મેરાજુદ્દીન કહે છે કે “ઇતિહાસ, પછી એ દેશનો હોય, ભાષાનો, કે  ધર્મનો, એ હંમેશા રાજાઓ, સરદારો અને નેતાઓના કાર્યોથી ભરેલો છે. સામાન્ય લોકોનું એમાં કોઈ ખાસ સ્થાન નથી, જો કે સાચો ઇતિહાસ તે સૌથી બહાર ભાગ્યે જ અસ્તિત્વ ધરાવે છે. સામાન્ય લોકો જ છે જે દેશનું નિર્માણ કરે છે, ભાષાઓને અસ્તિત્વમાં લાવે છે અને ધર્મોનો પ્રચાર બનાવે છે. પરંતુ સમયની સાથે ગણ્યાગાંઠ્યા  શક્તિશાળી લોકો તેની માલિકી મેળવે છે,” , કુનો નેશનલ પાર્કની હદ પાસે રહેતા અને પાર્કમાં અને તેની આસપાસના સમુદાયો સાથે નજીકથી કામ કરી રહેલા, આ કવિ  જંગલના લોકોને જે રીતે એમની નાગરિકતાનાથી વંચિત કરી દેવામાં આવે છે તેના સાક્ષી રહ્યા છે અને સામાન્ય લોકોની એ પીડા તેમણે કવિતાઓમાં વ્યક્ત કરી છે.

મેરાજુદ્દીન સૈયદની ઉર્દૂ કવિતા સાંભળો તેમના પોતાના અવાજમાં

પ્રતિષ્ઠા પંડ્યાના અવાજમાં સાંભળો આ કવિતાનો અંગ્રેજી અનુવાદ

સાંભળો, કારણ  હું હજી જીવું છું

ઓ મંદિર ને મસ્જિદના રખેવાળો
ઓ દેશ ને ભાષાના સરદારો
સાંભળો, કારણ  હું હજી જીવું છું.

ઓ મુગટ ધારણકારનારાઓ
ઓ હાથમાં ત્રાજવાં લઇ ન્યાય કરવાવાળાઓ
ન્યાય ને રક્ષણનો અર્થ પણ તમે ભૂલી ચૂક્યા છો
તમે નોટો પર નંબર છાપો છો
પણ માણસનું મૂલ્ય વિસરી ચૂક્યા છો
પણ સાવધાન! હું હજી જીવું છું.

માનું છું કે આ શરીર સાથ નથી આપી રહ્યું
હા, પેટમાં ભૂખની આગ છે
ને મારી શોષાઈ ગયેલી શિરાઓમાં
પાણીનું એક બુંદ નથી
પણ હા, હું લઉં છું શ્વાસ
ઊભા રહો! કારણ હું હજુ જીવું છું
સાંભળો, કે હું હજીય જીવું છું

ઓ કાયદાના ઘડવૈયાઓ, ઓ જગત કાજીઓ
ઓ બુદ્ધિજીવીઓ, તમે સૌ જે ચલાવી જાણો છો કલમ
બંધ કરો આ બડબડાટ, "હું જાણું, હું જાણું છું" ના હોંકારા
તમે પૈસા માટે રડનારા ધૂતારાઓ
બંધ કરો આ નાટક, આ કકળાટ
પાડ માનો, કે હું હજુ જીવું છું
સાંભળો, કે હું હજીય જીવું છું

કોણ ઘડે છે આ કાયદા અર્થશાસ્ત્રોના?
કોણ લખે છે નિયમો રાજકારણના
જેમાં તમે જ રાજા, ને છો તમે જ દેવ?
કોનું તોફાન છે આ બધાં પ્રકરણો?
લખો, કે હું હજુ જીવું છું.
સાંભળો, કે હું હજીય જીવું છું.

છો રહ્યા તમે ધર્મગુરુઓ
પણ પયગંબર ને કાબા બંને મારા છે.
આ મંદિર મારું છે, અને ભગવાન પણ મારો છે.
ગુરુદ્વારા ને દેવળ મારા છે.
નીકળો અહીંથી, હું હજુ જીવું છું
સાંભળો, કે હું હજુય જીવું છું.

જાઓ કહીદો એ રાજાઓને
એ જમીનદારોને, મંત્રીઓને
અને એ બધા સંસ્કૃતિના વિનાશકર્તાઓ, હિંસા ફેલાવનારોને
જાઓ કહીદો એ નિર્લજ્જ રાજકારણીઓને
કે હું હજી જીવું છું
સાંભળો કે હું હજુય જીવું છું.

(original)  سن لو کہ ابھی میں زندہ ہوں

اے دیر و حرم کے مختارو
اے ملک و زباں کے سردارو
سن لو کہ ابھی میں زندہ ہوں

اے تاج بسر میزان بکف
تم عدل و حمایت بھول گئے
کاغذ کی رسیدوں میں لکھ کر
انسان کی قیمت بھول گئے
لکھو کہ ابھی میں زندہ ہوں

سن لو کہ ابھی میں زندہ ہوں

مانا کہ طبیعت بھاری ہے
اور بھوک بدن پر طاری ہے
پانی بھی نہیں شریانوں میں
پر سانس ابھی تک جاری ہے
سنبھلو کہ ابھی میں زندہ ہوں

سن لو کہ ابھی میں زندہ ہوں

اے شاہ سخن فرزانہ قلم
یہ شورش دانم بند کرو
روتے بھی ہو تم پیسوں کے لیے
رہنے دو یہ ماتم بند کرو
بخشو کہ ابھی میں زندہ ہوں

سن لو کہ ابھی میں زندہ ہوں

آئین معیشت کس نے لکھے
آداب سیاست کس نے لکھے
ہے جن میں تمہاری آغائی
وہ باب شریعت کس نے لکھے
لکھو کہ ابھی میں زندہ ہوں

سن لو کہ ابھی میں زندہ ہوں

اے پند گران دین و دھرم
پیغمبر و کعبہ میرے ہیں
مندر بھی مرے بھگوان مرے
گرودوارے کلیسا میرے ہیں
نکلو کہ ابھی میں زندہ ہوں

سن لو کہ ابھی میں زندہ ہوں

کہہ دو جا کر سلطانوں سے
زرداروں سے ایوانوں سے
پیکار تمدّن کے حامی
بے ننگ سیاست دانوں سے
کہہ دو کہ ابھی میں زندہ ہوں

سن لو کہ ابھی میں زندہ ہوں

ઉર્દુમાંથી ગુજરાતી અનુવાદ પ્રતિષ્ઠા પંડ્યા

Poem and Text : Syed Merajuddin

ସଇଦ ମେରାଜୁଦ୍ଦିନ ଜଣେ କବି ଓ ଶିକ୍ଷକ। ସେ ମଧ୍ୟପ୍ରଦେଶର ଅଗରାରେ ରହନ୍ତି ଓ ଆଧାରଶିଳା ଶିକ୍ଷା ସମିତି ନାମକ ଅନୁଷ୍ଠାନର ଯୁଗ୍ମ ପ୍ରତିଷ୍ଠାତା ଓ ସମ୍ପାଦକ। ଏହି ଅନୁଷ୍ଠାନ ପକ୍ଷରୁ କୁନୋ ଜାତୀୟ ଅଭୟାରଣ୍ୟର ଦଳିତ ଓ ଆଦିବାସୀ ସମ୍ପ୍ରଦାୟର ବିସ୍ଥାପିତ ଶିଶୁମାନଙ୍କ ପାଇଁ ଗୋଟିଏ ଉଚ୍ଚ ମାଧ୍ୟମିକ ବିଦ୍ୟାଳୟ ସ୍ଥାପନ ଓ ସଂଚାଳନ କରାଯାଉଛି। ସେ ସମ୍ପ୍ରତି କୁନୋ ଜାତୀୟ ଅଭୟାରଣ୍ୟର ସୀମା ନିକଟରେ ରହୁଛନ୍ତି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Syed Merajuddin
Illustration : Labani Jangi

ଲାବଣୀ ଜାଙ୍ଗୀ ୨୦୨୦ର ଜଣେ ପରୀ ଫେଲୋ ଏବଂ ପଶ୍ଚିମବଙ୍ଗ ନଦିଆରେ ରହୁଥିବା ଜଣେ ସ୍ୱ-ପ୍ରଶିକ୍ଷିତ ଚିତ୍ରକର। ସେ କୋଲକାତାସ୍ଥିତ ସେଣ୍ଟର ଫର ଷ୍ଟଡିଜ୍‌ ଇନ୍‌ ସୋସିଆଲ ସାଇନ୍ସେସ୍‌ରେ ଶ୍ରମିକ ପ୍ରବାସ ଉପରେ ପିଏଚଡି କରୁଛନ୍ତି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Labani Jangi
Editor : PARI Desk

ପରୀ ସମ୍ପାଦକୀୟ ବିଭାଗ ଆମ ସମ୍ପାଦନା କାର୍ଯ୍ୟର ପ୍ରମୁଖ କେନ୍ଦ୍ର। ସାରା ଦେଶରେ ଥିବା ଖବରଦାତା, ଗବେଷକ, ଫଟୋଗ୍ରାଫର, ଚଳଚ୍ଚିତ୍ର ନିର୍ମାତା ଓ ଅନୁବାଦକଙ୍କ ସହିତ ସମ୍ପାଦକୀୟ ଦଳ କାର୍ଯ୍ୟ କରିଥାଏ। ସମ୍ପାଦକୀୟ ବିଭାଗ ପରୀ ଦ୍ୱାରା ପ୍ରକାଶିତ ଲେଖା, ଭିଡିଓ, ଅଡିଓ ଏବଂ ଗବେଷଣା ରିପୋର୍ଟର ପ୍ରଯୋଜନା ଓ ପ୍ରକାଶନକୁ ପରିଚାଳନା କରିଥାଏ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ PARI Desk
Translator : Pratishtha Pandya

ପ୍ରତିଷ୍ଠା ପାଣ୍ଡ୍ୟା ପରୀରେ କାର୍ଯ୍ୟରତ ଜଣେ ବରିଷ୍ଠ ସମ୍ପାଦିକା ଯେଉଁଠି ସେ ପରୀର ସୃଜନଶୀଳ ଲେଖା ବିଭାଗର ନେତୃତ୍ୱ ନେଇଥାନ୍ତି। ସେ ମଧ୍ୟ ପରୀ ଭାଷା ଦଳର ଜଣେ ସଦସ୍ୟ ଏବଂ ଗୁଜରାଟୀ ଭାଷାରେ କାହାଣୀ ଅନୁବାଦ କରିଥାନ୍ତି ଓ ଲେଖିଥାନ୍ତି। ସେ ଜଣେ କବି ଏବଂ ଗୁଜରାଟୀ ଓ ଇଂରାଜୀ ଭାଷାରେ ତାଙ୍କର କବିତା ପ୍ରକାଶ ପାଇଛି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Pratishtha Pandya