છાયા ઉબાલેને તેમનાં માતા દળવાની ઘંટી પર કામ કરતી વખતે પારિવારિક સંબંધોના આનંદ અને મુશ્કેલીઓને આવરી લેતાં જે ગીતો ગાતાં હતાં એ હજુય યાદ છે
જ્યારે અમે તેમને મહારાષ્ટ્રના પૂણેના શિરુર તાલુકામાં મળ્યાં ત્યારે છાયા ઉબાલેએ પારીને કહ્યું હતું, “મારી માતાએ ઘણાં ગીતો ગાયાં હતાં, પરંતુ મારા માટે તેમને યાદ રાખવાં મુશ્કેલ છે.” ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ (જી.એસ.પી.)માં ગીતોનું યોગદાન આપનારા ગાયકો સાથે ફરીથી જોડાવાની અમારી શોધમાં, અમે ઑક્ટોબર 2017માં સવિંદાને ગામમાં પવાર પરિવારના ઘરના દરવાજે દસ્તક દીધી હતી. તે ઘર પુત્રો, પુત્રીઓ, પુત્રવધૂઓ અને બાળકોથી ભરેલું હતું.
પરંતુ અમે ચાર વર્ષ પહેલાં અવસાન પામેલાં ગાયિકા ગીતા પવારને મળી શક્યાં નહીં. અમારા માટે તેમનાં મારાનાં ગીતોને ફરી તાજાં કરવાની જવાબદારી તેમનાં પુત્રી છાયા ઉબાલેને શિરે હતી. આ 43 વર્ષીય વૃદ્ધે અમને તેમનાં માતાની ચાંદીની જોડાવી (અંગૂઠા પર પહેરવાની વીંટી) બતાવી, જે પ્રેમથી પોષિત હતી અને ફ્રેમવાળા ફોટોગ્રાફની બાજુમાં રાખવામાં આવી હતી.
પોતાની માતા પાસેથી સાંભળેલી ઓવીને યાદ કરવાનો પ્રયાસ કર્યા પછી, છાયાએ ચાર ગ્રાઇન્ડમિલ ગીતો ગાયાં, જે તેમણે બે ટૂંકા લોકગીતો વચ્ચે ગાયાં, એક ઉદાસીનું અને બીજું ખુશાલીનું. તેમણે બે પંક્તિઓની વાર્તાથી શરૂઆત કરી હતી જે ભદ્રના ધન્ય રાજા અશ્વપતિની પુત્રી, સુપ્રસિદ્ધ સાવિત્રીના ગુણોની પ્રશંસા કરે છે. આ પંક્તિ ગાલા (મેલોડી) હતી, જે પછીનાં ગીતો માટે એક સૂર નક્કી કરવા માટેની એક સામાન્ય પ્રથા હતી.
પ્રથમ લોક ગીતમાં, તેઓ મહાભારતમાં સો પિતરાઈ ભાઈઓ એવા કૌરવો સાથે સંઘર્ષમાં રહેલા પાંચ પાંડવ ભાઈઓની સ્થિતિની સરખામણી ખૂબ મોટા ઘરમાં રોજિંદાં કામ કરતી એકલી સ્ત્રીની સ્થિતિ સાથે કરે છે. તે પંઢરપુરના મંદિરના વિઠ્ઠલ−રુક્મિણી પ્રત્યેની ભક્તિને ઉજાગર કરે છે અને દેવતાઓને તેમનાં પોતાનાં માતા−પિતા સાથે સરખાવે છે. છાયાનો અવાજ તેમનાં માતા અને પિતાના ઉલ્લેખ કરવા સમયે ગુંજવા લાગે છે, અને તેઓ તેના ગાલ પરથી વહેતાં આંસુને રોકી શકતાં નથી. જાણે તેમના સંકેત પર કામ કરતું હોય તેમ, અચાનક વાદળ ફાટે છે અને ઘરની પતરાની છત પર ભારે વરસાદનો અવાજ ઘોંઘાટ કરે છે.
તેમની આગામી પંક્તિમાં, તેઓ તેમના ભાઈને તેમનાં ચાર જેઠ−જેઠાણીઓની માંગણીઓ પૂરી કરવામાં આવતી મુશ્કેલીઓ વિશે ગાય છે.
તે લોકગીત પછીની ચાર ઓવીમાં, છાયા બાળકને કાકાઓ અને કાકીઓ પાસેથી મળતા પ્રેમ અને ભેટો વિશે ગાય છે. એક લાલ કુર્તો અને ટોપી, કે જે બાળકના મામા તરફથી ભેટ છે. જ્યારે બાળક રડવાનું શરૂ કરે છે, કદાચ ભૂખના કારણે, ત્યારે ગાયક બાળકને દહીં−ભાત ખવડાવવાનું સૂચન કરે છે.
તેમનાં આંસુ લૂછીને અને ઉદાસીમાંથી ઝડપથી સ્વસ્થ થતાં, છાયાએ રમૂજથી ભરેલા લોક ગીત સાથે અંત કર્યોઃ એક પુત્રવધૂ માટે તેની ત્રાસદાયક સાસુને ખુશ કરવી કેટલી મુશ્કેલ છે, જે કંઈક અંશે કારેલા જેવી છે. તમે તેને ગમે તેટલું રાંધો, તેનો સ્વાદ હંમેશાં કડવો જ રહેશે; તેને મીઠું બનાવવું અશક્ય છે. અમે આ છેલ્લા ગીત પર છાયાના હાસ્યમાં સહભાગી થયાં.
લોક ગીત:
गिरीजा आसू गाळिते
भद्र देशाचा अश्वपती राजा पुण्यवान किती
पोटी सावित्री कन्या सती केली जगामध्ये किर्ती
एकशेएक कौरव आणि पाची पांडव
साळीका डाळीका गिरीजा कांडण कांडती
गिरीजा कांडण कांडती, गिरीजा हलक्यानं पुसती
तुमी कोण्या देशीचं? तुमी कोण्या घरचं?
आमी पंढरपूर देशाचं, काय विठ्ठलं घरचं
विठ्ठल माझा पिता, रुक्मिनी माझी माता
एवढा निरोप काय, सांगावा त्या दोघा
पंचमी सणाला काय ये बंधवा न्यायाला
ए बंधवा, ए बंधवा, तुझं पाऊल धुईते
गिरीजा पाऊल धुईते, गिरीजा आसू जी गाळिते
तुला कुणी बाई नि भुलीलं, तुला कुणी बाई गांजिलं
मला कुणी नाही भुलीलं, मला कुणी नाही गांजिलं
मला चौघे जण दीर, चौघे जण जावा
एवढा तरास मी कसा काढू रे बंधवा
ગિરિજા આંસુ સારે
ભદ્ર દેશના અશ્વપતિ રાજા કંઈકેટલા પુણ્યવાન
કે તેમની દીકરી છે જગવિખ્યાત સાવિત્રી છે નામ
એક સો કૌરવો ને પાંચ પાંડવો
ચોખા કે કઠોળ, ગિરિજા દળે દળણાં
ગિરિજા દળતાં પૂછે સહજ
તું કયા દેશથી આવ્યો? કહે ક્યે ગામ ઘર તારું?
અમે પંઢરપુરના વાસી, વિઠ્ઠલના ગામવાસી
વિઠ્ઠલ મારા પિતા ને રુક્મિણી છે મારી મા
મારો આ સંદેશ બંનેને દેજો પહોંચાડી
પંચમીના તહેવાર માટે, મને લેવા મારા ભાઈને મોકલો.
હે ભાઈ, મારા ભાઈ, હું તમારા પગ ધોઉં
ગિરિજા તમારા પગ ધોવે છે, ગિરિજા આંસુ સારે
તમને વિસરી ગયું કોણ તમને વળી કોણ સતાવે
કોઈ મને વિસરી ગયું નથી, કે ન કોઈ મને સતાવે
પણ મારે ચાર જેઠ ને ચાર છે જેઠાણી
કેમે કરીને કરવો મુશ્કેલીઓનો સામનો કહો ભાઈ.
ઓવી (ગ્રાઇન્ડમિલ સોંગ):
अंगण-टोपडं सीता घालिती बाळाला
कोणाची लागी दृष्ट, काळं लाविती गालाला
अंगण-टोपडं हे बाळ कुणी नटविलं
माझ्या गं बाळाच्या मामानं पाठविलं
माझ्या गं योगेशच्या मामानं पाठविलं
अंगण-टोपडं गं बाळ दिसं लालं-लालं
माझ्या गं बाळाची मावशी आली कालं
रडतया बाळ त्याला रडू नको देऊ
वाटीत दहीभात त्याला खायला देऊ
સીતા પોતાના બાળકને સજાવે કુર્તા-ટોપીમાં
દુષ્ટ આંખને દૂર રાખવા કરે ગાલે કાળું ટપકું
કુર્તા-ટોપીમાં કોણ સજાવે આ
બાળને
તેના મામાએ આ મોકલ્યું તેને કાજે
મારા યોગેશના મામાએ તે મોકલ્યું
કુર્તો અને ટોપી પહેર્યું, બાળક શોભે લાલ વસ્ત્રોમાં
મારા બાળકના મામા આવ્યા હતા કાલે
બાળક રડી રહ્યું છે, તેને જવા ન દો
ચાલો તેને વાટકામાંથી દહીં-ચોખા ખવડાવીએ
લોક ગીત:
सासू खट्याळ लई माझी
सासू खट्याळ लई माझी सदा तिची नाराजी
गोड करू कशी बाई कडू कारल्याची भाजी (२)
शेजारच्या गंगीनं लावली सासूला चुगली
गंगीच्या सांगण्यानं सासूही फुगली
पोरं करी आजी-आजी, नाही बोलायला ती राजी
गोड करू कशी बाई कडू कारल्याची भाजी
सासू खट्याळ लई माझी सदा तिची नाराजी
મારી કજિયાખોર સાસુ
મારી સાસુ છે કજિયાખોર, ને રહે હંમેશાં રહે નાખુશ
હું કેમ કરી કરવું કારેલાને મીઠું (2)
પાડોશી ગંગીએ કરી મારી ચાડી તેને
સાંભળી આ ક્રોધે ભરાઈ મારી સામે
બાળકો પ્રેમથી તેની પાસે જઈ કહે ‘દાદી-દાદી’,
પણ એ બોલે ના એકે હરફ
હું કેમ કરી કરવું કારેલાને મીઠું
મારી સાસુ છે કજિયાખોર, ને રહે હંમેશાં નાખુશ
કલાકાક/ગાયક: છાયા ઉબાલે
ગામ: સવિંદાને
તાલુકો: શિરુર
જિલ્લો: પુણે
તારીખઃ આ ગીતોનું રેકોર્ડિંગ અને ફોટોગ્રાફ્સ ઑક્ટોબર 2017માં કરાયું હતું.
પોસ્ટરઃ સિંચિતા પર્બત
હેમા રાયકર અને ગાય પોઇટેવિન દ્વારા સ્થાપિત મૂળ ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ વિશે વાંચો.
અનુવાદક: ફૈઝ મોહંમદ