લાખો માણસોને માટે પાણી અને વીજળીના પુરવઠા કાપી નાખવા જેથી કરીને તેમને ભયાનક સ્વાસ્થ્યના જોખમોનો સામનો  કરવો પડે, પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા અવરોધો મૂકીને તેમને એક વિસ્તારમાં બાંધી રાખવા અને તે પણ અત્યંત જોખમકારક, સ્વાસ્થ્ય માટે હાનિકારક પરિસ્થિતિઓમાં, પત્રકારો માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સુધી પહોંચવું લગભગ અશક્ય બનાવી દેવું,  એક એવા સમુદાયને સજા કરવી કે જે પાછલા બે મહિનામાં પોતાના 200 સભ્યોને ગુમાવી ચૂક્યો છે, મોટા ભાગના હાઈપોથર્મિયાને કારણે મૃત્યુ પામ્યા છે. વિશ્વના બીજા કોઈ ઠેકાણે આને બર્બરતા તેમજ માનવાધિકાર અને ગૌરવ પરનો હુમલો ગણવામાં આવશે.

પરંતુ આપણે, આપણી સરકાર, અને ચુનંદા શાસકો બીજી ઘણી વધારે ગંભીર ચિંતામાં ઘેરાયેલા છે. જેમ કે રીહાન્ના અને ગ્રેટા થનબર્ગ જેવા ખતરનાક વૈશ્વિક આતંકવાદીઓના વિશ્વના મહાન રાષ્ટ્રને બદનામ કરવાના અને અપમાનિત કરવાના કાવતરાને કેવી રીતે તોડવું.

કલ્પનાની દ્રષ્ટિએ આ ગાંડી રમૂજ હશે, પરંતુ હકીકતની દ્રષ્ટિએ આ માત્ર ગાંડપણ છે.

આ બધું આઘાતજનક ભલે હોય, આશ્ચર્યજનક ન હોવું જોઈએ. "ઓછામાં ઓછી સરકાર, મહત્તમ શાસન" ના સૂત્રને સ્વીકારી લેનારાઓએ પણ હવે સમજી લીધું હોવું જોઈએ. હકીકતમાં વાત મહત્તમ સ્નાયુબળવાળી સરકાર અને  મહત્તમ બિહામણા શાસનની છે. ચિંતાની વાત હોય તો એ કે  આમ સામાન્ય રીતે સ્પષ્ટવક્તા થતા ઘણાં લોકોનું એક ઈરાદાપૂર્વકનું મૌન, જે લોકો આમ તો ક્યારેય  સત્તાની તરફેણમાં ઉભા થઇ જવાનું, કે આવા તમામ કાયદાઓની વાહવાહી કરવાનું ચૂકતા નથી.  તમને લાગે કે તેઓ આ રોજિંદા આ લોકશાહી પર થતા આ પ્રહારોની નિંદા કરશે.

કેન્દ્રીય મંત્રીમંડળના દરેક સદસ્યને જાણ છે કે હાલમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શનના નિરાકરણના રસ્તામાં વચોવચ કોણ આડું આવે છે.

PHOTO • Q. Naqvi
PHOTO • Labani Jangi

તેઓ જાણે છે કે ત્રણ કાયદાઓ અંગે ક્યારેય પણ ખેડૂતો સાથે કોઈ સલાહ-મશવરા કરવામાં આવ્યા નહોતા   - જો કે ખેડુતો જ્યારથી એમને ખબર પડી કે આવા વટહુકમો જાહેર કરાયા છે  ત્યારથી  વાટાઘાટ માટેની માંગણી કરી રહ્યા હતા.

કૃષિ એ બંધારણ મુજબ રાજ્ય સરકારના લિસ્ટમાં આવતો વિષય હોવા છતાં રાજ્યો સાથે પણ આ ત્રણ કાયદાઓ ઘડવાના સંદર્ભમાં કોઈ સલાહ-મસલત કરવામાં આવી નહોતી. નહોતી કરવામાં આવી ચર્ચા વિરોધ પક્ષો સાથે, ના લોકસભામાં.

ભાજપના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો જાણે છે કે ત્યાં કોઈ સલાહ-મંત્રણા કરવામાં આવી નહોતી- કારણ કે તેઓની સલાહ ક્યારેય લેવામાં આવતી જ  નથી. ન તો આ કે ના મોટાભાગના કોઈ બીજા કોઈપણ નિર્ણાયક મુદ્દાઓ પર. એમનું કામ છે માત્ર સમુદ્રના મોજાંને તેમના નેતાના આદેશ મુજબ પાછા વાળવાનું.

અત્યાર સુધી મોજાં દરબારીઓ કરતા વધારે સારું  કામ કરતા હોય તેવું લાગે છે. ઉત્તર પ્રદેશમાં મોટું વિરોધ પ્રદર્શન. આજે પશ્ચિમ ઉત્તરપ્રદેશના રાકેશ ટિકૈત સરકારે એમને મહાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે હતા તેથી કઈંક વધુ પ્રભાવી ખેડૂત નેતા છે. 25 મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં ખૂબ મોટા પાયા પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન થયું. રાજસ્થાન, કર્ણાટક  -- જેમાં  ટ્રેક્ટર રેલીને બેંગ્લોરમાં પ્રવેશતા રોકવામાં આવી - , આંધ્રપ્રદેશ, અને બીજી ઘણી જગ્યાએ પ્રદર્શનો થયા. હરિયાણામાં, સરકાર એવા રાજ્યમાં કાર્ય કરવા માટે સંઘર્ષ કરે છે કે જ્યાં મુખ્યમંત્રી જાહેર સભાઓમાં ભાગ લેવા અસમર્થ હોય એમ લાગે છે.

પંજાબમાં, લગભગ દરેક ઘર આંદોલનકારીઓ સાથે સહાનુભૂતિમાં છે  - ઘણા લોકો આંદોલનમાં જોડાવા માટે ઉત્સુક છે , કેટલાક પહેલેથી જ જોડાયેલા છે. 14મી ફેબ્રુઆરીએ યોજાનારી શહેરની સ્થાનિક ચૂંટણીમાં ઉભા રહેવા માટે ઉમેદવારો શોધતાં ભાજપને નાકે દમ આવી ગયો. જે કોઈ - જૂના વિશ્વાસુ - છે તે તેમની પોતાની પાર્ટીનું નિશાન વાપરતાં વિચાર કરે છે. દરમિયાનમાં  રાજ્યમાં  યુવાનોની એક આખેઆખી પેઢી એમનાથી વિખૂટી થઇ ગઈ છે, જેની ભવિષ્ય પર ઘણી ગંભીર અસર થાય એમ છે.

PHOTO • Shraddha Agarwal ,  Sanket Jain ,  Almaas Masood

આ સરકારની આ એક આશ્ચર્યજનક સિધ્ધિ છે કે તેણે સામાજના એવા વિશાળ  અને અસંભવિત વર્ગો કે જે પરંપરાગત રીતે એકબીજાના વિરોધી રહ્યા છે  જેવા કે ખેડૂતો અને વચેટિયાઓ (કમિશન એજન્ટો)ને એક તરફ સંગઠિત કરીને મૂક્યાં છે. તે ઉપરાંત, એમણે  શીખ, હિન્દુઓ, મુસ્લિમો, જાટ અને બિન-જાટ, તેમજ ખાપ અને  ખાન માર્કેટની ભીડને પણ એકજૂથ કરી આપી છે. એવું અસરકારક!

પરંતુ હવે જે અવાજો શાંત થઇ ગયા છે એમણે જ બે મહિના આપણને ખાતરી આપવામાં  વિતાવ્યા કે આ બઘી વાત માત્ર "પંજાબ અને હરિયાણાને લાગુ પડે છે." બીજા કોઈને આની અસર થઇ જ નથી. એટલે આ વાત જ મહત્વની નથી.

રમૂજની વાત છે. છેલ્લે એક ઉચ્ચતમ અદાલતે નહિ નીમેલી એવી સમિતિના ઠરાવ મુજબ પંજાબ અને હરિયાણા બંને અખંડ ભારતનો હિસ્સો હતાં. એટલે તમે તો એમ જ માનો ને કે ત્યાં જે કંઈ પણ થાય એની સાથે આપણે નિસ્બત જરૂર હોય.

પેલા એક સમયના સપષ્ટ અવાજો એ આપણને કહેલું --અને હજુ કહે છે થોડા ધીમા સ્વરે -- કે આ  બધા પૈસાવાળા ખેડૂતો છે જે સુધારાઓનો વિરોધ કરે છે.

ખૂબ સુંદર. એનએસએસના છેલ્લા સર્વે મુજબ પંજાબના ખેડૂત કુટુંબની  સરેરાશ માસિક આવક રૂ. 18,059 છે. ખેડૂત કુટુંબના સભ્યોની સરેરાશ સંખ્યા 5.24 છે. અને તેથી માસિક માથાદીઠ આવક લગભગ રૂ. 3,450 છે. જે સંગઠિત ક્ષેત્રના સૌથી ઓછું વેતન મેળવતા કર્મચારીના પગાર કરતા પણ ઓછા છે.

આહા! કેટલી સંપત્તિ. આપણને તો આમાંથી અડધી ય જાણ નોહતી. સરખામણી કરો હરિયાણાની તો સરેરાશ માસિક આવકની રકમ થાય છે (ખેડૂત કુટુંબ દીઠ 9.9 વ્યક્તિઓ ) રૂ. 14,434 અને માથાદીઠ આશરે રૂ. 2,450. આ અગાધ આંકડા ચોક્કસ એમને અન્ય ભારતીય ખેડૂતોની સરખામણીમાં આગળ રાખે છે. જેમ કે, ગુજરાતના ખેડૂતો જેમની આવક ખડૂત કુટુંબદીઠ સરેરાશ માસિક છે રૂ. 7,926. ખેડૂત કુટુંબમાં સભ્યોની સંખ્યા સરેરાશ 5.2 મુજબ માસિક માથાદીઠ આવક રૂ. 1,524 થાય છે.

PHOTO • Kanika Gupta ,  Shraddha Agarwal ,  Anustup Roy
Rich farmers, global plots, local stupidity

ભારતમાં ખેડૂત કુટુંબોની સરેરાશ માસિક અવાક છે રૂ. 6,426 (માથાદીઠ આશરે રૂ. 1,300). અને આ તમામ સરેરાશ માસિક આંકડાઓમાં આવકના બધા સ્ત્રોતની ગણના કરાઈ છે. જે આવક  માત્ર ખેતીથી જ નહીં, પશુધન, બિનખેતીનો વ્યવસાય અને વેતન અને પગારથી પણ થાય છે.

રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ 70 ‘ભારતના કૃષિ કુટુંબોની પરિસ્થિતિના મુખ્ય સૂચક’ (2013)માં જણાવ્યા મુજબની આ ભારતીય ખેડૂતની સ્થિતિ છે. એ પણ યાદ રહે કે આ ખેડૂતોની આવક આગામી 12 મહિનામાં - 2022 સુધીમાં બમણી કરવાનો વાયદો સરકારે કરેલો છે. આ કામ આમેય અઘરું છે ને એમાં વળી વધારે હેરાન કરે છે રિહાના અને થનબર્ગ્સની  વિક્ષેપજનક દખલઅંદાજી.

અરે, આ દિલ્હીની સરહદ પરના શ્રીમંત ખેડૂતો, જે 2 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી ઓછા તાપમાનમાં ધાતુની ટ્રોલીમાં સૂએ છે, 5 થી 6 ડિગ્રી ટાઢમાં ખુલ્લામાં સ્નાન કરે છે - તેમણે તો ભારતીય શ્રીમંત વર્ગ માટે મારી સરાહનામાં વધારો કર્યો છે. એ વર્ગ આપણે ધાર્યાં કરતાં ઘણો મહેનતુ નીકળ્યો.

તે દરમિયાન,  સુપ્રીમ કોર્ટ દ્વારા ખેડૂતો સાથે વાત કરવા નિમાયેલી કમિટી અંદરોઅંદર જ સુસંગત રીતે   વાત કરવામાં અસમર્થ જણાઈ રહી છે - તેના ચાર સભ્યોમાંથી એક સભ્યએ તો કમિટીની પહેલી બેઠક પહેલાં જ પદ છોડ્યું છે. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સાથેની વાતનો પ્રશ્ન છે, એની તો શરૂઆત પણ નથી થઇ.

12 માર્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ એને આદેશ મુજબ ફાળવવામાં આવેલા બે મહિના (કૃષિ માટેના નિર્ણાયક જંતુ પરાગ રજકોના મહત્તમ જીવનકાળ જેટલો સમય) પૂરા કરી દીધા હશે. ત્યારબાદ સમિતિ પાસે તેઓએ જેમની સાથે વાત ના કરી હોય એવા લોકોની લાંબી સૂચિ હશે અને એનાથી ય લાંબી સૂચિ હશે એવા લોકોની જેમણે તેમની સાથે વાત કરવાની મનાઈ કરી દીધી. અને કદાચ એક ટૂંકી સૂચિ એવા લોકોની ય હશે જેમની સાથે એમને ક્યારેય વાત કરવા જેવી જ નહોતી.

વિરોધ કરી રહેલા ખેડૂતોને પજવવાના અને ધમકાવવાના તમામ પ્રયત્નો એમની વધતી જતી સંખ્યાને રોકી શક્યા નથી. એમને બદનામ કરવાના તમામ પ્રયત્નો એ સત્તાના કેદી એવા મીડિયા માટે આકર્ષણરૂપ બન્યા છે -- પણ મેદાનમાં પરિસ્થિતિ કંઈ ઉલટી જ જોવા મળે છે. સૌથી વધુ ખતરનાક વસ્તુ તો એ છે કે આ બધાથી આ સરકારના વધતા જતા ઘાતકી, ક્રૂર, અને સરમુખત્યારશાહી વલણમાં જરાય ફેર પાડવાનો નથી.

PHOTO • Satyraj Singh
PHOTO • Anustup Roy

કોર્પોરેટ મીડિયામાં ઘણા જાણે છે, અને ભાજપામાં ઘણા એનાથી  વધુ સારી રીતે જાણે છે કે આ વિવાદમાં જો પાર ના કરી શકાય એવો કોઈ અવરોધ હોય તો એ નથી નીતિ, કે નથી શ્રીમંત કોર્પોરેશનને આપેલા વચનો (એ વચનો પાળવાના દિવસો પણ આવશે), કે નથી એ પેલા કાયદાઓની પવિત્રતા  (જે સરકારના પોતાના જણાવ્યા પ્રમાણે ઘણા સુધારા માંગે છે), પરંતુ એ છે વ્યક્તિગત અહંકાર.  ફક્ત એ કે રાજા કોઈ દિવસ કંઈ ભૂલ ના કરે. અને ભૂલને સ્વીકારવી અને એથી ય ખરાબ એને સુધારવી --  એવો તો વિચાર પણ ના થાય. પછી ભલે દેશનો દરેક ખેડૂત વિમુખ થઇ જાય નેતા ખોટો ના કોઈ શકે, નેતા ભોંઠો ના પડી શકે. મોટા દૈનિકોના  એક પણ સંપાદકીયમાં કોઈને આ વિષે ફરફ સુદ્ધાં ઉચ્ચારતાં મેં જોયાં નથી, જો કે સૌ જાણે છે કે સચ્ચાઈ શું છે.

આ ગડબડીમાં અહંકાર કેટલો મહત્વપૂર્ણ છે? વિચાર કરો ઇન્ટરનેટ શટડાઉન પર રિધમ એન્ડ  બ્લૂઝના ગાયક દ્વારા કરવામાં આવેલ સીધાસાદા ટ્વિટ: "આપણે આ બાબતે કેમ ચૂપ છીએ?" ને મળેલા પ્રતિભાવ વિષે. જયારે આને લગતો વિવાદ  ‘અરે-રિહાન્ના-કરતા-વધુ-ફોલોઅર્સ-તો-ટ્વીટર-પર-મોદી-પાસે-છે’ પર ઉતરી આવે ત્યારે સમજવાનું કે આપણે હારી ગયા. ખરેખર તો આપણે ત્યારે જ હારી ગયા  જ્યારે વિદેશ મંત્રાલયે કામિકેઝ જેવા આત્મઘાતી હુમલાનું નેતૃત્વ આતંકવાદ વિરોધી વીરતાની વાતો કરીને કર્યું.  જેનાથી પ્રેરાઈને દેશભક્ત સેલિબ્રિટીઓનું હયદળ પોતાનો સાયબર હુમલો કરવા નીકળી પડ્યું. (વિનાશની ડિજિટલ ખાઈએ કૂદ્યા, ટ્વિટો ગરજ્યાં, વરસ્યાં, વણથંભ્યા વધતાં અંધારા સામે, સેંકડો કુલીન સવારો કૂદ્યા).

‘આપણે આ બાબતે કેમ ચૂપ છીએ’ એમ કહી આશ્ચર્ય વર્તાવતા મૂળ વાંધાજનક ટ્વિટમાં, કોઈ સ્પષ્ટ વલણ નોહ્તું, ના કોઈની તરફેણ કરાઈ હતી - આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી અને સંદેશાવ્યવહારના નિયામકના નિવેદનો, જેમાં તેમણે બંને કૃષિ કાયદાઓની જાહેર પ્રશંસા કરી છે  ('સાવધાની રાખવાના ઉપાયો' વિષે 'ચેતવણીઓ' ઉમેરીને -- જેમ નિકોટિન વેચતા ફેરિયાઓ સંપૂર્ણ  પ્રામાણિકતા સાથે કાનૂની ચેતવણી તેમના સિગારેટ પેક પર છાપે એમ) કરતાં એ ટ્વીટ ઘણું વિપરીત હતું.

ના હોં, આ આર એન્ડ બી કલાકાર અને 18 વરસની કલાઇમેટ એક્ટિવિસ્ટ  ખરેખર ખતરનાક છે, અને એમની સાથે સખત હાથે અને કોઈ દયાભાવ વિના વર્તવું રહ્યું. દિલ્હી પોલીસ એમાં કાર્યરત છે એ આશ્વાસનરૂપ છે. અને જો એમને આનાથી આગળ વધીને આમાં કોઈ પૃથ્વી બહારની કોઈ દુનિયાનું ષડયંત્ર મળી આવે -- આજે વૈશ્વિક તો કાલે આ વાર્તાનું કોઈ ઈતર વૈશ્વિક પાસું મળી આવે - તો હું તેમની ઠેકડી કરવાવાળાઓમાં નહીં હોઉં. આજકાલ ઈન્ટરનેટ પર વહેતુ થયેલું મને ખૂબ ગમતું વાક્ય કહે છે એમ:  “આ પૃથ્વી સિવાય પણ બીજી કોઈ દુનિયાનું અસ્તિત્વ છે એનો જો તમને પૂરાવો જોઈતો હોય તો એ છે કે  તેઓએ અમને એકલા છોડી દીધા છે.”

લેખ પ્રથમ વખત 'ધ વાયર' માં પ્રકાશિત થયો હતો

મુખપૃષ્ઠનું ચિત્ર: લાબાની જાંગી, મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના એક નાના શહેરના વતની છે,  અને કોલકાતાના સેન્ટર ફોર સોશિયલ સ્ટીડીઝમાં પી એચ ડી ના અભ્યાસી છે.  તેઓ બંગાળી મજૂરોના સ્થળાંતરના વિષય પર સંશોધન કામ કરે છે. તે સ્વયં શિક્ષિત ચિત્રકાર છે અને મુસાફરી કરવાનું પસંદ કરે છે.

અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા

P. Sainath

পি. সাইনাথ পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার প্রতিষ্ঠাতা সম্পাদক। বিগত কয়েক দশক ধরে তিনি গ্রামীণ ভারতবর্ষের অবস্থা নিয়ে সাংবাদিকতা করেছেন। তাঁর লেখা বিখ্যাত দুটি বই ‘এভরিবডি লাভস্ আ গুড ড্রাউট’ এবং 'দ্য লাস্ট হিরোজ: ফুট সোলজার্স অফ ইন্ডিয়ান ফ্রিডম'।

Other stories by পি. সাইনাথ
Translator : Pratishtha Pandya

কবি এবং অনুবাদক প্রতিষ্ঠা পান্ডিয়া গুজরাতি ও ইংরেজি ভাষায় লেখালেখি করেন। বর্তমানে তিনি লেখক এবং অনুবাদক হিসেবে পারি-র সঙ্গে যুক্ত।

Other stories by Pratishtha Pandya