શિવની વિશાળ મૂર્તિની ફરતે આવેલું બોરો કાલીબારી દિઘી તરીકે ઓળખાતું એક જળાશય ત્રિપુરાના આ અજાણ્યા શહેર ધર્મનગરનું કેન્દ્ર છે. શહેરી અંધાધૂંધીની વચ્ચે આ એક એવું સ્થળ છે જ્યાં રોજ સાંજે સ્થાનિકો અને પ્રવાસીઓ એક શાંત સ્થળની શોધમાં ઉમટી પડે છે. ઘણીવાર એન્જિનના મોટા અવાજો, અધીરાઈપૂર્વક વગાડવામાં આવતા વાહનોના હોર્ન અને ભીડને ચીરીને આવતો એક શાંત સૂર સંભળાય છે, અને એ સૂર લોકોને એ સંગીતની દિશામાં ખેંચી જાય છે.
ઉંમરના 60 ના દાયકામાં પહોંચેલી એક વ્યક્તિ સરોવર પાસે બેસીને લાંબી દાંડીવાળા લ્યુટ જેવા વાદ્ય (સિતાર કે તંબૂરા જેવા એક પ્રાચીન તંતુવાદ્ય) પર પ્રચલિત લોકગીતો વગાડે છે. બંધ આંખે એક હાથ વડે તેઓ તાર છેડે છે, બીજો હાથ સાંકડા ફિંગરબોર્ડ પર ફરતો રહે છે. તેમની આસપાસ ભેગા થયેલા થોડા જિજ્ઞાસુ લોકો નથી જાણતા તેમનું આ વાદ્ય, નથી જાણતા આ મધુર સ્વરરચના, કે નથી જાણતા ત્રિપુરામાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ માલી સમુદાયના આ કલાકારનું નામ.
પરંતુ માત્ર 15 કિલોમીટર દૂર ઉત્તર ત્રિપુરા જિલ્લાની (કદમતલા બ્લોક હેઠળની) આ નાની સરલા ગ્રામ પંચાયતમાં બધા રતિશ માલાકારને 'દોતારા વાદક' તરીકે ઓળખે છે













