જ્યારે બાકીનું રાષ્ટ્ર 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે તેલંગાણામાં મલ્લુ સ્વરાજ્યમ અને તેના સાથી ક્રાંતિકારીઓ હજુ પણ હૈદરાબાદના નિઝામના સશસ્ત્ર લશ્કર અને પોલીસ  સામે લડી રહ્યા હતા. આ વિડિયો આપણી સામે આ નીડર યોદ્ધાની ઝલક લઈને આવે  છે, જેના 16 વર્ષના માથાની બોલી 1946માં રૂ.10,000 ની બોલાતી.  એ પૈસાથી એ જમાનામાં તમે 83,000 કિલો ચોખા ખરીદી શક્યા હો.

આ વિડિયો એમની 84 વર્ષની ઉંમરની  અને ફરીથી 92 વર્ષની ઉંમરની ઝલક લઈને આવે છે.  અમે તેને આજે, 15 ઓગસ્ટ, 2022માં સૌની સામે મૂકીએ છીએ, અને આ રીતે આ વર્ષેની 19 માર્ચે મૃત્યુ પામેલા આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીને  સન્માનીએ છીએ. તમે નવેમ્બરમાં પેંગ્વિન ઈન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવનાર, ધ લાસ્ટ હીરોઝ: ફૂટસોલ્ડિયર્સ ઑફ ઈન્ડિયન ફ્રીડમ, PARIના સ્થાપક-સંપાદક પી. સાઈનાથના આગામી પુસ્તકમાં મલ્લુ સ્વરાજ્યમની સંપૂર્ણ વાર્તા જોઈ શકશો.

વિડીઓ જુઓ : સ્વતંત્રતા સેનાની મલ્લુ સ્વરાજ્યમ: 'પોલીસ ડરીને ભાગી ગઈ'

અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા

Translator : Pratishtha Pandya

प्रतिष्ठा पांड्या पारीमध्ये वरिष्ठ संपादक असून त्या पारीवरील सर्जक लेखन विभागाचं काम पाहतात. त्या पारीभाषासोबत गुजराती भाषेत अनुवाद आणि संपादनाचं कामही करतात. त्या गुजराती आणि इंग्रजी कवयीत्री असून त्यांचं बरंच साहित्य प्रकाशित झालं आहे.

यांचे इतर लिखाण Pratishtha Pandya