તે માંડ 17 વર્ષની હતી જ્યારે તેણે કુડ્ડલોર ફિશિંગ બંદર પર વેપાર કરવાનું શરૂ કર્યું. અને એ  સમયે તેની પાસે કંઈ હતું તો ગણીને 1,800 રૂપિયા, એની માએ ધંધો શરુ કરવા આપેલી મૂડી. આજે 62 વર્ષની વેણી બંદર પર કુશળતાથી હરાજી કરનારાઓમાં છે તેમજ એક સફળ વેપારી પણ છે. જેનું એને ગૌરવ છે એવું એનું ઘર જે કંઈ કેટકેટલી મુશ્કેલીઓ વેઠીને ઊભું

દારૂડિયો પતિ એને છોડીને ચાલ્યો ગયો પછી વેણીએ એકલા હાથે ચાર ચાર બાળકોને ઉછેર્યા છે. એ સમયે એની રોજની કમાણી તદ્દન ઓછી હતી, માંડ પેટ ભરવા પૂરતું મળી રહેતું. રિંગ સીન ફિશિંગના આગમન સાથે તેણે બોટમાં રોકાણ કર્યું, લાખો રૂપિયા ઉછીના લઈને. તે રોકાણ પરના વળતરે તેને તેના બાળકોને શિક્ષિત કરવા અને ઘર બનાવવા માટે સક્ષમ બનાવી.

1990 ના દાયકાના અંતથી કુડ્ડલોર કિનારે રિંગ સીન ફિશિંગને ઘણી લોકપ્રિયતા મળી, પરંતુ 2004ના સુનામી પછી તેનો ઉપયોગ ઓર ઝડપથી વધ્યો. રીંગ સીન ગિયર સારડીન, મેકરેલ અને એન્કોવીઝ જેવી દરિયાઈ મહાસાગરની માછલીના પસાર થતા આખા ઝૂંડને ઘેરીને પકડી લે એવી પદ્ધતિનો ઉપયોગ કરે છે.

જુઓ વીડિયોઃ 'હું જ્યાં છું ત્યાં મારી મહેનતના કારણે છું'

મોટા પાયાના મૂડી રોકાણોની જરૂરિયાત અને શ્રમની માંગને કારણે નાના માછીમારોએ શેરધારકોના જૂથો બનાવ્યા, ખર્ચ અને મળતર બંનેની વહેંચણી કરી. આ રીતે વેણી રોકાણકાર બની અને એનો વેપાર ઓર વધાર્યો. રીંગ સીન બોટને કારણે મહિલાઓને  હરાજી કરવાની , વેપારની અને માછલી સૂકવવાની તકો ઉભી થઇ. વેણી  કહે છે, “રિંગ સીનના કારણે સમાજમાં મારો દરજ્જો વધ્યો. "હું એક સાહસિક સ્ત્રી બની. બોલ્ડ! અને આટલી ઉપર આવી શકી."

દરિયામાં બોટ એ ફક્ત પુરુષો માટેની જગ્યા હોય છે, પણ એ એક વાર બંદર પર લાંગરે એની સાથે જ સ્ત્રીઓ એનો કબજો લઈ લે છે - કેચની હરાજીથી લઈને માછલી વેચવા, માછલીને કાપવા અને સૂકવવાથી લઈને કચરાના નિકાલ સુધી, બરફથી લઈને ચા અને રાંધેલા ખોરાક વેચવા સુધી. આમ તો બધી માછીમાર મહિલાઓને  સામાન્ય રીતે માછલી વેચનારા ફેરિયાની જેમ તરીકે દર્શાવવામાં આવે છે, પણ એવી પણ ઘણી મહિલાઓ છે  જે માછલીઓને લગતા ઘણા કામો વિક્રેતાઓ સાથે ભાગીદારીમાં કરે છે. પરંતુ મત્સ્યઉદ્યોગક્ષેત્રમાં આવી મહિલાઓના યોગદાનના મૂલ્ય અને વિવિધતા બંનેને બહુ ઓછી માન્યતા મળી છે.

વિડિઓ જુઓ: કુડ્ડલોરમાં માછલીઓનું કામ કરતાં

વેણી અને તેનાથી પણ નાની ભાનુ જેવી મહિલાઓનો પરિવાર એક માત્ર તેમની આવક પર નભે છે. પરંતુ તેઓ પોતે તેમના કામનો નથી આદર કરતાં કે નથી એનું કોઈ સામાજિક મૂલ્ય જોતાં. તેમના પ્રત્યક્ષ અને પરોક્ષ બંને યોગદાનથી તેઓ અજ્ઞાત છે.

રિંગ સીનના કારણે વધી ગયેલ ખાસ કરીને યુવા માછલીઓ પકડવાની પ્રવૃતિઓ, અને નષ્ટ થતા દરિયાઈ વાતાવરણને કારણે 2018 માં તમિલનાડુની સરકારે રિંગ સીન ગિયર પર પ્રતિબંધ મૂક્યો હતો. પ્રતિબંધથી વેણી અને તેના જેવી બીજી ઘણી સ્ત્રીઓની આજીવિકા નષ્ટ થઈ ગઈ છે. દિવસના 1 લાખ રૂપિયાની કમાણી ઘટીને દિવસના 800-1,200 રૂપિયા થઈ ગઈ છે. વેણી કહે છે, “રિંગ સીન પર પ્રતિબંધને કારણે મને લગભગ 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. "માત્ર મને જ કેમ, લાખો લોકોને અસર થઈ છે."

તેમ છતાં મુશ્કેલ સમયમાં એકબીજાને ટેકો આપતી, એક સહિયારો સમુદાય બનાવવા સમય કાઢતી મહિલાઓ કામ કરે રાખે છે અને  હાર માનતી નથી.

વાણીની વાત કરતી આ ફિલ્મ લખવામાં તારા લોરેન્સ અને નિકોલસ બૌત્સ બંનેએ સાથ આપ્યો છે.

વાંચો છીપલાં, ફોંતરા, માથા અને પૂંછડીના બળે તરી જતું પુલીનું જીવન

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Nitya Rao

Nitya Rao is Professor, Gender and Development, University of East Anglia, Norwich, UK. She has worked extensively as a researcher, teacher and advocate in the field of women’s rights, employment and education for over three decades.

Other stories by Nitya Rao
Alessandra Silver

Alessandra Silver is an Italian-born filmmaker based in Auroville, Puducherry, who has received several awards for her film production and photo reportage in Africa.

Other stories by Alessandra Silver
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a poet and a translator who works across Gujarati and English. She also writes and translates for PARI.

Other stories by Pratishtha Pandya