નિત્યા રાવ યુકેના નોર્વિચની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિયામાં જેન્ડર એન્ડ ડેવલપમેન્ટ પ્રોફેસર છે. તેમણે ત્રણ દાયકા કરતાંય વધુ સમયથી મહિલા અધિકારો, રોજગાર અને શિક્ષણના ક્ષેત્રમાં સંશોધક, શિક્ષક અને વકીલ તરીકે વ્યાપકપણે કામ કર્યું છે.
એમ. પલની કુમાર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના સ્ટાફ ફોટોગ્રાફર છે. તેમને શ્રમિક વર્ગની મહિલાઓ અને વંચિત સમુદાયના લોકોના જીવનના દસ્તાવેજીકરણમાં રસ છે.
પલનીને 2021 માં એમ્પ્લીફાય ગ્રાન્ટ અને 2020 માં સમ્યક દૃષ્ટિ અને ફોટો સાઉથ એશિયા ગ્રાન્ટ મળી છે. 2022 માં તેમને પ્રથમ દયાનિતા સિંઘ-પારી ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી એવોર્ડ મળ્યો છે. પલની તમિળનાડુમાં હાથેથી મેલું ઉપાડવાની પ્રથાનો પર્દાફાશ કરતી એક તમિળ ભાષી દસ્તાવેજી ફિલ્મ ‘કાકુસ’ (શૌચાલય) ના સિનેમેટોગ્રાફર પણ હતા.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.