ઉનાઉ: ખેતરમાં મળી આવી બે દલિત છોકરીઓની લાશ,  ત્રીજીનું જીવન જોખમમાં

ધ વાયર , ફેબ્રુઆરી 18, 2021

ઉત્તરપ્રદેશમાં  ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યા બે દલિત છોકરીઓના શરીર , 3ની સામે બળાત્કારનો ગુનો દાખલ

આઉટલૂક ઇન્ડિયા , જાન્યુઆરી 18, 2021

ઉત્તરપ્રદેશમાં ખેતરમાંથી મળી આવેલ 15 વર્ષની દલિત છોકરીનો મૃતદેહ, સગાંઓએ હત્યા કર્યાની દહેશત

ધ હિન્દુસ્તાન ટાઈમ્સ , ઓક્ટોબર 3, 2020

હથરા બાદ: ઉત્તરપ્રદેશમાં 22 વર્ષની દલિત સ્ત્રી પર બળાત્કાર બાદ હત્યા

ઇન્ડિયન એક્સપ્રેસ , ઓક્ટોબર 1, 2020

ઘાતકી સામુહિક બળાત્કારનો ભોગ બનેલી ઉત્તરપ્રદેશની દલિત છોકરીનું દિલ્હીની હોસ્પિટલમાં નિધન

ધ હિન્દૂ , સપ્તેમ્બેર 29, 2020

ઉત્તરપ્રદેશ: બળાત્કાર બાદ ઝાડ પરથી લટકતું મળ્યું સગીર દલિત છોકરીનું શરીર

ફર્સ્ટપોસ્ટ , ફેબ્રુઆરી 19, 2015

ઉત્તરપ્રદેશમાં મળી આવી ઝાડ પર લટકતી બીજી એક સગીર બાળાની લાશ , કુટુંબોએ કરી બળાત્કાર અને હત્યાની ફરિયાદ

ડીએનએ , જાન્યુઆરી 12, 2014

સાંભળો સુધન્વા દેશપાંડેનુ કાવ્યપઠન

The continuing and appalling atrocities against young Dalit women in Uttar Pradesh inspired this poem
PHOTO • Antara Raman

સૂરજમુખીના ખેતર

કદાચ આ સ્થળ યોગ્ય નહોતું એમને ઉગવા માટે
કદાચ આ સમય પણ નહોતો એમને ખીલવાનો
કદાચ આ ઋતુ પણ નહોતી એમને મલકાવાની
વરસાદ ખૂબ આકારો હતો
કદાચ તડકો જરાય નહોતો વીણવા માટે
કદાચ જગ્યા સુધ્ધાં નહોતી શ્વાસ લેવાની
આપણે સૌ જાણીએ છીએ, આમાં શંકાની વાત જ નથી
જાણીએ છીએ કે આજ સત્ય છે

આપણે જાણીએ છીએ કે એ લોકો ચાંચ મારી મારીને
ચણી જશે, ખાઈ જશે એમને
ચૂંટી ને મસળીને મારી નાખશે એમને
જાણીએ છીએ કે ફૂલો ક્યારે કથ્થઈ થશે
અને ક્યારે લણી લેવાશે
અને જો એમને કૂણાં કૂણાં જ ચાવી જઈએ
તો જીભે ઝમતો એમનો કૂમળો, તાજો સ્વાદ કેવો હશે
એક પછી એક બધાં બળવાનાં છે
કાં વઢાઈ જવાનાં છે
બસ બધાંએ પોતાના વારની રાહ જોવાની છે

ચાહવા માટે આ રાત કદાચ બહુ ઘાતકી છે
અને પવન કોઈની દરકાર ન કરી શકાય એટલો નિષ્ઠુર છે
આ માટી પણ કદાચ બહુ વધારે પોચી છે
ટટ્ટાર ઉભા રહેલા લાંબા ફૂલોની કરોડરજ્જુના ભારને સહેવા માટે
પણ તો આ ઉગે છે કેમના,
તે ય આટલી વિશાળ સંખ્યામાં,
આ જંગલી સૂરજમુખી ખેતરોમાં?

નજર પહોંચે ત્યાં સુધી ફેલાયેલાં
અસ્પૃશ્ય સુંદરતા ના ખેતરો
સળગતી પાંખડીઓ લીલી ને સોનેરી
એમના નાના પગ હવામાં ઉછાળી
ખીલખીલાટ હસે છે --
હાસ્ય ઊડતી પરીઓનું
હાસ્ય નાચતી લહેરોનું --
અને ઉભી રહે છે માથાં કરીને હવામાં અધ્ધર
પોતાના બે પગ પર અડીખમ
એમની નાની મુઠ્ઠીઓમાં ઝાલીને
સળગતી હવાઓ નારંગી.

આ ખાલી દૂર બળતી, જેમતેમ ઉભી કરેલી
ચિતાઓમાંથી ઉડી આવતી ગરમ રાખ નથી
જે ફૂટે છે મારી આંખોમાં
થઇ ઉના પાણીના ઝરા
આ તો છે મારા કૂખમાં ઉગ્યા
સૂરજમુખીના ખેતરો


અવાજ: સુધન્વા દેશપાંડે એ જન નાટ્ય મંચ સાથે સંકળાયેલા અભિનેતા અને દિગ્દર્શક છે અને તેઓ લેફ્ટવર્ડ બૂક્સના સંપાદક છે.

Pratishtha Pandya

پرتشٹھا پانڈیہ، پاری میں بطور سینئر ایڈیٹر کام کرتی ہیں، اور پاری کے تخلیقی تحریر والے شعبہ کی سربراہ ہیں۔ وہ پاری بھاشا ٹیم کی رکن ہیں اور گجراتی میں اسٹوریز کا ترجمہ اور ایڈیٹنگ کرتی ہیں۔ پرتشٹھا گجراتی اور انگریزی زبان کی شاعرہ بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pratishtha Pandya
Illustration : Antara Raman

انترا رمن سماجی عمل اور اساطیری خیال آرائی میں دلچسپی رکھنے والی ایک خاکہ نگار اور ویب سائٹ ڈیزائنر ہیں۔ انہوں نے سرشٹی انسٹی ٹیوٹ آف آرٹ، ڈیزائن اینڈ ٹکنالوجی، بنگلورو سے گریجویشن کیا ہے اور ان کا ماننا ہے کہ کہانی اور خاکہ نگاری ایک دوسرے سے مربوط ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Antara Raman