
SANGUR, PUNJAB
|TUE, SEP 09, 2025
ગ્રામીણ ભારતમાં અપંગ જીવવું
ગ્રામીણ ભારતમાં અસંખ્ય લોકો અપંગતા સાથે અથવા ભિન્ન ક્ષમતા સાથે જીવે છે. અપંગતા જન્મજાત હોઈ શકે છે, ઉપરાંત સમાજની અથવા સરકારની કાર્યવાહી અથવા નિષ્ક્રિયતાને કારણે પણ અપંગતા આવી શકે છે - ઉદાહરણ તરીકે, ઝારખંડમાં યુરેનિયમની ખાણો નજીક હોવાને કારણે હોય કે પછી મરાઠવાડામાં પડતા સતત દુષ્કાળ, જે લોકોને ફ્લોરાઇડયુક્ત ભૂગર્ભજળ પીવા માટે મજબૂર કરે છે તેને કારણે હોય. ક્યારેક અપંગતા બીમારી અથવા તબીબી બેદરકારીનું પરિણામ હોય છે - રક્તપિત્તના કારણે લખનૌમાં કચરો એકઠો કરવાનું કામ કરતા પાર્વતી દેવીએ પોતાની આંગળીઓ ગુમાવી દીધી છે, જ્યારે મિઝોરમના દેબહાલ ચકમાએ અછબડાના હુમલા પછી દ્રષ્ટિ ગુમાવી દીધી હતી, અને પાલઘરની પ્રતિભા હિલિમે ગેંગ્રીન થતા પોતાના ચારે ય અવયવો (બંને હાથ અને બંને પગ) ગુમાવ્યા હતા. કેટલાક માટે, અપંગતા બૌદ્ધિક હોય છે - શ્રીનગરમાં નાનકડા મોહસીન સેરેબ્રલ પાલ્સીથી પીડાય છે, જ્યારે મહારાષ્ટ્રમાં પ્રતીકને ડાઉન્સ સિન્ડ્રોમ હોવાનું નિદાન થયું હતું. આવા ઘણા કિસ્સાઓમાં, ગરીબી, અસમાનતા, અપૂરતી આરોગ્યસંભાળ સેવાઓ અને ભેદભાવને કારણે પડકારો વધી જાય છે. અપંગતા સાથે જીવતા વિવિધ રાજ્યોના લોકો વિશેની પારી વાર્તાઓ અહીં પ્રસ્તુત છે
Author
Translator
19. બૅલેટમાં બ્રેઇલની ઉપેક્ષા
દિવ્યાંગ લોકો માટે મતદાન માટે સુવિધા ઊભી કરવાના રાજ્ય સરકારના નિયમો હોવા છતાં, બબલુ કૈબ્રતા જેવા કેટલાક દિવ્યાંગ લોકો 2024ની સામાન્ય ચૂંટણીઓમાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા અંગે અસમંજસમાં છે
18. ‘તમારો બાળકો પ્રત્યેનો પ્રેમ જ તમને સારા શિક્ષક બનાવે છે’
આ શિક્ષક દિવસે, પારી દિવ્યાંગ બાળકોને ભણાવતા વિશેષ શિક્ષકોને બિરદાવે છે. તેઓ દર્શાવે છે કે કેવી રીતે ધીરજ અને દૃઢતા સાથે તેમના વિશેષ મિત્રો માટે અપાર પ્રેમ એ તમામ સારા શિક્ષણનો પાયાનો છે
17. વિરામ પછી ફરીથી શીખવા માટેનો લાંબો રસ્તો
બે વર્ષ પછી શાળામાં પાછા ફરેલા અને એ દરમિયાન શીખેલું ઘણુંબધું ભૂલી ચૂકેલા બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓ જૂની દિનચર્યામાં ફરીથી ગોઠવાવા માટે સંઘર્ષ કરે છે
16. રૂપેરી આશાની શોધમાં સરન્યા
ત્રણ દિવ્યચક્ષુ બાળકોનાં માતા, સરન્યા તેમની સાથે શાળાએ જાય છે. એકલા હાથે મા-બાપ બંનેની જવાબદારી ઉઠાવતા એમણે ગુમડીપુંડીથી ચેન્નાઈ સુધીની 100 કિલોમીટરની મુસાફરી દરરોજ કરવી પડે છે
15. ચિત્રા અને મુતુરાજાઃ એક વણકહેવાયેલી પ્રેમકહાણી
મુતુરાજાનો હાથ ચિત્રાના ખભા પર છે, ચિત્રા મુતુરાજાને દોરીને લઈ જાય છે - મદુરાઈમાં આ પતિ-પત્નીની જોડી જિંદગીના તમામ પડકારોનો સાથે મળીને સામનો કરે છે. પરંતુ ગરીબી, નબળું સ્વાસ્થ્ય અને શારીરિક વિકલાંગતા તેમનું રોજિંદુ જીવન મુશ્કેલ બનાવે છે
14. મોહસીન ક્યારેય ચાલી કે રમી નહીં શકે કે નહીં તો શાળાએ જઈ શકશે.
રખ-એ-અર્થ પુનર્વસવાટ કોલોની, શ્રીનગરમાં સ્થળાંતર કર્યા પછી, અખુન પરિવારે તેમના સેરેબ્રલ પાલ્સીથી પીડાતા દીકરા માટે સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં અને છૂટક કામ મેળવવામાં ઘણી તકલીફો નો સામનો કરવો પડ્યો.
13. વિકલાંગ બાળકો - ભણતરમાં ભંગાણ
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ખેડૂત પરિવારોમાં, બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન વર્ગોના વિકલ્પ વિના, બાળકોની પરિસ્થિતિ વણસી છે અને તેમના માતાપિતાની ચિંતા વધી રહી છે
12. ખેડૂતોને ટેકો આપવા માટે: 'તમે બે વાર વિચારશો નહીં’
માછીમાર પ્રકાશ ભગતના ગામ, પારગાંવના લોકો કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપવા નાસિકથી દિલ્હી તરફ વાહન મોરચો લઈ જઈ રહ્યા છે. પગની તકલીફ હોવા છતાં પ્રકાશ ભગત મોરચા દરમિયાન એ લોકો માટે રસોઈ બનાવે છે
11. અવિચ્છેદિત હિંમત પાસેથી પાઠ ભણવા
ગયા વર્ષે ગેંગ્રીન થતા પ્રતિભા હિલિમે ચારે ય અવયવો (બંને હાથ અને બંને પગ) ગુમાવ્યા. પરંતુ મહારાષ્ટ્રના પાલઘરના આ આદિવાસી શિક્ષિકા હિંમત હાર્યા વિના જે વિદ્યાર્થીઓ માટે 'ઓનલાઇન શિક્ષણ' ની શક્યતા નહિવત છે તેમને પોતાને ઘેર જ ભણાવી રહ્યા છે
10. મહામારીમાં સ્પર્શ વડે દુનિયાની અનુભૂતિ
વિમલ અને નરેશ ઠાકરે, બંને દૃષ્ટિહીન છે અને મુંબઈની લોકલ ટ્રેનોમાં રૂમાલ વેચતાં હતાં. લોકડાઉને તેમને અને અન્ય ઘણા લોકોને આવક વિના, સરકારી ટેકા વિના અંધકારમય ભવિષ્યમાં છોડી દીધા છે
9. ‘ ડૉક્ટર કહે છે કે મારા હાડકાં પોલાં થઈ ગયાં છે.’
આખું જીવન જાતજાતની બીમારીઓ, ગર્ભાશય કઢાવી નાખવા સહિતની કેટલીય શસ્ત્રક્રિયાઓ સહન કરતાં કરતાં પૂના જિલ્લાના હાડાશી ગામની બીબાબાઈ લોયારે કેડેથી વાંકી વળી ગઈ છે. સાવ કંતાઈ ગયેલા શરીર સાથે પણ એ ખેતરનું કામ કર્યા કરે છે અને એના લકવાગ્રસ્ત પતિની સંભાળ પણ રાખે છે.
8. ડૉક્ટરો કહે છે, “ગર્ભાશય કઢાવી નાખો”
ગર્ભાશય દૂર કરવાની પરાણે કરવામાં આવતી શસ્ત્રક્રિયાને કારણે માનસિક રીતે વિકલાંગ સ્ત્રીઓના જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય વિષયક હકોનો અવારનવાર ભંગ થાય છે. જો કે મહારાષ્ટ્રના વાડી ગામની માલન મોરે નસીબદાર છે કે એને એની માતાનો સાથ મળ્યો છે.
7. પનવેલથી મધ્ય પ્રદેશ: સ્કૂટર પર ચાર દિવસ અને રાતની સતત સફર
કેટલાક વર્ષો પહેલાં અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવનારા બિમલેશ જયસ્વાલે લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રના પનવેલથી મધ્ય પ્રદેશના રિવા સુધી તેમના ગીયરલેસ સ્કૂટર પર તેમનાં પત્ની અને ત્રણ વર્ષની પુત્રી સાથે 1,200 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો
6. એક અલગ દૃષ્ટિ સાથે બનાવેલી ટોપલીઓ
મિઝોરમના રાજીવ નગરના એક દૃષ્ટિહીન કારીગર, દેબહાલ છેલ્લાં 50 વર્ષથી યાદશક્તિ અને સ્પર્શના માધ્યમથી જટિલ ટોપલીઓ બનાવીને જીવનનિર્વાહ કરી રહ્યા છે, અને કહે છે કે તેઓ હવે વાંસનું ઘર પણ બનાવી શકે છે
5. ધરૌતામાં: આધાર બનાવે નિરાધાર
શું આધાર કાર્ડ હોવાથી તમામ સરકારી યોજનાઓની પહોંચ મેળવવી સરળ બની જાય છે? યુપીના અલ્હાબાદ જિલ્લાના એક ગામમાં ભૂખમરાથી થયેલું મૃત્યુ દર્શાવે છે કે કોઈપણ કાર્ડ મેળવવાની પ્રક્રિયા ગરીબો માટે જીવલેણ સાબિત થઈ શકે છે
4. મત આપો, પણ આધાર નહીં મળે
રક્તપિત્તને કારણે પાર્વતી દેવીની આંગળીઓને નુકસાન થયું છે. તેથી, લખનૌમાં કચરો ઉપાડતાં આ સફાઈ કર્મચારી — અને કદાચ આ રોગથી પીડાતા હજારો અન્ય લોકો — ને આધાર કાર્ડ મળી શકતું નહીં; અને તેના વિના, તેઓ અપંગતા પેન્શન અથવા રેશન પણ મેળવી શકતાં નથી
3. બાંગો માટે શ્રાપ સમી યુરેનિયમની ખાણો
છેલ્લી અડધી સદીથી ઝારખંડના પૂર્વ સિંઘભૂમ જિલ્લામાં યુરેનિયમની ખાણો નજીકના ગામડાઓના રહેવાસીઓ, જેમાં જાદુગોડા ખાણ પણ સામેલ છે, રેડિઓએક્ટિવ (કિરણોત્સર્ગી) ગળતર અને ઝેરી તળાવોના નજીહ હોવાથી ભારે કિંમત ચૂકવી રહ્યા છે
2. હાડકાંના ભૂક્કા બોલાવતું મરાઠવાડાનું પાણી
મરાઠવાડામાં વારંવાર આવતા દુષ્કાળને કારણે સાવરખેડ જેવાં ગામડાંમાં લોકો બોરવેલનું ફ્લોરાઈડ યુક્ત ભૂગર્ભજળ પીવા માટે મજબૂર બન્યા છે, જેના કારણે ઘણાંનાં હાડકાં કમજોર થઈ ગયાં છે
1. ‘જો તે અટકશે, તો અટકી જશે મારું જીવન’
પારીના સ્વયંસેવક સંકેત જૈન સમગ્ર ભારતમાં 300 ગામડાઓમાં ફરવાનું લક્ષ્ય રાખે છે અને અન્ય વાર્તાઓ સાથે, આ વાર્તા પૂરી પાડે છે: ગ્રામીણ પરિદૃશ્ય અથવા ઘટનાની તસવીતો અને તે તસવીરોનું રેખાચિત્ર. પારી પરની શ્રેણીમાં આ છઠ્ઠી આવૃત્તિ છે. સંપૂર્ણ તસવીર અથવા રેખાચિત્રને જોવા માટે કોઈપણ દિશામાં સ્લાઇડરને ખેંચો
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/living-with-disability-in-rural-india-guj



















