કરીમુલ હક પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં ચાના બગીચામાં કામ કરે છે અને તેમની મોટરબાઈકનો ઉપયોગ ઢલાબારી અને અન્ય નજીકના ગામોના લોકોને મફતમાં હોસ્પિટલ અને ક્લિનિક્સમાં લઈ જવા માટે કરે છે. ઢલાબારીથી લગભગ છ કિલોમીટર દૂર ક્રાંતિ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, પરંતુ તેમાં સુવિધાઓ મર્યાદિત છે. આ વિસ્તારમાં નિયમિત ફોર વ્હીલ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ નથી.
કરીમુલની અનોખી ‘બાઈક એમ્બ્યુલન્સ’ અને મોબાઈલ નંબર (તબીબી મદદની જરૂરિયાતવાળા લોકો કૉલ કરી શકે તે માટે) ગામડાઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે, અને તેમની સેવા સ્થાનિક ડૉક્ટરો, પોલીસ કર્મચારીઓ અને બ્લોક અધિકારીઓમાં પણ જાણીતી થઈ છે.




