આજનો દિવસ, ફરી એકવાર, પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા બે કારણસર ઉજવે છે, એક આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ અને બીજી પત્રકારિત્વનની વેબસાઈટમાં સર્વશ્રેષ્ઠ એવી અમારી અનુવાદક ટીમનો દિવસ. જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી- અને જો હું ખોટો હોઉં તો મને જરૂર ટોકજો - PARI એ વિશ્વની સૌથી વધુ બહુભાષી એવી પત્રકારત્વની  વેબસાઇટ છે. 170 અનુવાદકોની અદ્ભુત ટીમનો  આભાર કે PARI 14 ભાષાઓમાં લેખ પ્રકાશિત કરે છે. એવા મીડિયા હાઉસ પણ અવશ્ય છે જે 40 ભાષામાં પ્રકાશન કરે છે. પરંતુ તેમને ત્યાં એક નિશ્ચિત અધિક્રમ હોય છે. કેટલીક ભાષાઓ અન્ય ભાષાઓ કરતાં ઓછી સમાનતા ધરાવતી હોય છે.

ઉપરાંત, અમારા પ્રકાશનનો એક  સિદ્ધાંત છે કે ‘ દરેક ભારતીય ભાષા તમારી ભાષા છે ’. અને આમાં માતૃભાષાઓ વચ્ચે સમાનતાનું સૂચન છે. જો કોઈ લેખ જો  એક ભાષામાં પ્રકાશિત થાય તો એ બાકીની 14માં પ્રકાશિત થવો રહ્યો. આ જ અમારો આદર્શ છે. છત્તીસગઢી આ વર્ષે PARIના ભાષા-પરિવારમાં જોડાઈ છે.  એની પાછળ લાંબી હરોળમાં ભોજપુરી છે.

અમે માનીએ છીએ કે ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવું એ સમગ્ર સમાજ માટે આવશ્યક છે. આ દેશની ભાષાકીય સમૃદ્ધિએ જ પેલી જૂની કહેવતને જન્મ આપ્યો કે, અહીં, જો દર ત્રણ-ચાર ગાઉએ પાણી બદલાય, તો દર 12-15 ગાઉએ બોલી.

પરંતુ હવે આપણે એ કહેવતથી  સંતોષ માનીને બેસી રહેવાય એવું નથી. ખાસ કરીને એવા સમયે નહીં  જ્યારે પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઑફ ઇન્ડિયા કહે છે કે લગભગ 800 જીવંત ભાષાઓ ધરાવતા આ દેશે છેલ્લા 50 વર્ષોમાં 225 ભાષાઓને મૃત્યુ પામતી જોઈ છે. એવા સમયે નહીં જ્યારે યુનાઈટેડ નેશન્સ દાવો કરે છે કે આ સદીના અંત સુધીમાં વિશ્વની 90-95 ટકા ભાષાઓ લુપ્ત થઈ જશે અથવા ગંભીર રીતે જોખમમાં મૂકાઈ જશે. એવા પણ સમયે નહીં જ્યારે સમગ્ર વિશ્વમાં દર પખવાડિયે ઓછામાં ઓછી એક સ્થાનિક ભાષા મરી રહી છે.

A team of PARI translators celebrates International Translation Day by diving into the diverse world that we inhabit through and beyond our languages

જ્યારે કોઈ ભાષા મરી જાય છે, ત્યારે એની સાથે આપણા સમાજનો, સંસ્કૃતિનો, ઇતિહાસનો એક ભાગ પણ  મૃત્યુ પામે છે. તેમજ તેની સાથે સંકળાયેલી સ્મૃતિઓ, સંગીત, પૌરાણિક કથાઓ, ગીતો, વાર્તાઓ, કલા, શ્રાવ્ય વિશ્વ, મૌખિક પરંપરાઓ અને જીવન જીવવાની રીત. એક ભાષાની સાથે નાશ પામે છે એક સમુદાયની ક્ષમતાઓ અને વિશ્વ સાથેનું તેનું  જોડાણ, તેની ઓળખ અને તેનું ગૌરવ. એક ભાષાના જતાંની સાથે જ નષ્ટ થઇ જાય છે  રાષ્ટ્રની - પહેલેથી જ જોખમમાં મુકાયેલી - વિવિધતા. આપણી ઇકોલોજી, આજીવિકા અને લોકશાહી  એ સૌ આપણી ભાષાઓના ભવિષ્ય સાથે જટિલ રીતે જોડાયેલા છે.  ભાષાઓની આ વિવિધતા પહેલાં ક્યારેય આટલી મહામૂલી  લાગી નથી. તેમ છતાં, તેમની પરીસ્થિતિ ક્યારેય વધુ અનિશ્ચિત પણ લાગી નથી.

PARI ભારતીય ભાષાઓની ઉજવણી વાર્તાઓ, કવિતાઓ અને ગીતો દ્વારા કરે છે. તેમજ એના અનુવાદો દ્વારા. ગ્રામીણ ભારતના દૂરદૂરના વિસ્તારોમાં રહેતા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાંથી ઘણા ખજાના અમારી પાસે આવ્યા છે, દરેક પોતાની આગવી ભાષામાં બોલે છે. અમારી સમર્પિત અનુવાદકોની ટીમ આ કામ કરી રહી છે – નવી લિપિ અને નવા રૂઢિપ્રયોગોના આવરણ ઓઢી એક નવા પ્રદેશોમાં, એમના મૂળ સ્થાનની દૂર આ વાર્તાઓને લઇ જાય છે.  આ અનુવાદો માત્ર  ભારતીય ભાષાઓમાંથી અંગ્રેજીમાં થતા એકતરફી અનુવાદ નથી. PARI નું ભાષાકીય બ્રહ્માંડ વિવિધતાની વિશાળ દ્રષ્ટિની આસપાસ ઉભરી રહે છે.

આજે આ દેશની આશ્ચર્યજનક સમૃદ્ધિનું એક નાનકડું પ્રતિનિધિત્વ કરતી  અમારી અનુવાદકોની  ટીમ હાલમાં અમે જે જે ભારતીય ભાષાઓમાં કામ કરીએ છીએ તે બધામાંથી નાનાં નાનાં રત્નો લઈ આવી છે: આસામી, બંગાળી, છત્તીસગઢી, હિન્દી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ. અમે આશા રાખીએ છીએ કે તમે અનેકતામાં આ એકતાનો આનંદ માણશો, તેની વિવિધતાનો આનંદ લેશો.

અહીં ગુજરાતીમાં કવિ સાદિક નૂર પઠાણ લિખિત ‘મુસ્લિમ સમુદાયોમાં બોલતી ગુજરાતી’ એ નિબંધનો એક  અંશ રજૂ કર્યો છે. જે સમગ્ર ગુજરાતમાં અનેક મુસ્લિમ સમુદાયો દ્વારા બોલાતી ગુજરાતી ભાષાની સમૃદ્ધિ રજૂ કરે છે.  એક લાંબી ઐતિહાસિક અને સાહિત્યિક પરંપરાને અનુરૂપ એવું ગુજરાતી ભાષા સાથે અરબી અને ફારસીનું રસપ્રદ મિશ્રણ બતાવે છે.

સાંભળો સાદિકનૂર પઠાણના 'મુસ્લિમ સમુદાયોમાં બોલતી ગુજરાતી' લેખમાંથી કેટલાક અંશોનું પઠન પ્રતિષ્ઠા પંડ્યાના અવાજમાં



મુસ્લિમ સમુદાયોમાં બોલાતી ગુજરાતી

-- સાદિકનૂર પઠાણ

ગુજરાતના ખ્યાતનામ ઉર્દૂ કવિ શ્રી મોહમ્મદ 'અળવી' એમની એક મશહૂર ઉર્દૂ  ગઝલમાં પોતાની 'ગુજરાતીયત' આ રીતે રજુ કરે છે.

પતા નામ ચાહો તો લિખલો મિયાં,
મેરા નામ 'અલ્વી' હૈ, ગુજરાતી છું.

મોહંમદ અલ્વી  ઉર્દૂના પ્રથમ કવિ 'વલી ગુજરાતી' ના વંશજ. વળી ગુજરાતીની ઉર્દૂ રચનાઓમાં પણ ઠેર ઠેર ગુજરાતી શબ્દોનો જે સહજતાથી ઉપયોગ થયો છે તે વલીના ગુજરાતી ભાષા પ્રત્યેનો  પ્રેમ જ દર્શાવે છે.

એવી રીતે ગુજરાતના મુસ્લિમ સૂફીઓ, હજરત શાહુએલી 'ગામધણી', હઝરત પીર,  મોહંમદ શાહ, પીરાણાના હઝરત ઇમામ શાહ  વગેરેએ પોતાના ઉપદેશો કાવ્યસ્વરૂપે 'ગૂજરી' ભાષામાં આપ્યા. ગૂજરી ભાષા ઉર્દૂ-ફારસીની 'નસ્તાલિન' લિપિમાં લખાયેલ હોવાથી કદાચ ગુજરાતી ભાષાના એ પ્રકારને તપાસવામાં નથી આવ્યો, પણ ફારસી-રાઈની અસારવાળી આ ગુજરાતી ભાષા બહુ મીઠડી છે.

ગુજરાતના મુસ્લિમ સમુદાયોમાં ભરૂચ વિસ્તારના ખેડૂત એવા મુસ્લિમ પટેલ (એહમદ પટેલ, અઝીઝ ટંકારવી કે આદમ ટંકારવી જેવા અસંખ્ય) વ્હોરા, ખોજ, મન્સૂરી, ધંધુકા વિસ્તારના  દેસાઈ અને સૌરાષ્ટ્રના મોલેસલામ, ચોપડા, ચાવડા, માંકડ અને અસંખ્ય નાના મોટા સમુદાયો, કબીલાઓ અને કુંટુંબો, જમાતો પોતપોતાના વિસ્તારની છાંટવાળી ગુજરાતી ભાષા બોલે છે, લખે છે, અને એમના રીતરિવાજો અને પરંપરાઓમાં ગજરાતી ભાષાના અનેક રંગ છતાં થાય છે.  આમાંથી વ્હોરા જમાત અને મેમણ સમુદાયની ગુજરાતીનો નમૂનો ચોક્કસ જોઈએ.

પારસીઓની જેમ જ વ્હોરા કોમ પણ ગુજરાતી ભાષાને જ વરેલી છે અને દુનિયાના કોઈ પણ ખૂણે વસે, ગુજરાતી જ બોલે. એટલી હદ સુધી કે એમના ધાર્મિક આમંત્રણ પાત્રોમાં લિપિ અરબી હોય પણ ભાષા ગુજરાતી જ હોય. અહીં એક નમૂનો રજૂ કર્યો છે, જેમાં અરબી લિપિમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ  છે.

વ્હોરા જમાતની એક નિમંત્રણ પત્રિકામાં અરબી લિપિમાં ગુજરાતી ભાષા.

[મોહતરમ ભાઈ/બ્હેન, બાદ સલામુલ જમીલ ...હરીસ મુબારકની મજલિસ મએ તઆમ મનુઅકદ  કીદી છે. અહનું આપના યહાં ઈજન પેશ કરીએ છીએ, જે કબૂલ ફરમાવી લિબાલુસ અનવરમાં પધારી હમારી ખુશીમાં શામિલ થવા ઈલ્ટીમાંસ છે – વસ્સલામ]

લેખક: સાદિકનૂર પઠાણ
આ લેખ ' લેખક અને લેખન ' ના ઓક્ટોબર 2012ના અંક નં. 51 માં ગુજરાતી લેખક મંડળ દ્વારા પ્રકાશિત થયેલ છે.

P. Sainath

ପି. ସାଇନାଥ, ପିପୁଲ୍ସ ଆର୍କାଇଭ୍ ଅଫ୍ ରୁରାଲ ଇଣ୍ଡିଆର ପ୍ରତିଷ୍ଠାତା ସମ୍ପାଦକ । ସେ ବହୁ ଦଶନ୍ଧି ଧରି ଗ୍ରାମୀଣ ରିପୋର୍ଟର ଭାବେ କାର୍ଯ୍ୟ କରିଛନ୍ତି ଏବଂ ସେ ‘ଏଭ୍ରିବଡି ଲଭସ୍ ଏ ଗୁଡ୍ ଡ୍ରଟ୍’ ଏବଂ ‘ଦ ଲାଷ୍ଟ ହିରୋଜ୍: ଫୁଟ୍ ସୋଲଜର୍ସ ଅଫ୍ ଇଣ୍ଡିଆନ୍ ଫ୍ରିଡମ୍’ ପୁସ୍ତକର ଲେଖକ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ପି.ସାଇନାଥ
Illustration : Labani Jangi

ଲାବଣୀ ଜାଙ୍ଗୀ ୨୦୨୦ର ଜଣେ ପରୀ ଫେଲୋ ଏବଂ ପଶ୍ଚିମବଙ୍ଗ ନଦିଆରେ ରହୁଥିବା ଜଣେ ସ୍ୱ-ପ୍ରଶିକ୍ଷିତ ଚିତ୍ରକର। ସେ କୋଲକାତାସ୍ଥିତ ସେଣ୍ଟର ଫର ଷ୍ଟଡିଜ୍‌ ଇନ୍‌ ସୋସିଆଲ ସାଇନ୍ସେସ୍‌ରେ ଶ୍ରମିକ ପ୍ରବାସ ଉପରେ ପିଏଚଡି କରୁଛନ୍ତି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Labani Jangi
Translator : Pratishtha Pandya

ପ୍ରତିଷ୍ଠା ପାଣ୍ଡ୍ୟା ପରୀରେ କାର୍ଯ୍ୟରତ ଜଣେ ବରିଷ୍ଠ ସମ୍ପାଦିକା ଯେଉଁଠି ସେ ପରୀର ସୃଜନଶୀଳ ଲେଖା ବିଭାଗର ନେତୃତ୍ୱ ନେଇଥାନ୍ତି। ସେ ମଧ୍ୟ ପରୀ ଭାଷା ଦଳର ଜଣେ ସଦସ୍ୟ ଏବଂ ଗୁଜରାଟୀ ଭାଷାରେ କାହାଣୀ ଅନୁବାଦ କରିଥାନ୍ତି ଓ ଲେଖିଥାନ୍ତି। ସେ ଜଣେ କବି ଏବଂ ଗୁଜରାଟୀ ଓ ଇଂରାଜୀ ଭାଷାରେ ତାଙ୍କର କବିତା ପ୍ରକାଶ ପାଇଛି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Pratishtha Pandya