વર્ગમાં બધા શાંત છે અને જીવવિજ્ઞાનના શિક્ષક રંગસૂત્રો મનુષ્યમાં જાતિ કેવી રીતે નક્કી કરે છે એ સમજાવે છે તે દરેક જણ ધ્યાનથી સાંભળે છે. શિક્ષક કહે છે, "મહિલાઓમાં બે X રંગસૂત્રો હોય છે જ્યારે પુરુષોમાં એક X અને એક Y રંગસૂત્ર હોય છે. જો XX રંગસૂત્રો Y રંગસૂત્ર સાથે જોડાય તો જન્મનારું બાળક ત્યાં બેઠેલા વિદ્યાર્થી જેવું હોય." અને તેઓ એક વિદ્યાર્થી તરફ આંગળી ચીંધે છે. એ વિદ્યાર્થી થોડા ખચકાટ સાથે ઊભો થાય છે અને આખો વર્ગ ખડખડાટ હસી પડે છે.

ટ્રાન્સ સમુદાય વિશેના નાટક સંદકારંગ (સંઘર્ષ કરવા માટે કૃતસંકલ્પ) નું આ છે પહેલું દ્રશ્ય. નાટકનો પ્રથમ ભાગ સમાજ દ્વારા માન્ય લૈંગિક ચોકઠામાં ગોઠવાઈ ન શકવા બદલ વર્ગખંડમાં બાળકનું અપમાન કરવામાં આવે છે અને તેની ઠેકડી ઉડાવવામાં આવે છે, ઉપહાસ કરવામાં આવે છે એ વિશે વાત કરે છે, જ્યારે બીજો ભાગ હિંસાનો ભોગ બનેલી ટ્રાન્સ મહિલાઓ અને ટ્રાન્સ પુરુષોના જીવનની વાત કરે છે.

ધ ટ્રાન્સ રાઇટ્સ નાઉ કલેક્ટિવ (ટીઆરએનસી) સમગ્ર ભારતમાં દલિત, બહુજન અને આદિવાસી ટ્રાન્સ લોકોનો અવાજ ઊઠાવવાનું કામ કરે છે. તેઓએ 23 મી નવેમ્બર, 2022 ના રોજ ચેન્નાઈ, તમિળનાડુમાં સંદકારંગ નાટકના પહેલા પ્રયોગની રજૂઆત કરી હતી. કલાક-લાંબા આ નાટકનું દિગ્દર્શન, નિર્માણ અને મંચન નવ ટ્રાન્સ વ્યક્તિઓના જૂથ દ્વારા કરવામાં આવે છે.

ટીઆરએનસીના સ્થાપક ગ્રેસ બાનુ કહે છે, “20 મી નવેમ્બરને મૃત્યુ પામેલ ટ્રાન્સ વ્યક્તિઓની યાદમાં ઈન્ટરનેશનલ ટ્રાન્સ ડે ઓફ રિમેમ્બરન્સ તરીકે મનાવવામાં આવે છે. ટ્રાન્સ વ્યક્તિઓનું જીવન સરળ હોતું નથી કારણ કે ઘણીવાર તેમના પરિવારો દ્વારા તેમની ઉપેક્ષા કરવામાં આવે છે અને સમાજ દ્વારા તેમને બહિષ્કૃત કરવામાં આવે છે અને કેટલાયની હત્યા કરી દેવાય છે તો કેટલાય આત્મહત્યા કરી લે છે."

Artists at the rehearsal of the play Sandakaranga in Chennai in Tamil Nadu
PHOTO • M. Palani Kumar

તમિળનાડુના ચેન્નાઈમાં સંદકારંગ નાટકનું રિહર્સલ કરી રહેલા કલાકારો

Theatre artist Grace Banu plays the role of a teacher who explains the chromosomes and sexual identity of the trans community in a classroom setting
PHOTO • M. Palani Kumar

નાટ્ય કલાકાર ગ્રેસ બાનુ આ નાટકમાં એક શિક્ષકની ભૂમિકા ભજવે છે જે વર્ગખંડમાં રંગસૂત્રો અને ટ્રાન્સ સમુદાયની લૈંગિક ઓળખ વિશે સમજાવે છે

એક કલાકાર અને (સામાજિક) કાર્યકર બાનુ કહે છે, “દર વર્ષે આ સંખ્યા વધી રહી છે. ટ્રાન્સ સમુદાય પર હિંસક હુમલા થાય છે ત્યારે તેની સામે કોઈ અવાજ ઉઠાવતું નથી. આપણો સમાજ આ બાબતે સંપૂર્ણ મૌન છે. આ મુદ્દે ચર્ચા શરૂ કરવાની જરૂર હતી. [નાટકનું નામ] સંદકારંગ રાખવા પાછળનું કારણ આ જ છે.”

2017 માં 'સંદકારાઈ' તરીકે આ નાટકનું મંચન કરવામાં આવ્યું હતું અને પછીથી 2022 માં તેનું શીર્ષક બદલીને 'સંદકારંગ' રાખવામાં આવ્યું હતું. ગ્રેસ બાનુ સમજાવે છે કે, "અમે તમામ ટ્રાન્સ વ્યક્તિઓનો સમાવેશ કરવા માટે તેમાં ફેરફાર કર્યો છે." આ નાટકના નવ કલાકારો ટ્રાન્સ સમુદાયના દર્દ અને વેદના વર્ણવે છે અને એ સમુદાય પરત્વેની મૌખિક અને શારીરિક હિંસા પ્રત્યે સમાજની અજ્ઞાનતા અને મૌન અંગે સવાલ ઉઠાવે છે. સંદકારંગના લેખક અને દિગ્દર્શક નેઘા કહે છે, " ટ્રાન્સ પુરુષો અને ટ્રાન્સ મહિલાઓ એક મંચ પર એક સાથે આવ્યા હોય એવું આ પહેલી જ વાર બન્યું છે."

નેઘા ઉમેરે છે, “અમારો સંઘર્ષ હંમેશ અસ્તિત્વ માટેનો સંઘર્ષ રહ્યો છે. અમે અમારા માસિક બિલ ચૂકવવા અથવા આવશ્યક વસ્તુઓ ખરીદવા માટે સતત કામ કરીએ છીએ. આ નાટકની પટકથા પર કામ કરતી વખતે મને ખૂબ ઉત્સાહ હતો પણ સાથે સાથે ટ્રાન્સ પુરુષો અને ટ્રાન્સ મહિલાઓને ક્યારેય રંગમંચ પર કે સિનેમામાં અભિનય કરવાની તક મળતી નથી એ વિચારથી મને ગુસ્સો પણ આવતો હતો. મેં વિચાર્યું કે અમે ટકી રહેવા માટે જીવને જોખમમાં મૂકીએ છીએ, તો પછી  એક નાટક બનાવવા માટે જોખમ ઉઠાવવામાં શો વાંધો છે?"

આ ફોટો સ્ટોરી ટ્રાન્સ સમુદાયના ભૂંસાઈ ગયેલા ઈતિહાસને જીવંત બનાવતી ક્ષણોને ઝીલી તેમના જીવવાના અધિકાર અને તેમના શરીર પરત્વે સન્માનનો ફરીથી દાવો કરે છે.

A portrait of Negha, actor and director of Sandakaranga
PHOTO • M. Palani Kumar
Grace Banu, trans rights activist
PHOTO • M. Palani Kumar

સંદાકારંગના અભિનેતા અને દિગ્દર્શક નેઘા ( ડાબે), અને ટ્રાન્સ અધિકારો માટે લડતા કાર્યકર ગ્રેસ બાનુ ( જમણે)

Renuka J. is the cultural coordinator of Trans Rights Now Collective and a theatre artist.
PHOTO • M. Palani Kumar
Prazzi D. is also a theatre artist, and is pursuing a postgraduate degree in Costume Design and Fashion
PHOTO • M. Palani Kumar

ડાબે: રેણુકા જે. ટ્રાન્સ રાઈટ્સ નાઉ કલેક્ટિવના સાંસ્કૃતિક સંયોજક અને રંગમંચના કલાકાર છે. જમણે: પ્રાઝી ડી. પણ રંગમંચના કલાકાર છે, અને કોસ્ચ્યુમ ડિઝાઇન અને ફેશનમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહ્યા છે

Rizwan S. work at a private firm, and are also theatre artists.
PHOTO • M. Palani Kumar
Arun Karthick work at a private firm, and are also theatre artists. 'Trans men are a minority in the community, and there is no visibility. This play tells the stories of trans men too,' says Arun
PHOTO • M. Palani Kumar

રિઝવાન એસ. ( ડાબે) અને અરુણ કાર્તિક ( જમણે) ખાનગી પેઢીમાં કામ કરે છે, અને રંગમંચના કલાકારો પણ છે. અરુણ કહે છે, ' સમુદાયમાં ટ્રાન્સ પુરુષો લઘુમતીમાં છે, અને તેઓ ક્યાંય ખાસ જોવા મળતા નથી. નાટક ટ્રાન્સ પુરુષોની વાત પણ કરે છે'

'I hope this play reaches out widely and gives strength to trans persons to live,' says Ajitha Y. (left), an engineering student, theatre artist and student coordinator at Trans Rights Now Collective.
PHOTO • M. Palani Kumar
A portrait of Raghinirajesh, a theatre artist
PHOTO • M. Palani Kumar

એન્જિનિયરિંગના વિદ્યાર્થી, રંગમંચના કલાકાર અને ટ્રાન્સ રાઇટ્સ નાઉ કલેક્ટિવના વિદ્યાર્થી સંયોજક અજિથા વાય ( ડાબે) કહે છે, ' આશા રાખું કે નાટક વધુ ને વધુ પ્રેક્ષકો સુધી પહોંચે અને ટ્રાન્સ વ્યક્તિઓને જીવવા માટે જરૂરી શક્તિ અને હિંમત આપી રહે." રંગમંચના કલાકાર રાગિણીરાજેશ ( જમણે)

Left: A portrait of Nishathana Johnson, an analyst in a private company, and a theatre artist. “This play not only brings to light the sufferings and pain of trans persons, but depicts the lives of those who have died fighting for their rights.'
PHOTO • M. Palani Kumar
Artists at the rehearsal of the play in Chennai in Tamil Nadu
PHOTO • M. Palani Kumar

ડાબે: ખાનગી કંપનીમાં વિશ્લેષક અને રંગમંચના કલાકાર નિશાતના જોન્સન. " નાટક માત્ર ટ્રાન્સ વ્યક્તિઓની વેદના અને પીડાને વર્ણવતું નથી, પરંતુ પોતાના અધિકારો માટે લડતા લડતા મૃત્યુ પામેલા ટ્રાન્સ લોકોના જીવનનું નજીકથી નિરૂપણ પણ કરે છે.' જમણે: તમિલનાડુના ચેન્નાઈમાં નાટકનું રિહર્સલ કરી રહેલા કલાકારો

Nishathana Johnson and Ajitha Y. in the play.
PHOTO • M. Palani Kumar
Prazzi D. does their own make-up
PHOTO • M. Palani Kumar

ડાબે: નાટકમાં નિશાતના જોન્સન અને અજિતા વાય. જમણે: પ્રાઝી ડી. પોતાનો મેક- અપ જાતે કરે છે

Sandakaranga depicts the abuse experienced by the trans community in educational institutions
PHOTO • M. Palani Kumar

સંદકારંગ શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રાન્સ સમુદાય સાથે થતા દુર્વ્યવહારનું નિરૂપણ કરે છે

A scene that portrays how a trans woman is treated in her home
PHOTO • M. Palani Kumar

ટ્રાન્સ મહિલા સાથે તેમના પોતાના ઘરમાં કેવું વર્તન કરવામાં આવે છે તે દર્શાવતું દ્રશ્ય

A scene from the play shows traumatic childhood experiences of conversion therapy, humiliation and abuse for not fitting into gender-mandated roles
PHOTO • M. Palani Kumar

નાટકનું એક દ્રશ્ય બાળપણમાં થયેલા રૂપાંતર ઉપચારના આઘાતજનક અનુભવો, સમાજ દ્વારા માન્ય લૈંગિક ચોકઠામાં ગોઠવાઈ શકવાને કારણે સહન કરવા પડતા અપમાન અને સતામણી દર્શાવે છે

Artists at the rehearsal of Sandakaranga in Chennai, Tamil Nadu
PHOTO • M. Palani Kumar

તમિલનાડુના ચેન્નાઈમાં સંદકારંગનું રિહર્સલ કરી રહેલા કલાકારો

In the play, Negha questions the silence of society around harassment and violence experienced by the trans community
PHOTO • M. Palani Kumar

નાટકમાં નેઘા ટ્રાન્સ સમુદાયને સહન કરવી પડતી હેરાનગતિ અને હિંસા બાબતે સમાજના મૌન વિશે પ્રશ્ન ઉઠાવે છે

Prazzi D. depicts the pain and suffering of a person identifying as trans undergoing gender affirmation surgery
PHOTO • M. Palani Kumar

પ્રાઝી ડી. લિંગ સમર્થન શસ્ત્રક્રિયામાંથી પસાર થતી ટ્રાન્સ તરીકેની ઓળખ ધરાવતી વ્યક્તિની પીડા અને વેદનાનું નિરૂપણ કરે છે

Rizwan S. plays the role of a trans man and depicts his experience of love, dejection and pain in a heteronormative society
PHOTO • M. Palani Kumar

રિઝવાન એસ. ટ્રાન્સ પુરુષની ભૂમિકા ભજવે છે અને માત્ર વિજાતીય સંબંધોને સ્વીકારતા સમાજમાં પ્રેમ, હતાશા અને પીડાના પોતાના અનુભવનું નિરૂપણ કરે છે

Grace Banu plays the role of a trans woman who is subjected to sexual assault by policemen
PHOTO • M. Palani Kumar

ગ્રેસ બાનુ પોલીસકર્મીઓ દ્વારા જાતીય હુમલાનો ભોગ બનતી એક ટ્રાન્સ મહિલાની ભૂમિકા ભજવે છે

Negha (standing) calls for the audience to respect the bodies of trans people and to end body shaming, transphobia and violence against the trans community
PHOTO • M. Palani Kumar

( ઊભેલા) નેઘા પ્રેક્ષકોને ટ્રાન્સ લોકોના શરીરનો આદર કરવાની અને ટ્રાન્સ સમુદાય વિરુદ્ધ થતા બોડી શેમિંગ, ટ્રાન્સફોબિયા અને હિંસાનો અંત લાવવાની હાકલ કરે છે

The artists depict the ways in which the community brings joy and celebration into their lives despite the sufferings and pain
PHOTO • M. Palani Kumar

કલાકારો દર્શાવે છે કે ગમે તેટલી વેદનાઓ અને પીડાઓ હોવા છતાં સમુદાય તેમના જીવનમાં કઈ રીતે આનંદ અને ઉત્સવ મનાવે છે

The team of artists who brought to life the forgotten history of trans community on stage through their play, Sandakaranga, held in November 2022
PHOTO • M. Palani Kumar

નવેમ્બર 2022 માં મંચન કરાયેલ નાટક સંદકારંગ દ્વારા મંચ પર ટ્રાન્સ સમુદાયના ભૂલાઈ ગયેલા ઇતિહાસને જીવંત કરનાર કલાકારોની ટીમ

The audience giving a standing ovation after the play concluded on its debut night
PHOTO • M. Palani Kumar

મંચનની પહેલી રાત્રે નાટક પૂરું થયા પછી ઊભા થઈને તાળીઓના ગડગડાટથી કલાકારોનું અભિવાદન કરી રહેલા પ્રેક્ષકો

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

M. Palani Kumar

ଏମ୍‌. ପାଲାନି କୁମାର ‘ପିପୁଲ୍‌ସ ଆର୍କାଇଭ୍‌ ଅଫ୍‌ ରୁରାଲ ଇଣ୍ଡିଆ’ର ଷ୍ଟାଫ୍‌ ଫଟୋଗ୍ରାଫର । ସେ ଅବହେଳିତ ଓ ଦରିଦ୍ର କର୍ମଜୀବୀ ମହିଳାଙ୍କ ଜୀବନୀକୁ ନେଇ ଆଲେଖ୍ୟ ପ୍ରସ୍ତୁତ କରିବାରେ ରୁଚି ରଖନ୍ତି। ପାଲାନି ୨୦୨୧ରେ ଆମ୍ପ୍ଲିଫାଇ ଗ୍ରାଣ୍ଟ ଏବଂ ୨୦୨୦ରେ ସମ୍ୟକ ଦୃଷ୍ଟି ଓ ଫଟୋ ସାଉଥ ଏସିଆ ଗ୍ରାଣ୍ଟ ପ୍ରାପ୍ତ କରିଥିଲେ। ସେ ପ୍ରଥମ ଦୟାନିତା ସିଂ - ପରୀ ଡକ୍ୟୁମେଣ୍ଟାରୀ ଫଟୋଗ୍ରାଫୀ ପୁରସ୍କାର ୨୦୨୨ ପାଇଥିଲେ। ପାଲାନୀ ହେଉଛନ୍ତି ‘କାକୁସ୍‌’(ଶୌଚାଳୟ), ତାମିଲ୍ ଭାଷାର ଏକ ପ୍ରାମାଣିକ ଚଳଚ୍ଚିତ୍ରର ସିନେମାଟୋଗ୍ରାଫର, ଯାହାକି ତାମିଲ୍‌ନାଡ଼ୁରେ ହାତରେ ମଇଳା ସଫା କରାଯିବାର ପ୍ରଥାକୁ ଲୋକଲୋଚନକୁ ଆଣିଥିଲା।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ M. Palani Kumar
Editor : S. Senthalir

ଏସ ସେନ୍ଥାଲିର ପିପୁଲ୍ସ ଆର୍କାଇଭ୍‌ ଅଫ୍‌ ରୁରାଲ ଇଣ୍ଡିଆର ଜଣେ ବରିଷ୍ଠ ସମ୍ପାଦିକା ଏବଂ ୨୦୨୦ର ପରୀ ସଦସ୍ୟା। ସେ ଲିଙ୍ଗ, ଜାତି ଓ ଶ୍ରମ ବିଷୟକୁ ନେଇ ରିପୋର୍ଟ ସଂଗ୍ରହ କରିଥାନ୍ତି। ସେନ୍ଥାଲିର ୱେଷ୍ଟମିନିଷ୍ଟର ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟରେ ଚେଭେନିଂ ଦକ୍ଷିଣ ଏସିଆ ସାମ୍ବାଦିକତା କାର୍ଯ୍ୟକ୍ରମର ୨୦୨୩ର ଜଣେ ସଦସ୍ୟ

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ S. Senthalir
Photo Editor : Binaifer Bharucha

ବିନଇଫର୍ ଭାରୁକା ମୁମ୍ବାଇ ଅଞ୍ଚଳର ଜଣେ ସ୍ୱାଧୀନ ଫଟୋଗ୍ରାଫର, ଏବଂ ପରୀର ଫଟୋ ଏଡିଟର୍

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ବିନାଇଫର୍ ଭାରୁଚ
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Maitreyi Yajnik