
SANGUR, PUNJAB
|THU, MAY 07, 2026
ભારતના અનેક સંગીત વાદ્યોમાંથી સૂર-તાલ નીપજાવવા
સમગ્ર ગ્રામીણ ભારતમાં વગાડવામાં આવતાં સંગીતનાં વાદ્યો ભારતના ગ્રામ્ય વિસ્તારો જેટલાં જ વૈવિધ્યસભર છે - હિમાચલ પ્રદેશનું તંતુવાદ્ય રુબાબ અને તાલવાદ્ય ખંજરી, પશ્ચિમ બંગાળના બાનમ અને ગબગુબી, મહારાષ્ટ્રનું વિશાળ શિંગડા જેવું તારપા, છત્તીસગઢની ઝૂલતી વાંસળી અને બાંસ બાજા, વિવિધ રાજ્યોના ધુમસી, ઢોલ, ઢોલક, ધાપ અને ડોલ્લુ. મોટે ભાગે, આ અને બીજા અનેક વાદ્યો પેઢીઓના વારસાને આગળ ધપાવતા કુશળ કારીગરો દ્વારા હાથેથી બનાવવામાં આવે છે - જેમ કે નરસિંગપેટ્ટઈમાં નાદસ્વરમ, માયલાપોરમાં મૃદંગમ, કાસરગોડમાં વાંસના ઢોલ અને પેરુવેમ્બામાં તાલવાદ્યો બનાવતા કારીગરો. આમાંની ઘણી સંગીત પરંપરાઓ લુપ્ત થઈ રહી છે ત્યારે આ પારી વાર્તાઓમાં દર્શાવ્યા પ્રમાણે ઘણી બધી હજી આજેય સ્પષ્ટપણે જીવંત પણ છે - હજી આજે પણ સંપૂર્ણ સૂરમાં, ગ્રામીણ વિસ્તારોમાં ગુંજી અને ગાજી રહી છે
Author
Translator
19. સરલા ગામના સુથાર-સંગીતકાર
ત્રિપુરાની સરલા ગ્રામ પંચાયતમાં એક લોક સંગીતકાર મુશ્કેલ પરિસ્થિતિમાં થોડીઘણી વધારાની આવક મેળવવા માટે પોતાના શોખ તરફ વળે છે
18. પ્રેમનો મધુર અવાજ
‘વાહ યા' એ નાગાલેન્ડના કોન્યાક આદિવાસી સમુદાયનું એક સંગીતવાદ્ય છે, જેનો ઉપયોગ પ્રેમયાચના માટે થાય છે. વાર્ષિક ઔલેંગ વસંતોત્સવમાં તેને સૂર રેલાવતાં માણો
17. તાલને તૈયાર કરતા દહીંસરના ઉસ્તાદો
ઈરફાન શેખ અને તેમનો સમુદાય મુંબઈના દહિસરની ધમધમતી ગલીઓમાં રહે છે. તેઓ આધુનિક સમયના પડકારો સામે ઢોલક બનાવવાની વર્ષો જૂની પરંપરાને જીવંત રાખે છે. ઈરફાન અને તેમની ચિર પ્રચલિત હસ્તકલાને દર્શાવતી ફિલ્મ
16. તારપીનું હવામાં ગણગણતું ગીત
આ સંગીતકારને તારપી (જેને તારપા પણ કહેવાય છે) વગાડતા સાંભળો અને જુઓ
15. બોડો નર્તકો અને સંગીતકારો ધ્યાન આકર્ષિત કરે છે
આસામના બોડો સમુદાયના સુબોનસ્રી અને બાગુરુમ્બા નૃત્યો જુઓ, જેમાં શિફુંગ (લાંબી વાંસળી), ખામ (ડ્રમ) અને સેરઝા (વાયોલિન) વાદ્યો પર સંગીતકારો હાજર છે
14. ‘હું આશા રાખું કે તેઓ ખરતાલ બનાવતા રહેશે’
અનુપરમ સુથાર રાજસ્થાનના પ્રતિષ્ઠિત તાલવાદ્ય એવા ખરતાલને બનાવનારા છેલ્લા કારીગરોમાંના એક છે. અન્ય કારીગરો ફર્નિચર બનાવવા માટે શહેરોમાં સ્થળાંતર કરી ગયા છે, કારણ કે તેઓ કહે છે કે તેમાં વધુ સારી કમાણી થાય છે
13. પોતાના હાથોથી મોરચંગ બનાવવામાં વિતાવી આખી જીંદગી
મોહનલાલ લુહાર અડધી સદી કરતાંય વધુ સમયથી મોરચંગ બનાવી રહ્યા છે. આ પર્ક્યુસન વાદ્યોનો સૂર રાજસ્થાનના રેતીના ઢૂવાઓમાં ગુંજે છે
12. સૂરને પકડી રાખવા સંઘર્ષ કરતા માજુલીના બાદ્યોકરો
વર્ષ દરમિયાન ઉજવવામાં આવતા આસામી તહેવારોમાં તાલવાદ્યો ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. આ મહત્ત્વપૂર્ણ ઢોલ, ખોલ અને અન્ય વધુ વાદ્યો બનાવનારા અને સમારકામ કરનારા કુશળ કારીગરો કહે છે કે નવા કતલ વિરોધી કાયદાથી કિંમતોમાં વધારો થયો છે અને તેમની સતામણી થઈ રહી છે
11. મિરજ ના સિતાર નિર્માતાઓના વિસરાતા સૂર
મહારાષ્ટ્ર આ નગરમાં પરિવારો સિતાર અને તાનપુરા જેવા તારવાળા વાદ્યો બનાવતા હતા. હવે તેમની યુવા પેઢી તેમને બનાવવાના બદલે તેમને વગાડવા તરફ આગળ વધી રહી છે
10. ફણસના ઝાડના લાકડાનું મધુર સંગીત
ભારતના ઘણા ખૂબ જાણીતા અને લોકપ્રિય સંગીત-વાદ્યો ફણસના ઝાડના લાકડામાંથી બનાવવામાં આવે છે, જે સમગ્ર તમિળનાડુમાં ઉગાડવામાં આવે છે. પનરુટી અને તંજૌર (તંજાવૂર) માં અત્યંત કુશળ કારીગરો તેના લાકડામાંથી રાગ અને તાલ ઉપજાવી જાણે છે
9. મારા તારપા તે મારા દેવ
ભિકલ્યા લાડક્યા ભિંડરા એક વારલી આદિવાસી છે. આ 89 વર્ષીય સંગીતકાર વાળવંડેમાં રહે છે અને તારપા વગાડે છે, જે વાંસ અને દૂધીને સૂકવીને બનાવવામાં આવતું પરંપરાગત પવન વાદ્ય છે. તેમના સંગીત અને વિશ્વાસની વાર્તા સાંભળો, તેમના શબ્દોમાં
8. શરણાઈની કળા જીવંત રાખવા નારાયણ દેસાઈનો જુગાડ
કર્ણાટકના માણકપુર ગામમાં, પરંપરાગત, હાથથી બનાવેલી શરણાઈની માંગ ઝડપથી ઘટી રહી હોવાથી, 65 વર્ષીય કારીગર નારાયણ દેસાઈએ પોતાની કળાને જીવંત રાખવા માટે શ્રેણીબદ્ધ નવીન યુક્તિઓ શોધી કાઢી છે
7. મુંબઈ લોકલમાં સારંગીના સૂર
કિશન જોગી મુંબઈની લોકલ ટ્રેનોમાં સારંગી વગાડીને તેમના પિતાના વારસાને જીવંત રાખે છે. જો કે, રાજસ્થાનથી સ્થળાંતર કરીને આવેલા કિશન આ કામમાં આજીવિકા રળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે
6. મદુરાઈમાં મૌન રેલતા કોમ્બુ
કોવીડ-૧૯ લોકડાઉન દરમિયાન તમિલનાડુના કોમ્બુ કલાકારો મંદિરના તહેવારો અને જાહેર કાર્યક્રમોમાંથી કોઈ આવક ન થવા થી સંઘર્ષ કરી રહ્યાં છે. પરંતુ તેમની મુખ્ય ચિંતા લુપ્ત થતી આ કળા વિશે છે
5. ‘નૃત્ય તો એવું, એક જ માળામાં પરોવાયેલા ફૂલો જેવું’
શિયાળાના મહિનાઓ દરમિયાન ઉત્સવો અને સમારંભોમાં હુલ્કિ માંદરી અને કોલાંગ નૃત્યો કરવા અને રેલા ગીતો ગાવા છત્તીસગઢના ગોંડ સમુદાયના યુવક-યુવતીઓ સાથે મુસાફરી કરે છે.
4. મુંબઈના ધરણામાં ઉછળતું જોમ
જાન્યુઆરીના અંતમાં મુંબઈના આઝાદ મેદાનમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં મહારાષ્ટ્રના દહાણુ તાલુકાના આદિવાસી સમુદાયના ધુમસી અને તારપા વાદકોએ નાચગાનના માધ્યમથી નવા કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો
3. ‘અમે નાચતા-ગાતા દિલ્હી પહોંચીશું'
મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 1000 જેટલા ખેડૂતો, જેમાંના ઘણા આદિવાસી છે, તેઓ વાન, ટેમ્પો, જીપ અને ગાડીમાં સવાર થઈ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનમાં જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કાફલો રંગીન અને કૃતનિશ્ચયી છે
2. સૂરની વિસંગતતાને દૂર કરતાં કરતાં સુમેળ પુનર્સ્થાપિત કર્યો
મધ્યપ્રદેશના જબલપુરના કેટલાક વારસાગત હારમોનિયમ રિપેરમેન – જે હવે તો એક દુર્લભ વ્યવસાય છે, તેઓ મહારાષ્ટ્રના રેનાપુરમાં લોકડાઉનને પગલે ફસાઈ ગયા હતા. તેઓએ કઈ રીતે આ સમય પસાર કર્યો તે અંગે તેઓની પરી સાથેની વાતચીત
1. મીનાક્ષી ઘડાને 3000 વાર ટીપે છે!
તામિલનાડુના માનામદુરાઈમાં આઠ કિલોગ્રામ માટીમાંથી જન્મે છે મધુર સંગીત
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/tuning-into-indias-many-musical-instruments-guj




















