ષનો છે.

તેમણે કહ્યું, “હું આધાર, રેશનકાર્ડ, જાતિના કાગળો જેવી દરેક વસ્તુ લઈને સરપંચથી લઈને જિલ્લા મુખ્યાલય સુધી દરેક જગ્યાએ ધક્કા ખાધા. મેં મારા અંગૂઠાથી અગણિત કાગળો પર મહોર મારી હતી. તેનું કંઈ પરિણામ આવ્યું નહીં.”

Left: Vijay says that of all his children, Dilshad is the best at the trade.
PHOTO • Sthitee Mohanty
Right: The iron needs to be cut with scissors and flattened to achieve the right shape. When the small furnace is too weak to melt the iron, applying brute force becomes necessary
PHOTO • Sthitee Mohanty

ડાબેઃ વિજય કહે છે કે તેમના તમામ બાળકોમાંથી દિલશાદ આ વ્યવસાયમાં શ્રેષ્ઠ છે. જમણેઃ યોગ્ય આકાર મેળવવા માટે લોખંડને કાતરથી કાપીને સપાટ કરવામાં આવે છે. જ્યારે નાની ભઠ્ઠી લોખંડને ઓગળવા માટે ખૂબ નબળી હોય છે, ત્યારે તેમણે ખૂબ જોર લગાવવું પડે છે

ગયા વર્ષે દિલશાદે પણ છઠ્ઠા ધોરણનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો હતો. તે કહે છે, “સરકારી શાળાઓમાં શીખવા લાયક કંઈ ભણાવવામાં નથી આવતું. પણ મારી બહેન તનુ ઘણું જાણે છે. તે પઢી–લીખી [ભણેલી–ગણેલી] છે.” તનુએ આઠમા ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો છે, પરંતુ હવે તે આગળ અભ્યાસ કરવા માંગતી નથી. નજીકની શાળામાં ધોરણ 10 નહોતું અને તેણે ત્રણ કિલોમીટરથી વધુ દૂર ખેવારામાં શાળામાં જવા માટે લગભગ એક કલાક ચાલવું પડે તેમ હતું.

તનુ કહે છે, “લોકો મારી સામે ધારી ધારીને જુએ છે. તેઓ ખૂબ જ ગંદી વાતો કરે છે. એટલી ખરાબ કે હું તેને કહીશ પણ નહીં.” તેથી હવે તનુ ઘરે રહે છે અને તેનાં માતાપિતાને તેમના કામમાં મદદ કરે છે.

પરિવારના તમામ સભ્યો સરકારી ટેન્કર પાસે ખુલ્લામાં સ્નાન કરવા મજબૂર છે. તનુ ધીમા અવાજે કહે છે, “દરેક વ્યક્તિ અમને ખુલ્લામાં સ્નાન કરતાં જોઈ શકે છે.” તેમને જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા માટે દર વખતે 10 રૂપિયા ચૂકવવા પડે છે. તે આખા પરિવાર માટે ખૂબ ખર્ચાળ છે. તેમની કમાણી શૌચાલયવાળું યોગ્ય ઘર ભાડે રાખી શકવા માટે પૂરતી નથી, અને તેથી તેઓ ફૂટપાથ પર જ રહેવા મજબૂર છે.

પરિવારમાં કોઈને પણ કોવિડ–19ની રસી આપવામાં આવી નથી. જો તેઓ બીમાર પડે છે, તો તેઓ બદ ખાલસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.) અથવા સિઓલીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાય છે. ખાનગી દવાખાનાઓમાં તો ન છૂટકે જ જવામાં આવે છે, કારણ કે તે ખર્ચાળ હોય છે.

સલમા તેમના પૈસા કેવી રીતે ખર્ચવામાં આવે છે તેની ખૂબ કાળજી રાખે છે. તેઓ કહે છે, “જ્યારે પૈસાની તંગી હોય છે, ત્યારે અમે કચરો ઉપાડનારાઓ પાસે જઈએ છીએ. ત્યાં અમને લગભગ 200 રૂપિયામાં કપડાં મળી જાય છે.”

ક્યારેક આ પરિવાર સોનીપતના અન્ય બજારોમાં જાય છે. તનુ કહે છે, “અમે રામલીલામાં જઈશું જે નવરાત્રી નીમિત્તે નજીકમાં જ યોજાશે. જો અમારી પાસે પૈસા હશે, તો અમે શેરી પર મળતી ખાણીપીણી પણ માણીશું.”

સલમા કહે છે, “મારું નામ મુસલમાનનું છે, પણ હું હિન્દુ છું. અમે દરેકની પૂજા કરીએ છીએ — હનુમાન, શિવ, ગણેશ બધાંની.”

દિલશાદ તરત ઉમેરીને તેની માતાને હસાવતાં કહે છે, “અને અમે અમારા કામ દ્વારા અમારા પૂર્વજોની પૂજા કરીએ છીએ!”

*****

Left: The family has started selling plastic items as ironware sales are declining with each passing day.
PHOTO • Sthitee Mohanty
Right: They share their space with a calf given to them by someone from a nearby village
PHOTO • Sthitee Mohanty

ડાબેઃ દિવસે ને દિવસે લોખંડના વાસણોનું વેચાણ ઘટી રહ્યું હોવાથી પરિવારે પ્લાસ્ટિકની વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું છે. જમણેઃ તેમની જુગ્ગીમાં તેમણે એક વાછરડાને પણ રાખવું પડે છે, જે તેમને નજીકના ગામ માંથી કોઈએ આપ્યું છે

જ્યારે બજારમાં વેપાર ધીમો પડે છે, ત્યારે સલમા અને વિજય તેમના માલ વેચવા નજીકના ગામડાઓમાં ફરે છે. આવું મહિનામાં એક કે બે વાર થાય છે. ગામડાઓમાં વેચાણ કરવું તેમના માટે દુર્લભ છે. પરંતુ જ્યારે તેઓ આમ કરે છે, ત્યારે તેઓ એક ફેરામાં મહત્તમ 400 થી 500 રૂપિયા કમાણી કરે છે. સલમા કહે છે, “ક્યારેક અમે એટલા ચાલીએ છીએ કે જાણે એવું લાગે છે કે અમારા પગ તૂટી ગયા છે.”

કેટલીકવાર, ગામલોકો તેમને વાછરડાં આપે છે, જેમને તેમની દૂધણાં પશુઓથી અલગ કરવાં જરૂરી હોય છે. આ પરિવાર પાસે યોગ્ય ઘર ભાડે રાખવા માટે પૂરતા પૈસા નથી તેથી તેમની પાસે ફૂટપાથ પર રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી.

યુવાન તનુ તે દારૂડિયાઓ પર હસે છે જેમનો તેણે રાત્રે પીછો છોડાવવો પડ્યો હતો. દિલશાદ ઉમેરે છે, “અમારે તેમને મારવા પડે છે અને તેમને ધમકાવવા પડે છે. અમારી મા–બહેનો અહીં સૂએ છે.”

તાજેતરમાં, નગર નિગમ (સોનીપત મ્યુનિસિપલ કોર્પોરેશન) ના હોવાનો દાવો કરનારા લોકો તેમને આ જગ્યા ખાલી કરવા માટે કહી રહ્યા છે. તેમને કહેવામાં આવે છે કે જુગ્ગીઓની પાછળ કચરો ફેંકવાના મેદાનોમાં એક દરવાજો બનાવવાનો છે અને તેઓ જે સરકારી જમીન પર કબજો કરી રહ્યા છે તેને તેમણે ખાલી કરવી પડશે.

જે અધિકારીઓ આવે છે તેઓ પરિવારના આધાર, રેશન અને પારિવારિક કાર્ડમાંથી અમુક ડેટા લે છે, પરંતુ તેઓ તેમની મુલાકાતના કોઈ દસ્તાવેજો આપતા નથી. તેથી, અહીં કોઈને ખાતરી નથી કે તેઓ કોણ છે. આ મુલાકાતો દર બે મહિનામાં એક વાર થાય છે.

તનુ કહે છે, “તેઓ અમને કહે છે કે અમને જમીનનો એક ટુકડો મળશે. કેવા પ્રકારનો ટુકડો? કઈ જગ્યાએ? શું તે બજારથી દૂર હશે? તેઓ અમને આ વિશે કશું કહેતા નથી.”

Nine-year-old Chidiya uses a hand-operated fan to blow the ashes away from the unlit bhatti . The family earn much less these days than they did just a few years ago – even though they work in the middle of a busy market, sales have been slow since the pandemic
PHOTO • Sthitee Mohanty
Nine-year-old Chidiya uses a hand-operated fan to blow the ashes away from the unlit bhatti . The family earn much less these days than they did just a few years ago – even though they work in the middle of a busy market, sales have been slow since the pandemic
PHOTO • Sthitee Mohanty

નવ વ ર્ષીય ચિડિયા હાથથી ચાલતા પં ખા નો ઉપયોગ કરીને રાખને ખાલી ભ ઠ્ઠી માંથી દૂર ઉડાડે છે. આ પરિવાર થોડા વર્ષો પહેલાંની સરખામણીએ આજકાલ ઘણી ઓછી કમાણી કરે છે ભલે તેઓ વ્યસ્ત બજારની વચ્ચે કામ કરતા હોય, પણ મહામારી પછી વેચાણ ઓછું રહ્યું છે

આ પરિવારનું આવક પ્રમાણપત્ર દર્શાવે છે કે તેઓ એક સમયે આશરે દર મહિને 50,000 રૂપિયાની કમાણી કરતાં હતાં. હવે તેઓ માત્ર 10,000 રૂપિયા જ કમાય છે. જ્યારે તેમને પૈસાની જરૂર પડે છે, ત્યારે તેઓ સંબંધીઓ પાસેથી લોન લે છે. સંબંધ જેટલો નજીકનો હશે, વ્યાજ પણ એટલું જ ઓછું હશે. જ્યારે તેઓ પૂરતું વેચાણ કરે છે ત્યારે તેઓ પૈસા પરત કરે છે પરંતુ મહામારી પછી વેચાણ ઓછું જ રહ્યું છે.

તનુ કહે છે, “કોવિડ અમારા માટે સારો સમય હતો. બજાર શાંત હતું. અમને સરકારી ટ્રકોમાંથી ભોજન માટે રેશન મળતું હતું. લોકો આવતા અને માસ્કનું વિતરણ પણ કરતા.”

સલમા વધુ ચિંતનશીલ છે, “મહામારી પછી, લોકો અમારા પર વધુ શંકા કરે છે. તેમની નજરમાં નફરત સ્પષ્ટ દેખાય છે.” જ્યારે પણ તેઓ બહાર જાય છે, ત્યારે કેટલાક સ્થાનિક લોકો જાતિ આધારિત અપશબ્દોથી તેમને ગાળો આપે છે.

સલમા ઇચ્છે છે કે દુનિયા તેમને સમાન માને. “તેઓ અમને તેમના ગામડાઓમાં રહેવા નથી દેતા. મને સમજાતું નથી કે તેઓ અમારી જાતિને કેમ આટલું ખરાબ કહે છે. રોટી તો રોટી જ હોય છે, અમારા માટે પણ અને એમના માટે પણ — અમે બધાં એક જ ખોરાક ખાઈએ છીએ. અમારામાં અને ધનિકોમાં શું તફાવત છે?”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Student Reporter : Sthitee Mohanty

Sthitee Mohanty is an undergraduate student of English Literature and Media Studies at Ashoka University, Haryana. From Cuttack, Odisha, she is eager to study the intersections of urban and rural spaces and what 'development' means for the people of India.

Other stories by Sthitee Mohanty
Editor : Swadesha Sharma

Swadesha Sharma is a researcher and Content Editor at the People's Archive of Rural India. She also works with volunteers to curate resources for the PARI Library.

Other stories by Swadesha Sharma
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad