હેસલબ્લેડ એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર દયાનિતા સિંઘે PARIના સહયોગથી કરી દયાનિતા સિંઘ-PARI ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી એવોર્ડની સ્થાપના

દયાનિતા સિંઘ-PARI દસ્તાવેજી ફોટોગ્રાફી એવોર્ડની રૂ. 2 લાખની રકમ એના પ્રથમ વિજેતા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના એમ. પલાની કુમારને જાય છે.

દયાનિતાએ 2022માં વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત ફોટોગ્રાફી પુરસ્કાર, હાસલબ્લાડ એવોર્ડ જીત્યો ત્યારે આ પુરસ્કારનો વિચાર એમના મનમાં જન્મ્યો. યુવાન પલાની કુમારની સ્વ-શિક્ષિત ફોટોગ્રાફીના ઉદ્દેશ્ય, વિષયવસ્તુ, ભાવના અને પ્રતિભાશાળી દસ્તાવેજીકરણથી પ્રભાવિત થઇ દયાનિતાએ આ ઈનામ જાહેર કર્યું.

PARIને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના જીવન અને આજીવિકા પર ધ્યાન કેન્દ્રિત કરતા દસ્તાવેજી ફોટોગ્રાફીના એક છેલ્લા ગઢ તરીકે જોતાં દયનિતાએ આ ઈનામને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા સાથેનું સહયોગી સાહસ બનાવવાનું પણ પસંદ કર્યું.

પલાની કુમાર PARIના પ્રથમ પૂર્ણ-સમયના ફોટોગ્રાફર છે (લગભગ 600 ફોટોગ્રાફરોએ અમારી સાથે સાથે કામ કર્યું છે). ખાસ કરીને PARI માં પ્રદર્શિત થયેલું પલનીનું કામ સંપૂર્ણપણે એવા લોકો પર કેન્દ્રિત છે જેમની આપણે સૌથી ઓછી નોંધ લઈએ  છીએ - એમાં સ્વચ્છતા કામદારો, સીવીડની કાપણી કરનારી સ્ત્રીઓ, ખેત મજૂરો વગેરેનો સમાવેશ થાય છે. ફોટોગ્રાફીના ક્ષેત્રમાં એમના કામમાં જોવા મળતા કલાના કૌશલ અને સંવેદનશીલતાથી પ્રેરિત મજબૂત સામાજિક વિવેકનું  સંયોજન બહુ જૂજ લોકો કરી શકે છે.

PHOTO • M. Palani Kumar

રાણી દક્ષિણ તમિલનાડુના તૂતુકુડી જિલ્લામાં 25,000 એકર જમીનમાં મીઠાના અગરોમાં નબળા વેતન માટે શ્રમ અને પરસેવો પાડતી ઘણી સ્ત્રીઓમાંની એક છે. સંપૂર્ણ લેખ: તૂતુકુડીના મીઠાના અગરોની રાણી


PHOTO • M. Palani Kumar

એ. મુકુપોરી આઠ વર્ષના હતા ત્યારથી સીવીડ માટે પાણીમાં ઊંડા કૂદકા લગાવે છે. અસામાન્ય, પરંપરાગત વ્યવસાયમાં રોકાયેલી તમિલનાડુના ભારતીનગરની એમના જેવી ઘણી માછીમાર મહિલાઓ હવે આબોહવા પરિવર્તન સાથે ઝઝૂમી રહી છે જે તેમની આજીવિકાને અસર કરે છે. સંપૂર્ણ લેખ: તોફાની દરિયામાંથી સીવીડને ભેગું કરતા તમિલનાડુના મજૂરો


PHOTO • M. Palani Kumar

ગોવિંદમ્મા, બકિંગહામ નહેરમાં, તેમના મોંમાં રાખેલી ટોપલીમાં ઝીંગા વીણે છે. તેમના શરીર પરના ઘા ને ઝાંખી થતી જતી દ્રષ્ટિને અવગણીને પોતાના પરિવારને ટેકો આપવા માટે આજે 70 વર્ષની ઉંમરે પણ આ કામ કરે છે. સંપૂર્ણ લેખ: ગોવિંદમ્મા: 'આખી જિંદગી હું પાણીમાં જ રહી છું'


PHOTO • M. Palani Kumar

એ. મરિયાયી તમિલનાડુના કરુર જિલ્લામાં કાવેરીના કિનારે કોરાઈના ખેતરોમાં કામ કરતી ઘણી સ્ત્રીઓમાંના એક છે. મેદાન પરનું કામ અઘરું છે, પગાર થોડો છે અને કામની સ્વાસ્થ્ય પર અસર ઘણી છે. સંપૂર્ણ લેખ: ‘કોરાઈના આ ખેતર મારું બીજું ઘર છે’


PHOTO • M. Palani Kumar

તમિલનાડુના તૂતુકુડી જિલ્લામાં મીઠાના અગરિનો એક કામદાર, કામકાજની નબળી પરિસ્થિતિઓને કારણે, સૌથી સામાન્ય રસોડાનો મુખ્ય ભાગ કાપવા માટે પ્રખર સૂર્યની નીચે મજૂરી કરી રહ્યો છે. સંપૂર્ણ લેખ: તૂતુકુડીના મીઠાના અગરોની રાણી


PHOTO • M. Palani Kumar

પી. મગરાજન તમિલનાડુના રહ્યા- સહ્યા કોમ્બુ કલાકારોમાંના એક છે. હાથી- થડના આકારના પવન- વાદ્યને વગાડવાની કળા રાજ્યભરમાં લુપ્ત થઈ ગઈ છે, જેના કારણે કલાકારો કામ અને પૈસાથી વંચિત છે. સંપૂર્ણ લેખ: મદુરાઈમાં મૌન રેલતા કોમ્બુ


PHOTO • M. Palani Kumar

ચેન્નાઈમાં સ્વચ્છતા કામદારો કોઈપણ રક્ષણાત્મક ગિયર વિના, એક દિવસની રજા વિના શહેરની સાફ-સફાઈનું કામ કરવા માટે કોવિડ-19 લોકડાઉન દરમિયાન પણ લાંબા અંતર કાપીને આવે છે. સંપૂર્ણ લેખ: તરફથી: સફાઈ કામદારો – કૃતઘ્નતાનું  વેતન


PHOTO • M. Palani Kumar

રીટા અક્કાની‌ સવાર  ‌ચેન્નઈ‌ ‌કોર્પોરેશન‌ ‌માટે‌ ‌કોટ્ટુરપુરમની‌ ‌શેરીઓમાં‌ ‌કચરો‌ ‌સાફ‌ ‌કરવામાં‌ ‌જાય‌ ‌છે‌,‌ ‌‌પરંતુ‌ ‌શારીરિક‌ ‌રીતે‌ ‌ અક્ષમ‌ આ ‌છૂટક‌ કામદાર‌ની  ‌સાંજ‌ ‌તેઓ તેમના  ‌પ્રાણીમિત્રોને‌ ‌ખવડાવવામાં‌ ‌અને‌ ‌તેમની‌ ‌સાથે‌ ‌વાત‌ ‌કરવામાં‌] ‌ વીતાવે‌ ‌છે. સંપૂર્ણ લેખ: રીટા‌ ‌અક્કાની‌ ‌જિંદગી‌ ‌કૂતરા‌ ‌બિલાડાને‌ ‌નામ


PHOTO • M. Palani Kumar

ડી. મુથુરાજા તેમના પુત્ર વિશાંત રાજા સાથે. મુથુરાજા અને તેમની પત્ની, એમ. ચિત્રા, ગરીબી, નબળા સ્વાસ્થ્ય અને શારીરિક મુશ્કેલીઓની વચ્ચે પણ હિંમત અને આશા સાથે જીવનનો સામનો કરે છે. સંપૂર્ણ લેખ: પ્રેષક: ચિત્રાઅને મુથુરાજા: એક વણકહેવાયેલી પ્રેમકથા


PHOTO • M. Palani Kumar

આર. યેળિલરાસન, એક કલાકાર જે કલા, હસ્તકલા, થિયેટર અને ગીતો દ્વારા તમિલનાડુમાં અસંખ્ય બાળકોના જીવનમાં પ્રકાશ અને હાસ્ય લાવ્યા છે. સંપૂર્ણ લેખ: યેળિલ અન્ના, તેમણે મને માટીમાંથી ઘડ્યો


PHOTO • M. Palani Kumar

પલાનીની માતા, તિરુમાયી, એક દુર્લભ આનંદની ક્ષણમાં. સંપૂર્ણ લેખ: મારી માનું જીવન - દીવાબત્તીના થાંભલાના અજવાળે

અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા

P. Sainath

পি. সাইনাথ পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার প্রতিষ্ঠাতা সম্পাদক। বিগত কয়েক দশক ধরে তিনি গ্রামীণ ভারতবর্ষের অবস্থা নিয়ে সাংবাদিকতা করেছেন। তাঁর লেখা বিখ্যাত দুটি বই ‘এভরিবডি লাভস্ আ গুড ড্রাউট’ এবং 'দ্য লাস্ট হিরোজ: ফুট সোলজার্স অফ ইন্ডিয়ান ফ্রিডম'।

Other stories by পি. সাইনাথ
Translator : Pratishtha Pandya

কবি এবং অনুবাদক প্রতিষ্ঠা পান্ডিয়া গুজরাতি ও ইংরেজি ভাষায় লেখালেখি করেন। বর্তমানে তিনি লেখক এবং অনুবাদক হিসেবে পারি-র সঙ্গে যুক্ত।

Other stories by Pratishtha Pandya