સવારના ત્રણ વાગ્યા છે અને નંદિની નારંગી રંગની તાડપત્રીના એક તંબૂની બહાર બેઠાં છે, અને તેમની સહેલી સેલ ફોન પકડીને જે પ્રકાશ પાડે છે તેના અજવાળામાં મેકઅપ કરી રહ્યાં છે.

સાદી સુતરાઉ સાડી પહેરેલી આ 18 વર્ષીય યુવતી થોડા કલાકોમાં લગ્ન કરવા જઈ રહી છે.

આગલી સાંજે, તે અને તેના વરરાજા, 21 વર્ષીય જયરામ, તેમના મિત્રો અને પરિવાર સાથે બેંગાલામેડુ (સત્તાવાર રીતે સરક્કનુર ઇરુલર કૉલોની તરીકે ઓળખાય છે) થી મમલ્લાપુરમ પહોંચ્યા હતા. તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લાનું આ જૂથ સેંકડો ઇરુલર પરિવારોમાંનું એક છે, જેઓ ચેન્નાઈના દક્ષિણ કિનારે આવેલા નાના તંબુઓમાં રહે છે.

દર માર્ચ મહિનામાં, તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારમાં ટૂંકો શિયાળો પૂરો થઈને ઉનાળાની શરૂઆત થાય છે, ત્યારે મા મલ્લાપુરમની સોનેરી રેતી (અગાઉ મહાબલીપુરમ તરીકે ઓળખાતી) રંગોનો ખજાનો લૂંટાવે છે. દરિયાકિનારો પાતળી સાડીઓ અને તાડપત્રીથી બનેલા ઘેરાવ અને તંબુઓની વિશાળ ભૂલભુલામણીમાં ફેરવાઈ જાય થાય છે, જે નજીકના વૃક્ષોમાંથી તાજી કાપેલી દાંડીઓના ટેકાથી ઊભા રાખવામાં આવે છે.

આ લોકપ્રિય બીચ પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સામાન્ય ભીડના બદલે ઇરુલર સમુદાયના લોકો આવી જાય છે, જેઓ રાજ્યભરમાંથી માસી માગમ તહેવાર ઉજવવા માટે અહીં આવે છે. ઇરુલર લોકો ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) છે – જેની અંદાજિત વસ્તી આશરે 2 લાખ છે ( ભારતમાં અનુસૂચિત જનજાતિઓની આંકડાકીય રૂપરેખા , 2013 અનુસાર). તેઓ તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં ફેલાયેલા નાના, છૂટાછવાયા વિસ્તારોમાં રહે છે.

Nandhini (left) and Jayaram (right) belong to the Irular tribal community. They have come to Mamallapuram from Bangalamedu to take part in the Maasi Magam festival and will be getting married
PHOTO • Smitha Tumuluru
Nandhini (left) and Jayaram (right) belong to the Irular tribal community. They have come to Mamallapuram from Bangalamedu to take part in the Maasi Magam festival and will be getting married
PHOTO • Smitha Tumuluru

નંદિની (ડાબે) અને જયરામ (જમણે) ઇરુલર આદિવાસી સમુદાયનાં છે. તેઓ ‘માસી માગમ’ ઉત્સવમાં ભાગ લેવા માટે બંગલામેડથી મા મલ્લપુરમ આવ્યાં છે અને અહીં લગ્ન કરવાનાં છે

Every year, in the Tamil month of Maasi, Irulars from across Tamil Nadu gather on the beaches of Mamallapuram where they set up tents made of thin sarees and tarpaulin, held in place using freshly cut stalks from nearby trees
PHOTO • Smitha Tumuluru
Every year, in the Tamil month of Maasi, Irulars from across Tamil Nadu gather on the beaches of Mamallapuram where they set up tents made of thin sarees and tarpaulin, held in place using freshly cut stalks from nearby trees
PHOTO • Smitha Tumuluru

દર વર્ષે, તમિલ માસના માસમાં, સમગ્ર તમિલનાડુના ઇરુલર લોકો મા મલ્લપુરમના દરિયાકિનારા પર ભેગા થાય છે, જ્યાં તેઓ પાતળા સાડીઓ અને તાડપત્રીથી બનેલા તંબુઓ બાંધે છે, જે નજીકના વૃક્ષોમાંથી તાજી કાપેલી દાંડીઓના ટેકે ગોઠવવામાં આવે છે

તમિલ માસ (ફેબ્રુઆરી-માર્ચ) માં ઇરુલર સમુદાયના લોકો કન્ની અમ્માની પૂજા કરવા માટે મા મલ્લપુરમ આવે છે — જે આદિજાતિ દ્વારા પૂજવામાં આવતી સાત કુમારિકા દેવીઓમાંથી એક છે. માગમ એ હિંદુ જ્યોતિષશાસ્ત્રમાં એક તારાનું નામ છે.

જયરામનાં નાની વી. સરોજા કહે છે, “અમારા વડીલો કહે છે કે અમ્મા ગુસ્સે થાય છે અને પછી દરિયામાં ચાલ્યાં જાય છે. પછી આપણે તેમના પાછા આવવા માટે પ્રાર્થના કરવાની હોય છે. તેમનો ગુસ્સો ઓછો થાય એટલે તેઓ ઘરે પરત આવે છે.”

વધુમાં વધુ ચારથી પાંચ દિવસના ટૂંકા રોકાણ દરમિયાન, ઇરુલર લોકો તે પાછાં હઠતાં પાણીમાં માછલીઓ પકડે છે અને નજીકના ઝાડમાં ગોકળગાય, ઉંદરો અથવા પક્ષીઓનો શિકાર કરીને તેમના ભોજન માટેનો ખોરાક મેળવે છે.

શિકાર કરવો, ખાદ્ય છોડની શોધ કરવી અને નજીકના જંગલોમાંથી બળતણ અને ઔષધીય વનસ્પતિઓ એકત્રિત કરવી એ પરંપરાગત ઇરુલર જીવનશૈલીનો મોટો ભાગ રહ્યો છે. (વાંચોઃ બંગલામેડુના વનમાં ચરુની શોધમાં ).

જંગલનું આવરણ બાંધકામ યોજનાઓ અને ખેતરો માટે ઉપયોગમાં લેવાતાં અને તેમની વસાહતોની આસપાસના જંગલો અને સરોવરો સુધી તેમની મર્યાદિત પહોંચના કારણે, ઇરુલર લોકો હવે મોટાભાગે દૈનિક વેતનનાં કામ, ખેતરોમાં મજૂરી, બાંધકામ સ્થળો પર મજૂરી, ઈંટોના ભઠ્ઠાઓ અને મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો, જે ગ્રામીણ પરિવારોને વર્ષમાં 100 દિવસની રોજગારીની બાંયધરી આપે છે) નાં સ્થળો પર નિર્ભર છે. તેમાંના કેટલાકને સાપને પકડવા અને એન્ટિવેનમ (પ્રતિસર્પવિષ) બનાવવા માટેનો પરવાનો મળેલો છે, પરંતુ આવાં કામ મોસમી અને અણધાર્યાં હોય છે.

People taking firewood and stalks of branches (left) to build their temporary homes, and to cook food (right)
PHOTO • Smitha Tumuluru
People taking firewood and stalks of branches (left) to build their temporary homes, and to cook food (right)
PHOTO • Courtesy: TISS Tuljapur

લોકો તેમના કામચલાઉ ઘરો બનાવવા અને ખોરાક રાંધવા માટે (જમણે) બળતણ અને ડાળીઓની દાંડીઓ (ડાબે) લઈને જાય છે

The Irulars are a particularly vulnerable tribal group (PVTG) with an estimated population of around 2 lakhs
PHOTO • Smitha Tumuluru
The Irulars are a particularly vulnerable tribal group (PVTG) with an estimated population of around 2 lakhs
PHOTO • Smitha Tumuluru

ઇરુલર ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) છે, જેની અંદાજિત વસ્તી આશરે 2 લાખ છે

અલમેલુ અહીં ચેન્નાઈના આગામી ઉપનગર મનપાક્કમથી આવ્યા છે, જ્યાં તેઓ કુપ્પ મેડ (કચરાના ઢગલા) પાસે રહે છે. 45 વર્ષીય દૈનિક વેતન કામદાર દર વર્ષે દરિયાકાંઠે 55 કિલોમીટરની મુસાફરી કરીને અમ્મનની પ્રાર્થના કરે છે. તેઓ પડદા તરફ ઈશારો કરતાં કહે છે, “આજુબાજુ જુઓ. અમે હંમેશાં આ રીતે જ જીવતા આવ્યા છીએ. જમીન પર જ. ભલે ને પછી ત્યાં ગરોળી હોય કે સાપ હોય. તેથી જ અમે અમ્મા માટે તરઈ (જમીન અથવા લાદી) પર જ અમારું અર્પણ મૂકીએ છીએ.”

પ્રાર્થના સૂર્યોદયના કેટલાંક કલાકો પહેલા શરૂ થાય છે. જે લોકો વહેલી સવારે ઉઠે છે, તેઓ તંબુઓની ભૂલભુલામણી અને ઊંઘતા લોકો પર પગ ન પડી જાય તેની કાળજી રાખતા રાખતા આગળ વધે છે, અને પૂર્ણ ચંદ્રના પ્રકાશના અજવાળામાં ધીમે ધીમે બીચ તરફ આગળ વધે છે. દરેક પરિવાર તેમનું અર્પણ મૂકવા માટે બીચ પર એક સ્થળ તૈયાર કરે છે.

અલમેલુ કહે છે, “અમે રેતીથી સાત પગથિયાં બનાવીએ છીએ.” દરેક પગથિયા પર, તેઓ દેવી માટે અર્પણ રજૂ છે, જેમાં ફૂલો, નાળિયેર, સોપારીનાં પાંદડા, મમરા અને ગોળથી મીઠા કરેલા ચોખાના લોટનો સમાવેશ થાય છે. જ્યારે અર્પણ પર દરિયાના મોજાઓ તૂટી પડે છે, ત્યારે ઇરુલર લોકો માને છે કે તેમનાં અમ્મા અથવા અમ્મને તેમને ખરેખર આશીર્વાદ આપ્યા છે.

અલમેલુ કહે છે, “અડત્તી કુડતા, યેતુક્કુવા [જો તમે તેમને આદેશ આપો, તો તેઓ તેને સ્વીકારે છે].” દેવીની આસપાસ પ્રદક્ષિણા કરવાનું વિચિત્ર લાગી શકે છે, પરંતુ આ અનન્ય સંબંધ છે જે ઇરુલર લોકોને તેમનાં દેવી સાથે છે. એક ઇરુલર કાર્યકર્તા મનીગંડન સમજાવે છે, “તે તમારી માતાને બોલાવવા જેવું છે. તમે તેમાં ફાવે તેમ કરી શકો છો.”

'Our elders say that amma gets angry and goes away to the sea,' says V. Saroja, Jayaram’s maternal grandmother, 'then we have to pray for her to return.' On the beach, building seven steps in the sand, they place their offering to the goddess Kanniamma, which includes flowers, coconuts, betel leaves, puffed rice and rice flour sweetened with jaggery
PHOTO • Smitha Tumuluru
'Our elders say that amma gets angry and goes away to the sea,' says V. Saroja, Jayaram’s maternal grandmother, 'then we have to pray for her to return.' On the beach, building seven steps in the sand, they place their offering to the goddess Kanniamma, which includes flowers, coconuts, betel leaves, puffed rice and rice flour sweetened with jaggery
PHOTO • Smitha Tumuluru

જયરામનાં નાની વી. સરોજા કહે છે, 'અમારા વડીલો કહે છે કે અમ્મા ગુસ્સે થાય છે અને પછી દરિયામાં ચાલ્યાં જાય છે. પછી અમારે તેમને પાછાં બોલાવવા માટે પ્રાર્થના કરવાની હોય છે.' બીચ પર, રેતીમાં સાત પગથિયાં બનાવીને, તેઓ દેવી કન્ની અમ્માને અર્પણ કરે છે, જેમાં ફૂલો, નાળિયેર, સોપારીનાં પાંદડા, મમરા અને ગોળથી મીઠા કરેલા ચોખાનો લોટનો સમાવેશ થાય છે

ઇરુલર લોકોનું માનવું છે કે ધાર્મિક પૂજા દરમિયાન અમૂક લોકોને દેવીનો વળગાડ થાય છે. ઘણા ભક્તો પરંપરાગત રીતે પીળા અથવા નારંગી રંગનાં વસ્ત્રો પહેરે છે, જેમાં કન્ની અમ્માનો વળગાડ થતો હોવાનું માનવામાં આવે છે. કેટલાક પુરુષો સાડીઓ પહેરે છે અને તેમના માથાને ફૂલોથી શણગારે છે.

તિરુત્તનીના મનીગંડન ઇરુલર કાર્યકર્તા હતા, તેઓ કહે છે, “અમે પૂજારીઓ નથી રાખતા. જે કોઈ પણ અમ્મનના પ્રાણને સ્વીકારવાનું નક્કી કરે છે તે પૂજારી બની જાય છે.” નવેમ્બર, 2023માં અવસાન પામેલા દિવંગત કાર્યકર્તાએ પારીને આમ જણાવ્યું હતું.

જે સવારે નંદિની અને જયરામના લગ્ન થયા (7 માર્ચ, 2023), તે પ્રસંગે દેવીના પ્રાણ ધરાવતી બે મહિલાઓ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને સમારોહની પૂર્ણાહુતિ થઈ હતી. દરિયાકિનારાના પૂજારીઓ લગ્નમાં આશીર્વાદ આપે છે, બાળકોના નામ રાખે છે અને તેમને આશીર્વાદ આપે છે, અને તેમના અરુલવાક્ક દૈવી શબ્દો ઉચ્ચારે છે.

ઇરુલર લોકો, જેઓ પાણીને તેમનાં અમ્મન માને છે, તેઓ તેની પૂજા કરવા માટે તેને ઘરે લઈ જાય છે. તેઓ પ્લાસ્ટિકની બોટલોમાં સમુદ્રમાંથી પાણી લઈ જાય છે, જેને તેઓ તેમના ઘરની આસપાસ છાંટે છે અને જેઓ મુસાફરી કરી શક્યા ન હોય તેમને આપે છે.

દરિયાઈ પવન અને તેમનાં દેવીના આશીર્વાદથી સજ્જ, ઇરુલર લોકો તેમના તંબુઓને લપેટી લે છે. નવદંપતી નંદિની અને જયરામ ખુશીથી ઝૂમી ઉઠે છે. તેઓ લગ્નની યાદોને જીવંત કરવા માટે આ વર્ષે (2024) પાછા ફરવાની યોજના ધરાવે છે. સરોજા કહે છે, “તેઓ બીચ પર રસોઈ કરશે, સમુદ્રમાં સ્નાન કરશે અને મહાબલીપુરમમાં થોડા દિવસો ખુશીથી વિતાવશે.”

Prayers begin several hours before sunrise. Many of the devotees are dressed traditionally in yellow or orange clothes
PHOTO • Smitha Tumuluru

પ્રાર્થના સૂર્યોદયના કેટલાક કલાકો પહેલા શરૂ થાય છે. ઘણા ભક્તો પરંપરાગત રીતે પીળા અથવા નારંગી વસ્ત્રો પહેરે છે

When the waves wash away the offerings, the Irulars believe the goddess has accepted it
PHOTO • Smitha Tumuluru

જ્યારે મોજાઓ પ્રસાદને ધોઈ નાખે છે, ત્યારે ઇરુલર લોકો માને છે કે દેવીએ તે મના અર્પણનો સ્વીકાર કર્યો છે

Men believed to be possessed by the goddess dress up in sarees and adorn their heads with flowers
PHOTO • Smitha Tumuluru

દેવી નું વળગાડ થયું હોવાનું માનવામાં આવતા પુરુષો સાડીઓ પહેરે છે અને તેમના માથાને ફૂલોથી શણગારે છે

Jayaram ties the sacred thread around Nandhini’s neck during the wedding and a woman believed to be possessed by the amman blesses them
PHOTO • Smitha Tumuluru

લગ્ન દરમિયાન જયરામ નંદિનીના ગળામાં પવિત્ર દોરી બાંધે છે અને અમ્મન નાં પ્રાણ ધરાવતી હોવાનું માનવામાં આવતી સ્ત્રી તેમને આશીર્વાદ આપે છે

Priests also name babies and bless them
PHOTO • Smitha Tumuluru

પૂજારીઓ બાળકોના નામ પણ રાખે છે અને તેમને આશીર્વાદ આપે છે

The Irulars believe that anyone possessed by the goddess can become a priest
PHOTO • Smitha Tumuluru

ઇરુલરોનું માનવું છે કે દેવી નાં પ્રાણ ધરાવતી કોઈપણ વ્યક્તિ પૂજારી બની શકે છે

Irulars share an unique relationship with their goddess who they believe to be their mother, and 'order' her to accept their offerings
PHOTO • Smitha Tumuluru

ઇરુલર લોકો તેમ નાં દેવી સાથે એક અનોખો સંબંધ ધરાવે છે, જેને તેઓ તેમની માતા માને છે, અને તેમને તેમના પ્રસાદ સ્વીકારવાનો આદેશ આપે છે

Irulars personify water as their amman and take her home to worship. The water is carried back in plastic bottles, which they will sprinkle around their house and give to those who could not make the journey
PHOTO • Smitha Tumuluru

ઇરુલર લોકો પાણીને તેમ નાં અમ્મન માને છે, અને તેની પૂજા કરવા માટે તેને ઘરે લઈ જાય છે. તેઓ પ્લાસ્ટિકની બોટલોમાં સમુદ્રમાંથી પાણી લઈ જાય છે, જે ને તેઓ તેમના ઘરની આસપાસ છાં ટે છે અને જેઓ મુસાફરી કરી શક્યા ન હોય તેમને આ પે છે

Children playing a modified version of dolkatti (a percussion instrument)
PHOTO • Smitha Tumuluru

ડોલકટ્ટી (એક તાલવાદ્ય) નું સુધારેલું સંસ્કરણ વગાડતા બાળકો

Ayyanar, a pilgrim at the beach, with a twin percussion instrument called kilikattu , handmade by him using two steel pots covered with an acrylic sheet
PHOTO • Smitha Tumuluru

એક્રેલિક શીટથી ઢંકાયેલા સ્ટીલના બે વાસણોનો ઉપયોગ કરીને હાથથી બનાવેલા કિલિકટ્ટુ નામના જોડિયા તાલવાદ્ય સાથે દરિયાકિનારાના તીર્થયાત્રી અય્યનાર

Nandhini on the eve of her wedding
PHOTO • Smitha Tumuluru

તેમના લગ્નની પૂર્વસંધ્યાએ નંદિની

A vendor selling catapults used by the Irulars for hunting birds
PHOTO • Smitha Tumuluru

પક્ષીઓના શિકાર માટે ઇરુલર લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ગ લો લનું વેચાણ કરતો વિક્રેતા

After spending a few days at the beach, the Irulars will wrap up their tents and head home
PHOTO • Smitha Tumuluru

બીચ પર થોડા દિવસો ગાળ્યા પછી, ઇરુલર લોકો તેમના તંબુઓને લપેટીને ઘરે લઈ જાય છે

They hope to return next year to seek the blessings of their amman again
PHOTO • Smitha Tumuluru

તેઓ આશા રાખે છે કે આવતા વર્ષે તેઓ ફરી તેમ નાં અમ્મનના આશીર્વાદ મેળવવા માટે પા છાં ફરશે

અનુવાદક: ફૈઝ મોહંમદ

Smitha Tumuluru

Smitha Tumuluru is a documentary photographer based in Bengaluru. Her prior work on development projects in Tamil Nadu informs her reporting and documenting of rural lives.

Other stories by Smitha Tumuluru
Editor : Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad