તંત્રીની ટીપ્પણી:

ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ પ્રમુખ એડમિરલ લક્ષ્મીનારાયણ રામદાસે સરકારને અપીલ કરી છે કે તેઓ  દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ન કેવળ સંમતિ આપે પરંતુ એ માટે વ્યવસ્થા પણ કરે. સરકારની સાથોસાથ પ્રદર્શનકારીઓને આપવામાં આવેલ આ વિડીઓ સંદેશમાં તેઓ તાજેતરના અણગમતા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગણી કરે છે. અને ખેડૂતોને કહે છે કે “જો સરકાર ત્રણે વિવિદાસ્પદ કાયદાઓ પરત ખેંચવા સહમત થાય.” તો જ તેઓ વિખરાય/છૂટા પડે

દેશને જગાડવા બદલ આંદોલનકારીઓને અભિનંદન આપતા સશસ્ત્ર દળોના ખૂબ જ સુસજ્જ અને પ્રતિષ્ઠિત સૈનિક કહે છે: “તમે આ ઠરી જવાય એવી ઠંડી અને કઠોર પરિસ્થિતિમાં માં આટલા અઠવાડિયા સુધી અનુકરણીય શિસ્ત બતાવી છે અને શાંતિ જાળવી રાખી છે. મને વિશ્વાસ છે કે તમે શાંતિ અને અહિંસાના માર્ગ પર આગળ વધશો.”

વિડીઓ જુઓ: એડમિરલ રામદાસ – ‘તમે આખા દેશને જાગૃત કર્યો છે ’’

અનુવાદક - ફૈઝ મોહંમદ

Admiral Laxminarayan Ramdas

Admiral Laxminarayan Ramdas is a former Chief of Naval Staff and a recipient of the Vir Chakra.

यांचे इतर लिखाण Admiral Laxminarayan Ramdas
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

यांचे इतर लिखाण Faiz Mohammad