"અમ્મી, નિશાળ ક્યારે ખૂલશે?" મુનિયા પૂછે છે. સહરા શણના ખેતરમાં છેલ્લા તબક્કાના નીંદણમાં રોપાયેલી છે. તેની 10-દશાંશ જમીનમાં આ વ્યસ્ત દિવસો છે. અને મુનિયાના પ્રશ્નો માટે તેની પાસે અત્યારે જરાય સમય નથી.

"સ્કૂલ કેમ ખૂલતી નથી...!" નાની બાળકી આ જ સવાલ પર અટકી રહી છે. આ વખતે સહરા બે ઘડી થોભે છે, તેની તરફ મોં ફેરવે છે ને કહે છે: "દેખિશ ના કીગોરમ (તને દેખાતું નથી કેટલી ગરમી પડે છે? આઠ મહિનાથી વરસાદનું એક ટીપું નથી."  એકેક શબ્દ બોલતાં એ પોતાના અવાજમાં વધતી જતી નિરાશાને કાબૂમાં લેવાનો સખત પ્રયાસ કરે છે.

"તો પછી એ લોકો એસી કેમ નથી લગાવતા?" મુનિયાના પ્રશ્નોનો અંત નથી.

"સરકાર પાસે પૈસા નથી." સહરાની ધીરજ હવે ઘટી રહી છે.

"તો પછી બોરોલોક(પૈસાવાળા)ની અંગ્રેજી શાળાઓ પાસે આટલા બધા એસી કેવી રીતે છે?"

સહરા ફરી માથું નીચું કરી મહેનતમાં ડૂબી જાય છે અને સાંજ સુધી મૌન રહે છે. આજે એણે પોતાનું કામ અધૂરું છોડીને આજે મુનિયા સાથે ઘરે જવાની ઉતાવળ કરવી પડી એક છે. મતદાનનો દિવસ છે. સહરા કામ વહેલું આટોપી પ્રાથમિક શાળાના બૂથ તરફ ઝડપભેર મત આપવા માટે જાય છે, તેની પાછળ દોડતી એની આઠ વર્ષની છોકરી છે.

"અમ્મી, તમારે મત આપવાની શી જરૂર છે?" મુનિયાના પ્રશ્નોનો મારો આજે અવિરત છે. સહરાને રાહત છે કે  બે ઘડી વિષય બદલાયો છે, પરંતુ એનામાં તેની પુત્રી સાથે જીભાજોડી કરવાની તાકાત નથી.

"ખબર છે મેં પેલા દિવસે ટીવી પર એક મોટા નેતાને બોલતા સાંભળેલા. એ કહેતા હતા કે તેમને મુસ્લિમ મતોની જરૂર નથી! આપણે તો મુસ્લિમ છીએને અમ્મી. તો અમે શા માટે મત આપીએ છીએ?"

સહરા રસ્તાની વચોવચ અડધા ડગલે જ અટકી, એક શબ્દ બોલ્યા વિના ઘાતક નજરે જાણે નાનકીને એકીટસે તાકી રહેવા જ ઊભી હતી. અને માની એ ટાઢી ને ઘાતક નજરનો અર્થ મુનિયા બરાબર જાણતી હતી.  તે ચૂપ થઈ ગઈ.

પ્રતિષ્ઠા પંડ્યાને મૌમિતા આલમની કવિતાનો પાઠ કરતા સાંભળો

Indian Election

1. Freebies

Election days make our poverty bare –
Laxmi Bhandar for Muniyaa's mother
Cycle for Muniyya's father.
Free dresses for Muniyya in school.

What does Muniyaa need?
The manifestos never know.

The dilapidated school buildings
now shelter goats.
Rats run amok
on the scaffoldings of factory floors.
Leaders give freebies.
and gobble up our jobs.

2. Language

The leaders play scrabble on the election board.
Time runs fast.
They have a winning concoction at last:
Language sliced into little pieces,
marinated in hatred,
served on platters glazed
for television viewers
and WhatsApp chatters

3. God-crazy

( Hum e vote dijiye
Hum mandir banayenge
Vote for us
We will build Temples)

I see the gods winning…
gods of a certain religion
partisan gods
gods that live in their houses
gods that don't visit our homes
or roam our streets.
Gods that don't know hunger
or inflation or what it means
to want our daughters’ education.

Don't blame me now
for being blasphemous
or an atheist.
I see all the leaders fighting
this battle over gods –
talking to priests not people.
They visit the temples
not worshiping shanties.

They fight over gods –
their gods versus our gods!
Tomorrow, it will be gods’ victory.
Oh, inflation, starvation, poverty!
Oh, democracy!

ભારતીય ચૂંટણી

1. મફતનાં

ચૂંટણીના દિવસો આપણી ગરીબી સાવ ઉઘાડી પાડી દે છે -
મુનિયાની મા માટે લક્ષ્મી ભંડાર
મુનિયાના બાપ માટે સાયકલ.
શાળામાં મુનીયા માટે મફતનાં ગણવેશ.

પણ મુનિયાને શું જોઈએ છે?
મેનિફેસ્ટોને ક્યાં ખબર છે!

જર્જરિત શાળાની ઇમારતો
થઇ ગઈ બકરીઓ રાખવાના વાડા
ફેક્ટરીના બિલ્ડિંગની પાલખ પર
જુઓ તો દોડે ઊંદરડા
નેતાઓ આપે મફતનાં વાયદા
ને કર્યાં કરે અમારી નોકરીઓ ઓહિયાં

2. ભાષા

નેતાઓ મતપત્રકો પર સ્ક્રેબલ રમે છે.
સમય ઝડપથી ચાલે રાખે છે.
છેવટે તો તેમની પાસે વિજેતા કીમિયો છે:
ભાષાના નાના નાના ટુકડા કરો,
વેરઝેરમાં ઘોળો
ને ચમકદાર તાસકો પર પીરસો
ટેલિવિઝન દર્શકો માટે
વોટ્સએપના વાતોડીયાઓ માટે

3. ભગવાનશાહી

(હમેં મત દિજીયે
હમ મંદિર બનાયેંગે,
અમને મત આપો
અમે મંદિર બનાવીશું)

હું દેવતાઓને જીતતા જોઉં છું...
અમુક ચોક્કસ ધર્મના દેવતાઓને
પક્ષપાતી દેવતાઓને
દેવતાઓ જે તેમના ઘરોમાં રહે છે
દેવતાઓ જે અમારા ઘરની મુલાકાત લેતા નથી
અથવા અમારી શેરીઓમાં લટાર મારવા નથી આવતા.
દેવો જે નથી જાણતા ભૂખને
નથી જાણતા ફુગાવાના અર્થને
નથી જાણતા પોતાની દીકરીઓને
શાળાએ જતી જોવાની  ઈચ્છાઓને

હવે મને દોષ ન દેતા
નિંદા કરું તો
કે થાઉં નાસ્તિક.
હું બધા નેતાઓને લડતા જોઉં છું
આ દેવોનું યુદ્ધ
એ સૌ પંડિતો સાથે વાત કરે છે નહીં કે લોકો સાથે
તેઓ મંદિરોના ઊંબરા ઘસે છે
ઝૂંપડીની તરફ મોં ફેરવી જોતા નથી

તેઓ દેવતાઓ સામે લડે છે -
તેમના દેવો વિરુદ્ધ આપણા દેવતાઓ!
આવતીકાલે, વિજય તો થશે ભગવાનનો.
પણ અહો, મોંઘવારી, ભૂખમરો, ગરીબી!
અહો, લોકશાહી!


અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Poem and Text : Moumita Alam

Moumita Alam is a poet from West Bengal. She has two published collections of poetry – The Musings of the Dark and Poems at Daybreak – to her credit. Her works have been translated in Telugu and Tamil as well.

Other stories by Moumita Alam
Illustration : Antara Raman

Antara Raman is an illustrator and website designer with an interest in social processes and mythological imagery. A graduate of the Srishti Institute of Art, Design and Technology, Bengaluru, she believes that the world of storytelling and illustration are symbiotic.

Other stories by Antara Raman
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya