ઘઉંના પાકને પાણી આપવામાં સમય થઇ ગયો હતો. અને સબરન સિંહને આ મહત્વનું પગલું ચૂકી જવાનું પોસાય એમ નથી. માટે તેઓ ડીસેમ્બરના પહેલા અઠવાડિયામાં સિંઘુથી નીકળ્યા, અને હરિયાણા-દિલ્લી સરહદ પર, પંજાબમાં આવેલા એમના ગામમાં પરત ફર્યા.

પરંતુ તેઓ પ્રદર્શન સ્થળને છોડવાના નથી, તેઓ અહિં ૨૬ નવેમ્બરથી અડગતાથી રોકાયા છે. થોડાક દિવસો પછી, તેઓ ૨૫૦ કિલોમીટર દૂર ખંત ગામમાં આવેલ એમના ૧૨ એકર ખેતરમાંથી સિંઘુ પરત ફર્યા. આ ૭૦ વર્ષીય ખેડૂત કહે છે કે, “આવું કરવા વાળો હું એકલો જ નથી. અહિં ઘણાં લોકો પ્રદર્શન સ્થળ અને ગામ વચ્ચે વારાફરતી બદલાતા રહે છે.”

આ ખેડૂતોએ અમલમાં મુકેલી રીલે પદ્ધતિ સિંઘુ સરહદ પર લોકોની મોટી સંખ્યા જાળવી રાખે છે, અને સાથે-સાથે ઘરે એમની ખેતીની પણ અવગણના નથી થતી.

સબરન નવેમ્બર-ડીસેમ્બરના સમયગાળાની વાત કરતા કહે છે કે, “આ ઘઉંની વાવણી કરવાનો સમય છે. જ્યારે હું બહાર હતો ત્યારે ગામના મારા દોસ્તો મારા બદલે સિંધુમાં બેઠા હતા.”

ઘણા પ્રદર્શનકારીઓ આ રીતની અવરજવર કરી રહ્યા છે. સબરન કે જેઓ માજી સૈનિક છે તેઓ કહે છે કે, “અમારા માંથી ઘણાં લોકો પાસે ગાડીઓ છે. આ ગાડીઓ ગામથી અહિં અને અહિં થી ગામમાં ફરતી રહે છે. પણ આ ગાડીઓ ક્યારેય ખાલી નથી આવતી. જો અહિં ચાર લોકો આવે, તો અન્ય ચાર લોકો એ જ ગાડીમાં ઘરે જાય છે.”

'The cars keep going back and forth from here to our villages. If four people are dropped there, four others come back in the same car', says Sabaran Singh
PHOTO • Parth M.N.
'The cars keep going back and forth from here to our villages. If four people are dropped there, four others come back in the same car', says Sabaran Singh
PHOTO • Parth M.N.

સબરન સિંહ કહે છે કે, ‘અહિં થી અમારા ગામોમાં ગાડીઓની અવરજવર ચાલુ રહે છે. જો અહિં ચાર લોકો આવે, તો અન્ય ચાર લોકો એ જ ગાડીમાં ઘરે જાય છે’

તે બધા સંઘુ, કે જે દેશની રાજધાની અને એની આસપાસ થઇ રહેલા પ્રદર્શન સ્થળોમાંથી એક છે, અને જ્યાં દસેક હાજર ખેડૂતો ૨૦૨૦ના સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે સંસદમાં નવા કાયદાઓ પસાર કાર્ય તેના વિરોધમાં ૨૬ નવેમ્બરથી પ્રદર્શન કરી રહ્યા છે, ત્યાં ભેગા થાય છે.

સંઘુ ખાતેના પ્રદર્શનો – ઉત્તર દિલ્લીના બહારના ભાગમાં, હરિયાણા સરહદ પાસે – સૌથી વિશાળ છે, જ્યાં ૩૦,૦૦૦થી પણ વધારે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ જ્યાં સુધી કાયદા પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી પ્રદર્શન કરવા કટિબદ્ધ છે.

જ્યારે તેઓ ફતેહગઢ સાહિબ જીલ્લાના ખામાનોન તાલુકામાં આવેલ પોતાના ગામમાં હતા, ત્યારે સબરને લગ્ન સમારંભમાં ભાગ લીધો, બેન્કની ઔપચારિકતાઓ પૂરી કરી અને નવા કપડા પહેર્યા. “અમારી પાસે અહિં બધી સુવિધાઓ છે,” તેઓ પોતાના ગોદડા નીચે પાથરેલો ચારો બતાવતા કહે છે. “એ ગરમાવો રાખવામાં મદદ કરે છે. વધુમાં, અહિં વીજળી, પાણી અને બ્લેન્કેટ પણ છે. બાથરૂમ માટે પણ કોઈ તકલીફ નથી. અમારી પાસે છ મહિના કરતા વધુ સમય સુધી ચાલે એટલો રાશનનો જથ્થો છે.”

ઘઉં અને ડાંગરના ખેડૂત તરીકે, સબરન મુખ્યત્વે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત મંડીઓ કે જ્યાંથી એમ.એસ.પી. [ન્યુનતમ સમર્થન કિંમત] વાળા પાકની ખરીદી કરવામાં આવે છે તેને દૂર કરનારા કાયદાથી નારાજ છે. પંજાબ અને હરિયાણામાં ઘઉં અને ચાવલની ખરીદી માટે દેશના કોઈ પણ વિસ્તાર કરતા અહિં સૌથી અસરકારક વ્યવસ્થા છે, અને આજ કારણે આ આ કાયદાઓનો વિરોધ કરનારા ખેડૂતો મુખ્યત્વે આજ વિસ્તારના છે. સબરન કહે છે કે, “જ્યારે ખાનગી કંપનીઓ આવશે, ત્યારે તેમની ઈજારાશાહી ચાલુ થઇ જશે. ખેડૂતો કશું કહી શકશે નહીં, અને આ કાયદાઓ અંતર્ગત મોટા નિગમો શરતો બનાવશે અને અમલ કરાવશે.”
Left: Hardeep Kaur (second from left) says, 'We will go back  for a while when he [an employee looking after their farmland] needs us there. We will be replaced by someone here for that duration'. Right: Entire families at Singhu are engaged in this rotation
PHOTO • Parth M.N.
Left: Hardeep Kaur (second from left) says, 'We will go back  for a while when he [an employee looking after their farmland] needs us there. We will be replaced by someone here for that duration'. Right: Entire families at Singhu are engaged in this rotation
PHOTO • Parth M.N.

ડાબે: હરદીપ કૌર (ડાબેથી દ્વિતીય) કહે છે, ‘અમે જ્યારે એને [ખેતરમાં નોકરી કરતા ખેડૂતને ] જરૂર પડે ત્યારે ત્યાં જઈએ છીએ. એ દરમિયાન બીજું કોઈ અમારી બદલે અહિં આવશે.’ જમણે: સિંઘુમાં આ વારામાં આખાને આખા પરિવારો ભાગ લે છે

આ કાયદાઓ સૌપ્રથમ પાંચ જુને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યા, પછી ૧૪ સપ્ટેમ્બરે સંસદમાં ખરડા તરીકે રજુ કરવામાં આવ્યા અને એ જ મહિનાની ૨૦ તારીખે આ સરકાર દ્વારા ઉતાવળે મંજૂરી આપીને કાયદો બનાવી દેવામાં આવ્યા. ખેડૂતો આ કાયદાઓને પોતાની આજીવિકા માટે ખતરા રૂપે જોઈ રહ્યા છે કેમ કે કાયદો મોટા નિગમોને ખેડૂતો અને ખેતી ઉપર વધારે સત્તા પ્રદાન કરશે. તેઓ ન્યુનતમ સમર્થન કિંમત, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, રાજ્ય દ્વારા થતી ખરીદી પ્રક્રિયાને કમજોર કરી નાખશે.

ખેડૂતો જે કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે તે: કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020 ; કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020 ; અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020 છે. આ કાયદાઓનો વિરોધ એટલા માટે પણ થઇ રહ્યો છે કારણ કે આનાથી દરેક ભારતીયને અસર થશે. આ ભારતના બંધારણની કલમ ૩૨માં દરેક નાગરિકને આપેલ કાયદાકીય ઉપચારની જોગવાઈને અવગણે છે.

સબરન કહે છે કે, “આ લુંટારાઓની સરકાર છે. આવનારા દિવસોમાં વધુને વધુ લોકો અમારી સાથે જોડાશે. પ્રદર્શન હજુ પણ મોટું થશે.”

આ બધાં સાથે તાજેતરમાં જોડાયેલ પ્રદર્શનકારી છે ૬૨ વર્ષીય હરદીપ કૌર, કે જેઓ સિંધુમાં ડીસેમ્બરના ત્રીજા અઠવાડીયે આવ્યા. “મારા બાળકોએ મને પ્રદર્શનમાં શામેલ થવાનું કહ્યું,” તેઓ ઉત્તરના શિયાળાની સખત ઠંડીમાં એમની ત્રણ સહેલીઓ સાથે ખાટલા પર બેસીને કહે છે.

કૌર અહિં સંઘુથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર આવેલ લુધિયાણાના જગરાઓ તાલુકાથી આવ્યાં છે. તેમનાં બાળકો ઓસ્ટ્રેલિયામાં રહે છે, તેમની દીકરી નર્સ તરીકે ફરજ બજાવે છે, અને દીકરો ફેક્ટરીમાં કામ કરે છે. તેઓ કહે છે કે, “તેઓ સમાચાર પર ખુબજ ધ્યાન આપી રહ્યા છે. તેમણે અમને અહિં આવવા માટે પ્રોત્સાહિત કર્યા. અમે જ્યારે અહિં આવવાનું નક્કી કર્યું ત્યારે અમે કોરોનાથી ડર્યા નહોતા.”

પ્રદર્શન સ્થળે પ્રદર્શનકારીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોવીડ-૧૯ કરતા પણ મોટો વાઈરસ હોવાનું કહે છે.

PHOTO • Parth M.N.

શમશેર સિંહ (ઉપર ડાબે, મધ્યમાં) નોંધે છે કે ગામમાં ખેડૂતો અને મદદગારોની બેકઅપ આર્મી (એમનો વારો આવવાની વાટ જોઈ રહેલાં) લોકો, ભલે સિંઘુમાં ના દેખાય, પરંતુ તેઓ પણ પ્રદર્શનકારીઓ છે

કૌર અને એમના પતિ જોરા સિંહ જ્યારે પ્રદર્શનમાં વ્યસ્ત છે, ત્યારે તેમણે નોકરી પર રાખેલો એક ખેડૂત તેમની ૧૨ એકર જમીન કે જ્યાં તેઓ ઘઉં અને ચાવલ ઉગાવે છે તેનું ધ્યાન રાખે છે. તેઓ કહે છે કે, “અમે જ્યારે એને જરૂર પડે ત્યારે ત્યાં જઈએ છીએ. એ દરમિયાન બીજું કોઈ અમારી બદલે અહિં [સંઘુમાં] આવશે. અમે ઘરે જવા માટે ગાડી ભાડે કરીશું. એજ ગાડી ગામમાંથી કોઈને અહિં લઈને આવશે.”

જેઓને ગાડીથી મુસાફરી કરવી પોસાય એમ નથી તેઓ બસમાં મુસાફરી કરે છે. ખેડૂતો એમના ટ્રેકટર-ટ્રોલી પણ અહિં લાવ્યા છે, પણ તે અહિંથી ક્યાંય જતા નથી, ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જીલ્લાના શિવપુરી ગામમાં ચાર એકર શેરડીના ખેતરના માલિક ૩૬ વર્ષીય શમશેર સિંહ કહે છે. “ટ્રેકટરો દર્શાવે છે કે અમે હજુ જંગનું મેદાન છોડ્યું નથી. તે સંઘુમાં જ રહે છે.”

જ્યારે શમશેર સંઘુમાં છે, ત્યારે એમના ગામમાં શેરડીનો પાક લણવામાં આવી રહ્યો છે. તેઓ ઉમેરે છે, “હું અહિં હજુ થોડાક દિવસ સુધી રોકાઇશ. જ્યારે હું પરત ફરીશ, ત્યારે મારો ભાઈ મારી જગ્યા લેશે. તે અત્યારે શેરડીનો પાક લણી રહ્યો છે. ખેતી કોઈના માટે રાહ નથી જોતી. કામ હંમેશા ચાલુ રહેવું જોઈએ.”

શમશેર નોંધે છે કે ગામમાં ખેડૂતો અને મદદગારોની બેકઅપ આર્મી (એમનો વારો આવવાની વાટ જોઈ રહેલાં) લોકો, ભલે સિંઘુમાં ના દેખાય, પરંતુ તેઓ પણ પ્રદર્શનકારીઓ છે. તેઓ કહે છે કે, “આ પ્રદર્શનમાં ભાગ લેવા ,માટે ઘણા લોકોએ પોતાના ઘર છોડી દીધા છે. પરંતુ દરેકની પાસે ખેતરોનું ધ્યાન રાખવા માટે પરિવાર કે અન્ય મદદગાર નથી હોતું. આ માટે ગામમાં રહેલા ખેડૂતો બમણું કામ કરે છે, અને [તેમની પોતાની જમીન અને] જે લોકો સિંધુમાં કે અન્ય પ્રદર્શન સ્થળે છે તેમની જમીન વાવે છે. તેઓ પણ પ્રદર્શનનો ભાગ છે. તેઓ ફક્ત શારીરિક રીતે અહિં હાજર નથી.”

ફૈઝ મોહંમદ

Parth M.N.

पार्थ एम एन हे पारीचे २०१७ चे फेलो आहेत. ते अनेक ऑनलाइन वृत्तवाहिन्या व वेबसाइट्ससाठी वार्तांकन करणारे मुक्त पत्रकार आहेत. क्रिकेट आणि प्रवास या दोन्हींची त्यांना आवड आहे.

यांचे इतर लिखाण Parth M.N.
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

यांचे इतर लिखाण Faiz Mohammad