અગમના એંધાણ આપતા અરુણાચલના અબોલ જીવો

જૈવવિવિધતાથી ભરપૂર આ વિસ્તારમાં પક્ષીઓ હવે પર્વત પર વધુ ઊંચાઈએ જોવા મળી રહ્યા છે, આ પૂર્વીય હિમાલયમાં ગંભીર પર્યાવરણીય નુકસાનનો સંકેત છે. આ ફેરફારથી સાવધ થઈને સ્થાનિક લોકો સંરક્ષણ માટેના પ્રયાસોમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે

ઓગસ્ટ 4, 2023 | વિશાખા જ્યોર્જ

અરે, તે ઘર? એતો હવે દરિયામાં છે – ત્યાં!

આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં, ઉપારા ગામના રહેવાસીઓ દરિયો હવે કોને ભરખી લેશે તેનો અંદાજો લગાવવા માટે પોતાની સહજ વૃત્તિ પર આધાર રાખે છે. ઝડપથી ઘટી રહેલા દરિયાકિનારાએ તેમની આજીવિકા, સામાજિક સંબંધો, અને સામુહિક યાદોને બદલી નાખી છે

ફેબ્રુઆરી 28, 2022 | રાહુલ એમ.

જળવાયું પરિવર્તનની પાંખો પર જંતુઓની લડાઈ

ભારતમાં સ્વદેશી જંતુઓની પ્રજાતિમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે – જેમાંથી અમુક તો આપણી ખાદ્ય સુરક્ષા માટે ઘણાં મૂલ્યવાન છે. પરંતુ માણસો આ જંતુઓને એટલી હૂંફ નથી આપી રહ્યા જેટલી એ સસ્તન પ્રાણીઓને આપે છે

સપ્ટેમ્બર 22, 2020 | પ્રીતિ ડેવિડ

લક્ષદ્વીપ ટાપુઓના પરવાળાના ખડકોનું દુઃખ

ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ જે દરિયાની સપાટીથી સરેરાશ માત્ર 1-2 મીટરની ઉંચાઈ પર છે અને જ્યાં દર સાતમો વ્યક્તિ માછીમાર છે - તે પોતાના પરવાળાના ખડકો ગુમાવી રહ્યો છે અને બહુવિધ સ્તરે જળવાયું પરિવર્તનની અસરનો સામનો કરી રહ્યો છે

સપ્ટેમ્બર 12, 2020 | સ્વેતા ડાગા

થાણેમાં વરસાદ ગાંડો થયો છે

મહારાષ્ટ્રના શાહપુર તાલુકાના આદિવાસી ગામોમાં ધર્મા ગારેલ અને અન્ય લોકો કદાચ 'જળવાયું પરિવર્તન' વિષે વાત કરી શકતા નથી, પરંતુ તેઓ અનિશ્ચિત વરસાદ અને ઘટતી ઉપજ સહિત જળવાયું પરિવર્તનની અસરોનો સીધો ભોગ બની રહ્યા છે

ઓગસ્ટ 25, 2020 | જ્યોતિ શિનોલી

ચુરૂ: ઠંડુ થાય છે, ગરમ થાય છે – મુખ્યત્વે ગરમ

જૂન 2019માં, ચુરૂ, રાજસ્થામાં વિશ્વનું સૌથી વધુ, 51° સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જોકે અહીંના ઘણા લોકો માટે તો તે વધતા જતા ઉનાળા અને જળવાયુ પરિવર્તનનું ચિહ્ન તેવા બીજા વિચિત્ર ફેરફારોમાંથી એક માટે માઇલનો પથ્થર જ હતો

જૂન 02, 2020 | શર્મિલા જોશી

જ્યારે યમુનાની 'મૃત માછલીઓ ફરી તાજી હશે

પ્રદુષણ તત્વો અને પ્રશાસનની ઉદાસીનતા ને કારણે દિલ્હીની જીવાદોરી ગટરમાં બદલાઈ ગઈ છે. દર વર્ષે હજારો માછલીઓ મૃત્યુ પામે છે જ્યારે યમુનાના મૂળ સંરક્ષકો પાસે જવા માટે બીજી કોઈ જગ્યા નથી. આ બધા કારણો મળી જળવાયું સંકટના સ્તરમાં વધારો કરે છે

જાન્યુઆરી 22, 2020 | શાલિની સિંહ

મોટા શહેર, નાના ખેડૂત, ને મારવાના વાંકે જીવતી એક નદી

શહેરી ખેડૂત? હા, એક જાતનો --ગૂંગળાતી યમુના અને એના કિનારાના મેદાનોના વિનાશને કારણે વધતા જતા વાતાવરણના સંકટને કારણે દેશની રાજધાનીમાં તેની આજીવિકા ખતમ થઇ રહી છે

ડિસેમ્બર 19, 2019 | શાલિની સિંહ

મુંબઈના મચ્છીબજારમાં હવે દુર્લભ પોમ્ફ્રેટ માછલી

મુંબઈના પરાના દરિયામાં હવે પોમ્ફ્રેટ માછલી મળવાનું મુશ્કેલ બનતું જાય છે. દિવસે દિવસે દરિયામાં એનું પ્રમાણ ઘટતું જાય છે અને એમ થવાનાં કારણો ય ઘણાં છે. સ્થાનિક સ્તરે પ્રદૂષણથી લઈને વિશ્વ સ્તરે ગ્લોબલ વોર્મિંગ સુધીની અનેક બાબતો મુંબઇના દરિયાકાંઠાને માઠી અસર કરી રહી છે. કેટલાય લોકો પાસે એ વિષે કંઈક કહેવા જેવી વાત છે

ડિસેમ્બર 4, 2019 | સુબુહિ જીવાની

તોફાની દરિયામાંથી સીવીડને ભેગું કરતા તમિલનાડુના મજૂરો

તમિલનાડુના ભારતીનગરની માછીમાર સ્ત્રીઓનો રોજગાર એવો અભૂતપૂર્વ છે કે તેઓ હોડી કરતાં વધારે સમય પાણીમાં વિતાવે છે. પણ આબોહવામાં થતા પરિવર્તન અને દરિયાઈ સંસાધનોના વધુ પડતા શોષણથી તેમની આજીવિકા પાયમાલ થઈ રહી છે

ઑક્ટોબર 31, 2019 | એમ. પલાની કુમાર

વરસાદના વિલંબ અને સંકટથી ઘેરાયેલા ભંડારાના ખેડુતો

વિદર્ભનો આ જિલ્લો, ઘણા લાંબા સમય સુધી પૂરતા પ્રમાણમાં જળ સંસાધનો ધરાવતો હતો, વરસાદનો નવો ક્રમ જોઈ રહયો છે. હવે 'ક્લાઇમેટ હોટસ્પોટ્સ' તરીકે સૂચિબદ્ધ, ભંડારામાં આ ફેરફારો ડાંગરના ખેડુતો માટે અનિશ્ચિતતા અને નુકસાન લાવી રહ્યાં છે

ઓક્ટોબર 23, 2019 | જયદીપ હાર્ડીકર

કપાસની ખેતી હવે માથાનો દુખાવો બની ગઈ છે

કેમિકલ-યુક્ત બીટી કપાસ (Bt cotton)ની ખેતીનું ચલણ ઓરિસ્સાના આખા રાયગડા જિલ્લામાં પ્રસરેલું છે. તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, દેવામાં ડૂબાવનાર, સ્વદેશી જ્ઞાનને અફર નુકસાન પહોંચાડનાર, હવામાનની ઊથલપાથલનાં બીજ વાવનાર છે

ઑક્ટોબર 7, 2019 | અનિકેત આગા અને ચિત્રાંગદા ચૌધરી

ઓડીસામાં વાતાવરણ સંકટના બીજની વાવણી

રાયગડા કે જે જૈવ વિવિધતા વાળો સમૃદ્ધ વિસ્તાર હતો, જ્યાં દેશી બાજરી, ચોખાની જાતો અને વન ખોરાક ભરપૂર હતું, પરંતુ છેલ્લા ૧૬ વર્ષમાં બીટી (BT) કપાસના વાવેતરમાં ૫૨૦૦ % નો વધારો થયો હોવાથી, ત્યાં એક ચિંતાજનક પાર્યાવરણિય બદલાવ જોવા મળી રહ્યો છે

ઓક્ટોબર 4, 2019 | ચિત્રાંગદા ચૌધરી અને અનિકેત આગા

ખુલ્લી આંખે ઘેટાં ગણતાં ગણતાં ઘટતાં જતાં ગુજરાતના ગોચર

ખોવાતાં ગોચરો અને મોસમના ખોરવાતાં ચક્રો સામે કચ્છના માલધારી તેમનાં ઘેટાં માટે ગોચર શોધવાને ગુજરાતમાં લાંબા અંતર સુધી ચાલે છે

સપ્ટેમ્બર 23, 2019 | નમિતા વાયકર

સુંદરવન: “ઘાસનું એક તણખલું પણ ઉગ્યું નહીં...”

પશ્ચિમ બંગાળના સુંદરવનમાં લાંબા સમયથી કિનારા પર રહેતાં લોકો હવે આબોહવા પરિવર્તન, વારંવાર આવતાં વાવાઝોડાં, અનિયમિત વરસાદ, પાણીની વધતી ખારાશ, વધતી જતી ગરમી તથા સુંદરવૃક્ષની સંખ્યામાં થતો ઘટાડો વગેરે જેવી આપત્તિઓનો સામનો કરી રહ્યા છે

સપ્ટેમ્બર 10, 2019 | ઉર્વશી સરકાર

‘સુખના દિવસો હવે માત્ર ભૂતકાળની ઝંખના થઈ ગયા છે.’

અરુણાંચલ પ્રદેશમાં પૂર્વ હિમાલયના ઊંચા પહાડોની વિચરતી બ્રોક્પા જાતિ પર્યાવરણ પરિવર્તનને સમજીને પરંપરાગત જ્ઞાનના આધારે તેનો સામનો કરવાની યુક્તિ કરી રહી છે

સપ્ટેમ્બર 2, 2019 | રિતાયન મુખર્જી

43 ડિગ્રી તાપમાનમાં કરા પડવાથી લાતુરમાં તબાહી

મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ગ્રામીણ વાસીઓ એક દાયકાથી કાળઝાળ ગરમીમાં તીવ્ર કરા પડવાના કારણે મૂંઝાયેલાછે. કેટલાક ખેડૂતો પોતાના બગીચાઓ સંપૂર્ણપણે છોડી રહ્યા છે

ઓગસ્ટ 26, 2019 | પાર્થ એમ.એન.

સાંગોળેમાં ‘બધું ઊંધુ-ચત્તુ થઈ ગયું છે’

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના સાંગોળે તાલુકાના ગામમાં જો કોઈ વાર્તાઓ વહેતી હોય તો એ છે સારા વરસાદ અને સૂકા સમયની એક નિયમિત ચક્રના ખોરવવાની, એના કારણોની, એની અસરોની

ઓગસ્ટ 19, 2019 | મેધા કાલે

'આજે આપણે એ માછલીઓ ફક્ત ડિસ્કવરી ચેનલમાં જોઈએ છીએ'

તમિળનાડુના રામનાથપુરમ જિલ્લાના પમ્બન દ્વીપના સામુદાયિક રેડિયો કડલ ઓસાઈને આ અઠવાડિયે ત્રણ વર્ષ પૂરા થયાં. વાતાવરણના ફેરફારો પર એની લહેરો તો ચારે તરફ છે

ઓગસ્ટ 12, 2019 | કવિતા મુરલીધરન

વાતાવરણ કેમ આ રીતે બદલાઈ રહ્યું છે?

કેરળના વાયનાડમાં કોફી અને મરીના ખેડુતો તાપમાનમાં વધારો અને અનિયમિત વરસાદને લીધે જિલ્લામાં થયેલા નુકસાન સાથે સંઘર્ષ કરી રહ્યા છે, જેના રહેવાસીઓને એક સમયે તેમના 'વાતાનુકુલિત વાતાવરણ' પર ગર્વ હતો

ઓગસ્ટ 5, 2019 | વિશાકા જ્યોર્જ

“લાગે છે આપણે પર્વત દેવને નારાજ કર્યા છે”

લદ્દાખના ઊંચા ચરણના મેદાનોમાં ચાંગપા પશુપાલકોની ભ્રમણશીલ પ્રજાની યાક-સંબંધી અર્થવ્યવસ્થા એમના પર્વતોની નાજુક ઈકોસીસ્ટમના હવામાનમાં થતા મોટા ફેરફારોને કારણે કટોકટીમાં મૂકાઈ છે

જુલાઈ 22, 2019 | રિતાયન મુખર્જી

ભેંશ ભાગોળે, વાતાવરણ છાગોળે, કોલ્હાપુરમાં ધમાધમ

કોલ્હાપુરના રાધાનગરીના ખેતરોમાં ધાડ પાડતી ગૌર ભેંશો જંગલોના વિનાશ, ફસલની પદ્ધતિના ફેરફારો, દુકાળ, અને બદલાતી રહેતી આબોહવાની ભાતને કારણે વધી રહેલા મનુષ્ય અને પ્રાણીના સંઘર્ષોની નિશાની છે

જુલાઈ 17, 2019 | સંકેત જૈન

રાયલસીમામાં રેતની રેલમછેલ

ફસલની બદલાતી ભાત, આછા થતા વન્ય આવરણો, ઠેર ઠેર ફૂટી નીકળેલા બોરવેલ, એક નદીનું મોત, અને બીજા ઘણાંની નાટ્યાત્મક અસરો આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાની જમીન, હવા, પાણી, જંગલો, અને વાતાવરણમાં જોવા મળે છે

જુલાઈ 8, 2019 | પી. સાઈનાથ

Translator : PARI Translations, Gujarati