ગુલાબ અને શહઝાદે તેમના મુખ્ય જાદુના ખેલની શરૂઆત પહેલા જોરથી બૂમ પાડતા કહ્યું કે “હુરુક બોમ બોમ ખેલા!” જે 'આબરા કા ડાબરા'!ની તેમની પોતાની બંગાળી આવૃત્તિ છે, જેથી આસપાસના અંદાજિત 80થી 90 જેટલા દર્શકો ભેગા કરવા માટેની મદદ મળે કે જેમાં પુરુષો, મહિલાઓ અને વાતોડિયા બાળકોનો સમાવેશ થાય છે. પછી, આ બે ભાઈઓમાં મોટો એવો ગુલાબ ત્યાં હાજર દર્શકો પૈકી એક એવા મિન્ટુ હાલ્દરને મદદ માટે પૂછે છે. મિન્ટુ બહાદુરીપૂર્વક આગળ આવે છે અને જાદુઈ ખેલ શરૂ થાય છે.
ગુલાબ વચન આપે છે કે તેના યુવાન ભાઈ શહઝાદને અદ્રશ્ય કરી દેશે. અદ્રશ્ય થાય તે પહેલા જ આ ભાઈ મોટી જાળી ઉપર બેસી જાય છે જ્યારે બીજી તરફ મિન્ટુ શહેઝાદના માથે જાળીના ઢીલા પડી ગયેલા છેડાઓને બાંધવા લાગે છે. ગુલાબ શહેઝાદ પર એક પેટી મૂકે છે જે ઉપર અને નીચેની તરફ ખુલ્લી છે, તેને પતરાથી ઢાંકી દેવામાં આવે છે. દર્શક સતત આ ઘટના જોતાં જોતાં રાહ જુએ છે કે હવે આગળ શું થશે?
પછી, ચારેય તરફ પ્રાણીનું હાડકું લહેરાવતા મંત્ર બોલે છે, અદ્વિતિય શક્તિને એવી વિનંતી કરે છે કે જેથી આ છોકરો અદ્રશ્ય થઈ જાય: “અરઘટ ખોપડી મરઘટ મસાન, બચ્ચા કે લેજા તેલિયા મસાન. ” ત્યારબાદ તે મિન્ટુને પૂછે છે કે પોતાના હાથે પેટીના તમામ ખૂણાને તપાસી જુએ. મિન્ટુ કહ્યા મુજબ તેમ કરે છે અને તે પેટી હવે 'ખાલી' છે. શહેઝાદ હવે ક્યાંય દેખાઈ રહ્યો નથી. ગુલાબ પૂછે છે કે હું તમારા તરફથી સાંભળવા માગું છું: શું આ છોકરાનો કપરો સમય ચાલી રહ્યો છે? તમામ લોકો મને જણાવો કે શું આ છોકરો ત્યાં છે કે નથી? દર્શકોમાં હાજર લોકો સહમત થઈ જાય છે કે અદ્રશ્ય થઈ ગયેલા શહેઝાદનો હવે ચોક્કસપણે કપરો સમય ચાલી રહ્યો છે.
ગુલાબ પૂછે છે કે હું તમારા તરફથી સાંભળવા માગું છું: શું આ છોકરાનો કપરો સમય ચાલી રહ્યો છે? તમામ લોકો મને જણાવો કે શું આ છોકરો ત્યાં છે કે નથી? દર્શકોમાં હાજર લોકો સહમત થઈ જાય છે કે અદ્રશ્ય થઈ ગયેલા શહેઝાદનો હવે ચોક્કસપણે કપરો સમય ચાલી રહ્યો છે
જાદુનો આ ખેલ તેમના કામનો એક ભાગ છે જે સતત રખડતા જાદુગરો ગુલાબ શેખ (ઉંમર 34 વર્ષ) અને શહેઝાદ (ઉંમર 16 વર્ષ) ખુલ્લા મેદાનો તેમજ ગલીઓમાં ભજવતા આવ્યા છે. આ જાદુગરો દર્શકોની શોધમાં એક ગામથી બીજા ગામ મુસાફરી કરતા રહે છે. મેં જ્યારે તેઓને ઓક્ટોબરના અંતમાં જોયા ત્યારે, તેઓ નાડિયા જિલ્લાના તેહટ્ટા ગામમાં આવ્યા હતા, તેઓ પશ્ચિમ બંગાળના હૂગલી જિલ્લાના પંડુઆ નગરથી ત્યાં આવ્યા હતા. ગુલાબે વાત કરતા જણાવ્યું કે, અમારા વડવાઓ આ કામ કરતા હતા, અમે પણ તે કરીએ છીએ. ગુલાબ લગભગ 20 વર્ષથી જાદુના ખેલ કરે છે જ્યારે શહેઝાદ ચાર વર્ષ પહેલા તેમાં જોડાયા હતા.
મેં જ્યારે પહેલી વખત દૂરથી તેમની ડુગડુગી સાંભળી ત્યારે મને લાગ્યું કે મદારીનો ખેલ ચાલી રહ્યો છે, કારણકે તેઓ પાસે રેતઘડી આકારનું સંગીતનું વાદ્ય હતું અને તાલીમ પામેલું વાંદરું ખેલ કરી રહ્યું હતું. હું તે દ્રશ્ય જોઈને ચોંકી ગયો હતો કે ખુલ્લા મેદાનમાં એક જાળીમાં છોકરાને બાંધ્યો હતો. મેં આ ભાઈઓને ખાતરી આપી કે તેઓના કોઈ રહસ્યો હું ખુલ્લા પાડીશ નહીં. જાદુઈ ખેલ પછી તેમણે મને પૂછ્યું કે તેહટ્ટાના દત્તા પારા વિસ્તારમાં આયોજિત આગામી ખેલમાં અમારી સાથે આવો.
જાદુના આ ખેલ દરમિયાન ગુલાબ ત્યાં હાજર દર્શકો સાથે વાત કરતો જોવા મળે છે, તે દર્શકોને જોક સંભળાવી તેમજ હસી મજાક કરીને વ્યસ્ત રાખે છે, તેમજ ધર્મ અને અન્ય વિષયની ચર્ચાઓ પણ કરે છે. અદ્રશ્ય થવાના આ જાદુઈ ખેલ દરમિયાન તે કહે છે કે, માત્ર તે જેને ઈશ્વરે સંતાન નથી આપ્યું એ જણાવશે કે આ છોકરો કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો નથી. તે ગરમી વરસાવતા સૂરજ નીચે શેકાઈ રહ્યો છે. તે લગભગ અડધા કલાક માટે ધરતીમાં સમાઈ ગયા હતા. એક નાનકડી જાળીમાં આ મોટો દેખાતો છોકરાને સાતથી આઠ મિનિટ સુધી બાંધવામાં આવ્યો હતો. જો તમે બીજા કોઈ છોકરાને આ રીતે બાંધો તો તેને ગૂંગળામળ થાય અથવા તેનું ગળું મચડાઈ જાય. પણ, ભૂખના કારણે આ છોકરો આ રીતે પોતાને બાંધવા તૈયાર થઈ ગયો.
જાદુના આ ખેલ દરમિયાન ગુલાબ તેની મુશ્કેલીઓ વિશે વાત કરે છે અને વાંસળી પણ વગાડે છે, મોટાભાગે વિરામ દરમિયાન આવું કરે છે. પછી ગંભીર થતાં તે દર્શકને પૂછે છે કે, મારે આ કામ કેમ કરવું પડ્યું? પોતાના સવાલનો જવાબ આપતા તે કહે છે કે - ભૂખ માટે. આખા શૉ દરમિયાન શહેઝાદ (કદાચ) પેટીની અંદર હોય છે. આખરે આ ભાઈઓ સાઈકલના ટાયરને એક નાનકડા બિનહાનિકારક 'સાપ'માં 'રૂપાંતરિત' કરે છે અને લોકો માની જાય તે રીતે ભજવણી કરે છે. ગુલાબ વાંસળી પર પ્રખ્યાત બંગાળી ગીત વગાડીને આ શૉ પૂરો કરે છે.
પછી તેઓ દર્શકો પાસેથી પૈસા એકત્રિત કરે છે. આ કરતા ગુલાબ કહે છે કે, મેં ભૂખ વિશે વાત કરી છે, પણ મહેરબાની કરીને કોઈને જવા દેશો નહીં... જો તમે આ ખેલને સમજ્યા (શૉનો અર્થ), તે 500 રૂપિયાની કિંમત બરાબર છે, પણ જો તમે આ ખેલ સમજ્યા નથી તો તેનું મૂલ્ય પાંચ પૈસા પણ નથી. સતત એક કલાકના આ ખેલ દરમિયાન મેં અને મારા ભાઈએ ઘણી પીડા વેઠી છે. જાદુનો આ ખેલ દેખાડવા માટે અમે ઘણાં લોકોને ભેગા કર્યા અને તેઓ માટે વાંસળી પણ વગાડી. શું મેં તમામ લોકોને ખુશ કર્યા કે પછી ઉદાસ? હું તેઓ તરફથી સાંભળવા માગું છું.
દર્શકોમાં હાજર બધા લોકો કંઈ આ જાદુગરોને પૈસા આપતા નથી. ખેલ સમાપ્ત થયા પછી ગુલાબ અને શહેઝાદે મને કહ્યું કે મોટાભાગે તેઓ રોજના ત્રણથી ચાર શૉ કરે છે અને ક્યારેક તેઓ આ ખેલમાંથી દિવસના માત્ર 500 રૂપિયા કમાઈ શકે છે. તેઓ આશા રાખે છે કે શૉ જોવા આવેલા દરેક દર્શક 20 રૂપિયા આપે. અને જો કોઈ દર્શક 20થી વધારે રૂપિયા આપે તો તેઓ વધારાના રૂપિયા પરત આપતા હોય છે. જે તેમના સિદ્ધાંત મુજબ છે, તેમની જેટલી જરૂરિયાત છે તેટલું લે છે. શહેઝાદ જણાવે છે કે, 'ભાતની થાળીની કિંમત 20 રૂપિયા છે'.
કોવિડ મહામારી આવી અને દેશમાં લૉકડાઉન તેમજ અન્ય પ્રતિબંધો લાગુ કરાયા ત્યારે શું તેમની આજીવિકા પર અસર થઈ હતી? ગુલાબ જણાવે છે કે, લોકડાઉન હોવાથી પહેલા ચાર મહિના તો અમે ઘરની બહાર નીકળી શક્યા નહોતા. હું હજુ પણ દેવાનો બોજ લઈને ફરી રહ્યો છું. પણ, ખેલ ચાલુ રહેવો જોઈએ, તો જ ગુલાબ અને શહેઝાદ જીવશે અને પરિવારને મદદ કરશે. ખેલ સમાપ્તિ થાય તે પહેલા તેમણે દર્શકોને વિનંતી કરી કે, બધા સાથે મળીને મને મદદ કરશો, પરંતુ નાણાકીય મદદ નહીં. આ સાથે જ ગુલાબે કહ્યું કે, તાળી પાડવા માટે ઈશ્વરે તમને બે હાથ આપ્યા છે. જેથી ત્યાં હાજર દર્શકોએ તાળીઓ પાડી અને કલાકારોએ અભિવાદન ઝીલ્યું.
આ સ્ટોરી લૉકડાઉન હેઠળ આજીવિકાના 25 લેખોની શ્રેણીનો એક ભાગ છે, જેને બિઝનેસ તેમજ કમ્યુનિટી ફાઉન્ડેશન તરફથી સહાય મળી છે.
અનુવાદ: નિલય ભાવસાર