મૂળ  પ્રશ્ન મૂલ્યોનો છે. અને આ મૂલ્યો અમારા જીવનનો એક ભાગ છે. મેં અમારી  જાતને પ્રકૃતિ સાથે એક થયેલી જોઈએ છીએ. જ્યારે આદિવાસીઓ લડે છે, ત્યારે તેઓ સરકાર કે કોર્પોરેશન સામે નથી લડતા. તેમની પોતાની 'ભૂમિ સેના' છે, અને તેઓ લોભ અને સ્વાર્થમાં જડેલા મૂલ્યો સામે લડે છે.

આ બધાની શરૂઆત થઇ સંસ્કૃતિના વિકાસ સાથે - વ્યક્તિવાદના ઉદય સાથે, જ્યારથી મનુષ્યએ પોતાના અસ્તિત્વને પ્રકૃતિથી અળગું કરીને જોવાનું શરુ કર્યું. અહીંથી સંઘર્ષ શરૂ થયો. એકવાર આપણે આપણી જાતને નદીથી અલગ કરી લઈએ, પછી આપણે આપણો ગટરનો કચરો, આપણો રાસાયણિક અને ઔદ્યોગિક કચરો તે પાણીમાં ઠાલવતા અચકાતા નથી. આપણે નદીને સંસાધન તરીકે કબજે કરવાનું શરૂ કરીએ છીએ. એકવાર આપણે આપણી જાતને કુદરતથી અલગ અને શ્રેષ્ઠ સર્જનની જેમ જોયા પછી, તેને લૂંટવું અને તેનું શોષણ કરવું સરળ થઇ જાય છે. બીજી તરફ, આદિવાસી સમુદાયના મૂલ્યો માત્ર કાગળ પર લખેલા મૂલ્યો નથી. અમારા મૂલ્યો એ અમારી જીવનશૈલી છે.

સાંભળો જીતેન્દ્ર વસાવા દ્વારા કવિતાનું પઠન

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા કવિતાના અંગ્રેજી અનુવાદનું પઠન

હું પૃથ્વીનો ગર્ભ છું

હું પૃથ્વીનું મૂળ-બીજ-ગર્ભ છું
હું સૂર્ય છું, તેજ છું, ગરમીની અનુભૂતિ છું, શાશ્વત છું.
હું ભીલ, મુંડા, બોડો, ગોંડ, સંથાલ પણ છું.
હું યુગો પહેલા જન્મેલ આદિ માનવ છું
તું મને જીવે છે,
જીવ મને પૂરેપૂરો
હું આ પૃથ્વી પર સ્વર્ગ છું
હું પૃથ્વીનું મૂળ-બીજ-ગર્ભ છું
હું સૂર્ય છું, તેજ છું, ગરમીની અનુભૂતિ છું, શાશ્વત છું.

હું સહ્યાદ્રી, સાતપુરા, વિંધ્ય, અરાવલી છું
હું હિમાલયનું શિખર છું, દક્ષિણ સમુદ્રનો છેડો છું
અને ઉત્તરપૂર્વનો તેજસ્વી લીલો પણ હું છું.
જ્યાં પણ તમે ઝાડ કાપશો, જ્યારે પણ તમે પર્વત વેચશો
તમે મારી હરાજી કરશો
જ્યારે તમે નદીને મારી નાખો છો ત્યારે હું મરું છું.
શ્વાસો છો તમે મને તમારા પોતાના શ્વાસમાં
હું જીવનનું અમૃત છું
હું પૃથ્વીનું મૂળ-બીજ-ગર્ભ છું
હું સૂર્ય છું, તેજ છું, ગરમીની અનુભૂતિ છું, શાશ્વત છું.

છેવટે, તમે મારા સંતાનો છો
અને મારું લોહી પણ.
લાલચ, લોભ અને સત્તાનો અંધકાર
તમને વાસ્તવિક દુનિયા દેખાડતો નથી.
તમે પૃથ્વીને પૃથ્વી કહો છો,
અને અમે માતા કહીએ છીએ
તમે નદીને નદી કહીને બોલાવો છો
તે અમારી બહેન છે
તમારા માટે પર્વતો માત્ર પર્વતો છે,
અમારે મન ભાઈઓ
સૂર્ય અમારા દાદા
અને ચંદ્ર અમારા મામા.
આ સંબંધ ખાતર થઈને પણ
મારે એક રેખા દોરવી જોઈએ
તમારી અને મારી વચ્ચે,
તેઓ કહેતા રહે છે.
પણ હું સંભળતો નથી. હું માનું છું
તમે તમારી જાતે ઓગળી જશો.
હું ગરમીને શોષી લેનાર બરફ છું
હું પૃથ્વીનું મૂળ-બીજ-ગર્ભ છું
હું સૂર્ય છું, તેજ છું, ગરમીની અનુભૂતિ છું, શાશ્વત છું.

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Poem and Text : Jitendra Vasava

গুজরাতের নর্মদা জেলার মহুপাড়া গ্রামের কবি জিতেন্দ্র বাসব লেখেন দেহওয়ালি ভিল ভাষায়। আদিবাসী সাহিত্য আকাদেমির (২০১৪) প্রতিষ্ঠাতা-সভাপতি হওয়ার পাশাপাশি তিনি লাখারা কাব্য পত্রিকার একজন সম্পাদকও বটেন, আদিবাসী কণ্ঠ তুলে ধরাই এই পত্রিকার মূল লক্ষ্য। এছাড়াও তিনি আদিবাসী মৌখিক সাহিত্যের উপর চারটি বই প্রকাশ করেছেন। তাঁর ডক্টোরাল গবেষণার বিষয় ছিল নর্মদা জেলার ভিল জনজাতির মৌখিক লোক কাহিনির সাংস্কৃতিক ও পৌরাণিক আঙ্গিক। পারিতে প্রকাশিত কবিতাগুলি তাঁর আসন্ন প্রথম কাব্যসংকলনের অংশ।

Other stories by Jitendra Vasava
Illustration : Labani Jangi

২০২০ সালের পারি ফেলোশিপ প্রাপক স্ব-শিক্ষিত চিত্রশিল্পী লাবনী জঙ্গীর নিবাস পশ্চিমবঙ্গের নদিয়া জেলায়। তিনি বর্তমানে কলকাতার সেন্টার ফর স্টাডিজ ইন সোশ্যাল সায়েন্সেসে বাঙালি শ্রমিকদের পরিযান বিষয়ে গবেষণা করছেন।

Other stories by Labani Jangi
Translator : Pratishtha Pandya

কবি এবং অনুবাদক প্রতিষ্ঠা পান্ডিয়া গুজরাতি ও ইংরেজি ভাষায় লেখালেখি করেন। বর্তমানে তিনি লেখক এবং অনুবাদক হিসেবে পারি-র সঙ্গে যুক্ত।

Other stories by Pratishtha Pandya