વિરોધ પ્રદર્શન કરતી આશાઓને સરકાર તરફથી ફરી એકવાર મળ્યા વાયદા
મહારાષ્ટ્રના 36 જિલ્લાઓમાં હજારો આશા કાર્યકર્તાઓ – મહિલા આરોગ્ય કાર્યકર્તાઓ – વધુ સારા પગાર માટે, તેનું સમયસર વિતરણ થાય તે માટે, અને તે માટે સત્તાવાર આદેશ આપવામાં આવે તે માટે રેલી કાઢી રહ્યાં છે. શહેરના આઝાદ મેદાનમાં તેમનું તાજેતરનું વિરોધ પ્રદર્શન 21 દિવસ સુધી ચાલ્યું હતું અને રાજ્યએ ફરી એક વાર આ મહત્ત્વપૂર્ણ મહિલા આરોગ્ય કર્મચારીઓને ખાતરી આપી હતી કે તેઓ તેમની માંગણીઓને ધ્યાને લેશે. છેલ્લા છ મહિનામાં આ ત્રીજી વખત છે કે સરકારે તેમને ખાતરી આપી હોય, પરંતુ વચનો કાગળોમાંથી બહાર આવતાં નથી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની એક વાર્તા























