આ એક કવિતા જ છે કે જેમાં આપણે ખરા અર્થમાં સંપૂર્ણપણે જીવીએ છીએ; એની પંક્તિઓમાં આપણે અનુભવીએ છીએ એ સૌ પીડા જે મનુષ્ય અને સમાજ વચ્ચે આપણે ઊભી કરેલી ને વિસ્તરતી જતી તિરાડોમાંથી ઉદ્ભવે છે. આ એ જગ્યા છે જ્યાં આપણી  નિરાશા, નિંદા, પ્રશ્ન, સરખામણી, યાદો, સપના, શક્યતાઓ બધાને વાચા મળે છે. અહીંથી જ પસાર થાય છે એ રસ્તો જે આપણા મુખ્ય દરવાજાની આગળ, પાછળ એમ બંને બાજુએ થઈને લઈ જાય છે આપણને આપણી અંદર અને બહાર. અને એટલે જ જ્યારે આપણે કવિતા સાંભળવાનું બંધ કરીએ છીએ, ત્યારે આપણે એક વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે આપણી સહાનુભૂતિની ક્ષમતા ગુમાવીએ છીએ.

અહીં રજૂ કરીએ છીએ દેવનાગરી લિપિનો ઉપયોગ કરીને જિતેન્દ્ર વસાવાની મૂળ દેહવાલી ભીલીમાં લખાયેલી આ  કવિતા.

સાંભળો જિતેન્દ્ર વસાવાના અવાજમાં દેહવાલી ભીલીમાં એમણે લખેલી કવિતા

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા કવિતાના અંગ્રેજી અનુવાદનું પઠન

कविता उनायां बोंद की देदोहो

मां पावुहूं! तुमुहुं सोवता पोंगा
बाठे बांअणे बोंद की लेदेहें
खोबोर नाहा काहा?
तुमां बारे हेरां मोन नाहां का
बारे ने केड़ाल माज आवां नाह द्याआ
मान लागेहे तुमुहूं कविता उनायां बोंद की देदोहो
मांय उनायोहो
दुखू पाहाड़, मयाल्या खाड़्या
इयूज वाटे रीईन निग्त्याहा
पेन मां पावुहूं! तुमुहुं सोवता पोंगा
बाठे बांअणे बोंद की लेदेहें
खोबोर नाहा काहा?
तुमां बारे हेरां मोन नाहां का
बारे ने केड़ाल माज आवां नाह द्याआ मोन
मान लागेहे तुमुहूं कविता उनायां बोंद की देदोहो

पेन मां पावुहू!
तुमुहू सौवता डोआं खुल्ला राखजा मासां होच
बास तुमुहू सोवताल ता ही सेका
जेहकी हेअतेहे वागलें लोटकीन सौवताल
तुमुहू ही सेका तुमां माजर्या दोर्याले
जो पुनवू चादू की उथलपुथल वेएत्लो
तुमुहू ही सेका का
तुमां डोआं तालाय हुकाय रियिही
मां पावुहू! तुमनेह डोगडा बी केहेकी आखूं
आगीफूंगा दोबी रेताहा तिहमे
तुमुहू कोलाहा से कोम नाहाँ
हाचो गोग्यो ना माये
किही ने बी आगीफूंगो सिलगावी सेकेह तुमनेह
पेन मां पावुहूं! तुमुहुं सोवता पोंगा
बाठे बांअणे बोंद की लेदेहें
खोबोर नाहा काहा?
तुमां बारे हेरां मोन नाहां का
बारे ने केड़ाल माज आवां नाह द्याआ मोन
मान लागेहे तुमुहूं कविता उनायां बोंद की देदोहो

तुमुहू जुगु आंदारो हेरा
चोमकुता ताराहान हेरा
चुलाते नाहां आंदारारी
सोवताला बालतेहे
तिया आह्लीपाहली दून्या खातोर
खूब ताकत वालो हाय दिही
तियाआ ताकात जोडिन राखेहे
तियाआ दुन्याल
मां डायी आजलिही जोडती रेहे
तियू डायि नोजरी की
टुटला मोतिई मोनकाहाने
आन मां याहकी खूब सितरें जोडीन
गोदड़ी बोनावेहे, पोंगा बाठा लोकू खातोर
तुमुहू आवाहा हेरां खातोर???
ओह माफ केअजा, माय विहराय गेयलो
तुमुहुं सोवता पोंगा
बाठे बांअणे बोंद की लेदेहें
खोबोर नाहा काहा?
तुमां बारे हेरां मोन नाहां का
बारे ने केड़ाल माज आवां नाह द्याआ मोन
मान लागेहे तुमुहूं कविता उनायां बोंद की देदोहो

તેં કવિતા સાંભળવાનું છોડી દીધું છે એટલે

અરે ભલા માણસ, મને સમજાતું નથી કે શા માટે
તેં આમ તારા ઘરના બધાં બારણાં વાસી દીધા છે.
તારી નજર બહાર ના પહોંચી જાય એમ કરીને?
કે પછી બહારથી કંઈ અંદર ના ઘૂસી જાય એ બીકે?
મને લાગે છે તેં કવિતા સાંભળવાનું છોડી દીધું છે.
મેં સાંભળ્યું છે કે
પેલા દુઃખના મોટા ડુંગર ને વ્હાલની વહેતી નદીઓ
બધું અહીંયાં જ છે
પણ ખબર નહીં કેમ તેં તારા ઘરના
બધા દરવાજા બંધ કરી દીધા છે.
તારી નજર બહાર ના પહોંચી જાય એમ કરીને?
કે પછી બહારથી કંઈ અંદર ના ઘૂસી જાય એ બીકે?
મને લાગે છે તેં કવિતા સાંભળવાનું છોડી દીધું છે.

અરે ભાઈ! માછલીની જેમ ખુલ્લી રાખ તારી આંખો
જેથી તું જોઈ શકે જાતને
ઘુવડની જેમ લટકીને જો
તારી અંદર ઘૂઘવતો એક સાગર,
જે પૂનમના ભૂખરા ચાંદાને જોઈને
વ્યાકુળ થઇ જતો ક્યારેક
તારી આંખોના સરોવર સૂકાઈ ચૂક્યા છે.
પણ, અરે ભાઈ, તને પથરો પણ તો ના કહી શકું.
કેમનો કહું? અરે, પથ્થરની અંદર પણ આગ છૂપાયેલી હોય છે.
તું તો કોલસો છું
સાચી વાત કે નહીં?
ક્યાંયથી આવેલી કોઈપણ ઝાળ
તને ભડભડ બાળી શકે છે
પણ ભલા માણસ, તું તો ખબર નહીં કેમ
તારા ઘરના બધા દરવાજા બંધ કરીને બેઠો છે.
તારી નજર બહાર ના પહોંચી જાય એમ કરીને?
કે પછી બહારથી કંઈ અંદર ના ઘૂસી જાય એ બીકે?
મને લાગે છે તેં કવિતા સાંભળવાનું છોડી દીધું છે.

આ જો ઘેરાતો અંધકાર આકાશમાં
અને જો એમાં ચમકતા તારલા
એમને ડર નથી અંધકારનો
નથી આદરી લડત એમણે અંધકાર સામે
તેઓ બસ પ્રગટાવી જાણે છે જાતને
જેથી એમની આસપાસનું જગત પ્રકાશી રહે.
આ મહાશક્તિશાળી સૂરજ
એની શક્તિ જોડીને રાખે છે આ વિશ્વને
મારી ઘરડી દાદી
એની ધૂંધળી, નબળી આંખે
પરોવ્યા કરતી તૂટેલી માળાના મણકા
અને મારી મા ફાટેલા કપડાના ટુકડા ભેગા કરી કરી
સીવતી અમને સૌને હૂંફ આપે એવી ગોદડીઓ
આવો, આવશો જોવા?
અરે હું તો ભૂલી ગયો
તમે તો ઘરના બધાં બારણાં બંધ કરી દીધા છે,
ખબર નહીં કેમ.
તારી નજર બહાર ના પહોંચી જાય એમ કરીને?
કે પછી બહારથી કંઈ અંદર ના ઘૂસી જાય એ બીકે?
મને લાગે છે તેં કવિતા સાંભળવાનું છોડી દીધું છે.

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Jitendra Vasava

گجرات کے نرمدا ضلع کے مہوپاڑہ کے رہنے والے جتیندر وساوا ایک شاعر ہیں، جو دیہوَلی بھیلی میں لکھتے ہیں۔ وہ آدیواسی ساہتیہ اکادمی (۲۰۱۴) کے بانی صدر، اور آدیواسی آوازوں کو جگہ دینے والے شاعری پر مرکوز ایک رسالہ ’لکھارا‘ کے ایڈیٹر ہیں۔ انہوں نے آدیواسی زبانی ادب پر چار کتابیں بھی شائع کی ہیں۔ وہ نرمدا ضلع کے بھیلوں کی زبانی مقامی کہانیوں کے ثقافتی اور تاریخی پہلوؤں پر تحقیق کر رہے ہیں۔ پاری پر شائع نظمیں ان کے آنے والے پہلے شعری مجموعہ کا حصہ ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Jitendra Vasava
Illustration : Manita Kumari Oraon

منیتا اوراؤں، جھارکھنڈ کی فنکار ہیں اور آدیواسی برادریوں سے متعلق سماجی و ثقافتی اہمیت کے موضوع پر مورتیاں اور پینٹنگ بناتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Manita Kumari Oraon
Editor : Pratishtha Pandya

پرتشٹھا پانڈیہ، پاری میں بطور سینئر ایڈیٹر کام کرتی ہیں، اور پاری کے تخلیقی تحریر والے شعبہ کی سربراہ ہیں۔ وہ پاری بھاشا ٹیم کی رکن ہیں اور گجراتی میں اسٹوریز کا ترجمہ اور ایڈیٹنگ کرتی ہیں۔ پرتشٹھا گجراتی اور انگریزی زبان کی شاعرہ بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pratishtha Pandya