સપનાંના પાણી, લઇ જાય દેવામાં તાણી

આંધ્ર પ્રદેશના અનંતપુરની આ વાર્તા 20 વર્ષ પહેલા આ જ મહિનામાં ધ હિંદુમાં પહેલીવાર પ્રકાશિત થઈ હતી. અમે તેને અત્યારે અહીં પુન:પ્રકાશિત કરીએ છીએ કારણ કે વધતી જતી પાણીની સમસ્યા સાથે અહીં ફરી એક વાર પાણીકળાઓ (જમીનમાં કઈ જગ્યાએ બોરવેલ ખોદવાથી પાણી નીકળશે એ પારખી શકનારાઓ) અને બોરવેલ રિગ્સ નજરે ચડી રહ્યા છે

જુલાઈ 7, 2024 | પી. સાંઈનાથ

એમ.એસ. સ્વામીનાથન ખેડૂતોના હૃદયમાં સદાય જીવતા રહેશે

ડો.એમ.એસ. સ્વામીનાથન, 1925-2023, ભારતના અગ્રણી કૃષિ વૈજ્ઞાનિક હતા. તેમનું યોગદાન કૃષિ સંશોધન, નીતિ અને આયોજનના ક્ષેત્ર સુધી વિસ્તરેલું છે, જેમાં તેમણે દરખાસ્ત કરી હતી કે કૃષિ ક્ષેત્રના વિકાસને આપણે માત્ર વધેલા ઉત્પાદનના સંદર્ભમાં ન માપતા ખેડૂતોની આવકની વૃદ્ધિના સંદર્ભમાં માપવો જોઈએ

ઓક્ટોબર 3, 2023 | પી. સાંઈનાથ

પુરુલિયમાં આઝાદી, પ્રેમ અને વિદ્રોહના ગીતો

જયારે ઢોલ વગાડનારા સંદેશવાહકો અને ગાયકો પણ બ્રિટિશ શાસન સામે વિદ્રોહનો સંદેશો ફેલાવતા હતા એવા સ્વાતંત્ર્ય સંગ્રામના સમયે લોકગીતોએ એક નવો અર્થ પ્રાપ્ત કર્યો હતો

ઓગસ્ટ 17, 2023 | પી. સાંઈનાથ

શું મારે ગાંધી ને આંબેડકર બેમાંથી એકની પસંદગી કરવી જરૂરી છે?

15 ઓગસ્ટ, 2023 ના રોજ, PARI તમારા માટે શોભારામ ગહેરવારની વાત લઈને લાવે છે જેઓ સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોની ગોળીથી ઘાયલ થયેલા. રાજસ્થાનના દલિત સમુદાયમાંથી આવતા આ 98 વર્ષના સેનાની સ્વ-ઘોષિત ગાંધીવાદી, ડૉ. આંબેડકરના પણ સાચા પ્રશંસક અને ક્રાંતિકારી ભૂગર્ભ ચળવળના કાર્યકર્તા રહી ચૂક્યા છે. 2022માં પેંગ્વિન દ્વારા પ્રકાશિત પી. સાંઈનાથના 'ધ લાસ્ટ હીરોઝ, ફૂટસોલ્જર્સ ઑફ ઈન્ડિયાઝ ફ્રીડમ' માંથી એક લેખ

ઓગસ્ટ 15, 2023 | પી. સાંઈનાથ

ભેટ લઈને આવતા કોન્ટ્રાક્ટરોથી સાવધાન

ઝારખંડના ગુમલા જિલ્લાના તેત્રા ગામની ટેરેસા લાકરા, મુશ્કેલ રીતે શીખે છે કે એક નાની ગ્રામ પંચાયતના સરપંચ જયારે વિશેષ સત્તા ધરાવતા શક્તિશાળીઓની ઈચ્છા વિરુદ્ધ કામ કરે ત્યારે શું થાય છે

જુલાઈ 10, 2023 | પી. સાંઈનાથ

વિદર્ભમાં વરસાદનો છાંટો નહીં પણ બરફ અને વોટર પાર્ક

2005માં પ્રકાશિત આ લેખનો ભાવાર્થ વર્ષોથી ધોરણ 11ના પાઠ્યપુસ્તકોમાં રાખવામાં આવ્યું હતો. વાસ્તવિકતાને ભૂંસી નાખવાના NCERTના નવીનતમ પ્રયાસોમાં, 2023-2024 માટેના 'રૅશનાલીઝ્ડ' પાઠ્યક્રમમાંથી આ ભાગ કાઢી નાખવામાં આવ્યો છે. મઝાની વાત એ છે કે ફન એન્ડ ફૂડ વિલેજ આજે પણ ત્યાંનું ત્યાં છે

એપ્રિલ 11, 2023 | પી. સાંઈનાથ

તેલુ મહાતોનો કૂવો

ઝડપથી લુપ્ત થતી જતી આઝાદીના લડવૈયાઓની છેલ્લી પેઢીમાંના એક લડવૈયાએ 6 એપ્રિલ 2023ની સાંજે પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં પોતાના પ્રાણ છોડ્યા

એપ્રિલ 10, 2023 | પી. સાંઈનાથ

અનેકતામાં એકતા, વિવિધતામાં આનંદ

આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે PARI અનુવાદકોની ટીમ આપણી ભાષાઓના તેમજ તેની પારના જે વિવિધતાના વિશાળ વિશ્વમાં આપણે વસીએ છીએ એમાં ડૂબકી લગાવી છે

સપ્ટેમ્બર 30, 2022 | પી. સાંઈનાથ

ભવાની માહાતોએ પોષેલી ક્રાંતિ

ભવાની માહાતો આઝાદીની ચળવળમાં એમની કોઈ પણ પ્રકારની ભૂમિકા ખૂબ સ્પષ્ટ રીતે નકારી કાઢે છે. પરંતુ પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લાના એમના ઘરમાં જ્યારે અમે એમની વાત સાંભળીએ છીએ ત્યારે અમે કંઇક જુદું જ તારણ કાઢી છીએ અને એમના એ લડત માટેના બલિદાન વિશે આશ્ચર્ય અનુભવીએ છીએ

એપ્રિલ 18, 2022 | પી. સાંઈનાથ

કેપ્ટન ભાઉની સાથે જ ઈતિહાસની એક ક્ષણ પણ મૃત્યુ પામી છે

'અમે બે વસ્તુઓ માટે લડ્યા હતા, સ્વતંત્રતા અને આઝાદી – આપણે સ્વતંત્રતા મેળવી'

ફેબ્રુઆરી 17, 2022 | પી. સાંઈનાથ

દેશભક્તિની અસંગતતા: દેશી વિરુદ્ધ વિદેશી દારૂ

મધ્યપ્રદેશમાં છેલ્લા એક દાયકામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ (ઈન્ડિયન મેઈડ ફોરેન લિકર - Indian Made Foreign Liquor) નું ‘સેવન’ 23 ટકા વધ્યું હોવાની સત્તાવાર જાહેરાત 1994માં સુરગુજા જિલ્લામાં ચલાવાયેલી એક રસપ્રદ ઝુંબેશની યાદોને તાજી કરે છે

જાન્યુઆરી 3, 2022 | પી. સાંઈનાથ

ભારતના મુખ્ય ન્યાયામૂર્તિને ખુલ્લો પત્ર

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા - CJI) એ યોગ્ય જ કહ્યું છે કે ભારતમાં સંશોધનાત્મક પત્રકારત્વ લુપ્ત થઈ રહ્યું છે. પરંતુ શું ન્યાયતંત્રએ એ વાસ્તવિકતાનો સામનો કરવાની જરૂર નથી કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા તેના સૌથી નીચા સ્તરે છે?

જાન્યુઆરી 3, 2022 | પી. સાંઈનાથ

ખેડૂતોની અનેક મોરચે જીત, પ્રસાર માધ્યમોની તમામ મોરચે હાર

ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચાયા. કેટલાક મુઠ્ઠીભર ખેડૂતોને ‘મનાવવામાં’ પીએમ નિષ્ફળ ગયા એટલા માટે નહીં પણ નમાલા પ્રસાર માધ્યમોએ ખેડૂતોના સંઘર્ષ અને શક્તિનું અવમૂલ્યન કર્યું તેમ છતાં ઘણા ખેડૂતો (તેમની માગણીઓ પર) અડગ રહ્યા માટે

નવેમ્બર 20, 2021 | પી. સાંઈનાથ

ચીકાપરનો પીછો કરતો વિકાસ

કોરાપુટ, ઓડિશામાં આવેલું નાનું ચીકાપર, કદાચ વિશ્વનું એકમાત્ર એવું ગામ હતું જેણે ભૂમિદળ , હવાઈદળ અને નૌકાદળનો સામનો કર્યો હતો - અને હારી ગયું હતું

નવેમ્બર 18, 2021 | પી. સાંઈનાથ

નહકુલ પાંડોની સરકારી લોન અને છાપરાવિહોણી છત

1990ના દાયકામાં ગરીબી નાબૂદીના ઉદ્દેશ્યથી શરુ થયેલી ઘણી બધી 'યોજનાઓ' જોવા મળી હતી જે વગર વિચારે હાથ ધરવામાં આવી હતી. જેમ કે છત્તીસગઢના સુરગુજા જિલ્લામાંની આ યોજના જેના માટે થઈને નહકુલ પાંડોએ એની ઘરનું છાપરું ગુમાવ્યું

નવેમ્બર 3, 2021 | પી. સાંઈનાથ

ઊંચા સમુદ્રો, ઊંચું જોખમ, ને નીચું વળતર

તમિલનાડુના રામનાદ જિલ્લાના દરિયાકિનારે માછીમારો સાથે બે રાતની સફર પર, તેમના કહેવા પ્રમાણે તેઓ 'બીજાને કરોડપતિ બનાવવા' સખત મહેનત કરે છે

ઓક્ટોબર 26, 2021 | પી. સાંઈનાથ

કિશનજી હાથલારી ને ધકેલ પંચે દોઢસો

નાના હાથલારી ચલાવનારા ફેરિયાઓને મુરાદાબાદમાં દરેક જગ્યાએ મોટા વાહનોથી આમતેમ ધકેલે છે

ઓક્ટોબર 4, 2021 | પી. સાંઈનાથ

દરેક ભારતીય ભાષા એ તમારી ભાષા છે

આજે સપ્ટેમ્બરની 30મી તારીખ છે, વિશ્વ અનુવાદ દિવસ. ધ પીપલ્સ આર્કીવ ઑફ રૂરલ ઇન્ડિયા 13 ભાષાઓમાં પ્રકાશન કરે છે - જે પત્રકારત્વની બીજી તમામ વેબસાઈટ કરતાં વધુ છે

સપ્ટેમ્બર 30, 2021 | પી. સાંઈનાથ

હૌસાબાઈ પાટીલ: ઇતિહાસમાં સરી જતું શૌર્ય

સતારાના ક્રાંતિકારી ભૂગર્ભના આઝાદીના એ લડવૈયા જેમણે 1943 થી 1946 દરમ્યાન અંગ્રેજ સલ્તનતને લલકારી એ 95 વર્ષે પણ ગરીબોના ન્યાય માટે હાકલ કરનારા ઉલ્કાસ્વરૂપ લડવૈયા રહ્યા

સપ્ટેમ્બર 24, 2021 | પી. સાંઈનાથ

આપણી આઝાદી માટે ભગતસિંહ ઝુગ્ગીયાનની લડત

ભારતની આઝાદીના જીવંત લડવૈયાઓમાંના એક તે પંજાબના હોશિયારપુર જિલ્લાના ભગતસિંહ ઝુગ્ગીયાન, જેઓ માત્ર અંગ્રેજ રાજ સામે લડીને અટક્યા નહીં પરંતુ આજ 93માં વર્ષ સુધી ખેડૂતો અને કામદારોની લડતોમાં સક્રિય રહ્યા

ઓગસ્ટ 15, 2021 | પી. સાંઈનાથ

'પણ મારી પાસે ઇષ્ટિરીઓ છે, સાહેબ'

ઘણા ગ્રામ્ય વિસ્તારના ખટારા ચાલકો, જેમ કે કોરાપુટનો આ વાહનચાલક, જ્યારે માલિક જોઈ ન રહ્યા હોય ત્યારે છૂટક ટેક્ષીચાલક તરીકે કામ કરે છે

ઓગસ્ટ 5, 2021 | પી. સાંઈનાથ

યુપી પંચાયતો: મૃત શિક્ષકોની સંખ્યા 1621 ને આંબી ગઈ

એપ્રિલ મહિનામાં પંચાયતની એ ચૂંટણી, જેણે હવે રોજેરોજ વધુ ને વધુ ઘેરી બનતી જતી આપત્તિને છુટ્ટો દોર આપ્યો છે, એ યોજવા સામે યુપી સરકારને કેમ કોઈ જ વાંધો નહોતો? પારી એક અપડેટ આપે છે

મે 18, 2021 | પી. સાંઈનાથ

એક લાંબા દિવસ પછીની રાત

પૂર્વ મહારાષ્ટ્રના ગોંડિયા જિલ્લાની સેંકડો મહિલાઓ દૈનિક મજૂરી કમાવા માટે નાના શહેરોથી આજુબાજુના ગામોમાં જાય છે. શહેરથી ગામમાં થતા આ સ્થળાંતર વિશે ખૂબ જ ઓછો અભ્યાસ કરવામાં આવ્યો છે

મે 1, 2021 | પી. સાંઈનાથ

અમે તેમના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ, પરંતુ તેમના જીવનની ઉજવણી કરીએ છીએ - ગણપતિ બાલ યાદવ (1920-2021)

તેઓ 101 વર્ષિય ભારતના છેલ્લા જીવંત સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા. તેઓ સાંગલી જિલ્લામાં 1943 ની ક્રાંતિકારી ભૂગર્ભીય તૂફાનસેનાના ખાસ દૂત હતા. તેઓ તેમના છેલ્લા મહિનાઓ સુધી દરરોજ સાઇકલ પર સવાર પણ થતા હતા

એપ્રિલ 20, 2021 | પી. સાંઈનાથ

ફોર્બ્સ, ભારત, અને પાન્ડોરાનો મહામારીનો પટારો

જે વર્ષમાં જીડીપીમાં 7.7 ટકાનો ઘટાડો થયો, અને આપણે ઉલટાં સ્થળાંતરના બીજા તબક્કાની તૈયારીમાં હતા, તેમજ દિલ્હીના દરવાજા પર અવગણાયેલા ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, એ જ વર્ષમાં ભારતીય અબજોપતિઓની સંપત્તિ વિક્રમસ્તરે પહોંચી ગઈ હતી

એપ્રિલ 16, 2021 | પી. સાંઈનાથ

શ્રીમંત ખેડુતો, વૈશ્વિક કાવતરાં, સ્થાનિક મૂર્ખતા

દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડુતોને વિખેરવાના પ્રયાસો નિષ્ફળ જતા, સ્થાનિક દમનને ન્યાયી ઠેરાવવાવાળી આંતરરાષ્ટ્રીય ષડયંત્ર વિશેની માન્યતાઓનો રાફડો ફાટ્યો છે. તો હવે પછીના સમયમાં આ માન્યતાઓ આ પૃથ્વીની બહારના પરિબળોનો હાથ પણ આમાં જોશે કે શું?

ફેબ્રુઆરી 6, 2021 | પી. સાંઈનાથ

અને તમે કહો છો કે વાત માત્ર ખેડૂતોની છે?

નવા કૃષિ કાયદાઓ માત્ર ખેડૂતોના જ નહીં, પરંતુ બધા જ નાગરિકોના કાનૂની ઉપાયના અધિકારને - 1975-77ની કટોકટી પછી આજ સુધી જોવા નથી મળી એ હદ સુધી - અક્ષમ કરે છે. દિલ્હીના દરવાજે ખેડુતો આપણા સૌના હક માટે લડત આપી રહ્યા છે

ડિસેમ્બર 10, 2020 | પી. સાંઈનાથ

આપણે તેમનું લોહી જોઈએ એટલું વહેવા ન દીધું

કોવિડની કટોકટીનો યક્ષપ્રશ્ન એ નથી કે આપણે નોર્મલ (સામાન્ય પરિસ્થિતિ) તરફ કેટલી ઝડપથી પાછા ફરી શકીએ છીએ. કારણ લાખો ગરીબ ભારતીયો માટે એ નોર્મલ જ એક વિકટ પ્રશ્ન હતો. ન્યૂ નોર્મલ (નવી સામાન્ય પરિસ્થિતિ) એ બીજું કંઈ નહિ પણ એ વિષ પાઈને મોટી કરેલા જૂના નોર્મલનું વિકરાળ રૂપ છે

ઓગસ્ટ 10, 2020 | પી. સાંઈનાથ

સંકરૈયા: ક્રાંતિકારી નેવું વર્ષો

એન.સંકરૈયા એ ભારતના છેલ્લા જીવંત સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી એક છે. ચેન્નાઇમાં PARI સાથે વાત કરતા, તેમણે બ્રિટિશ શાસન સામે જાહેરમાં, જેલમાં અને ભૂગર્ભમાં રહીને કરેલા સંઘર્ષના અદભૂત ઈતિહાસ વિશે વાત કરી

જુલાઈ 15, 2020 | પી. સાંઈનાથ

સ્થળાંતરિત શ્રમિકો અને ભદ્ર લોકોની નૈતિક વ્યવસ્થા

લોકડાઉનને કારણે સ્થળાંતરિત શ્રમિકોના હક્કો માટે ભારતની તીવ્ર અવગણનાની ક્રૂરતા છતી થઇ ગઈ છે. આ લાખો લોકોને આપણી ક્ષણિક ચિંતાની નહીં પણ પૂર્ણ ન્યાયની જરૂર છે. આવું પ્રથમ ઇન્ડિયા ટુડેમાં પ્રથમ પ્રકાશિત થયેલ આ લેખ કહે છે

જૂન 8, 2020 | પી. સાંઈનાથ

કોવિડ 19 વિષે આપણે શું કરી શકીએ

કટોકટીને પહોંચી વળવા સરકાર દ્વારા જાહેર કરાયેલું 'પેકેજ' એ ઉદાસીનતા અને અજ્ઞાનતાનું મિશ્રણ છે

માર્ચ 27, 2020 | પી. સાંઈનાથ

તણખલા પર દેશી અડપલું

ભારતના ગામડાના રસ્તે મુસાફરી કરતાં, ક્યારેક તમને ખુશ કરી દે તેવી ઉટપટાંગ વસ્તુ જોવા મળી જાય છે

માર્ચ 19, 2020 | પી. સાંઈનાથ

ਪੀ ਸਾਈਨਾਥ People’s Archive of Rural India ਦੇ ਮੋਢੀ-ਸੰਪਾਦਕ ਹਨ। ਉਹ ਕਈ ਦਹਾਕਿਆਂ ਤੋਂ ਦਿਹਾਤੀ ਭਾਰਤ ਨੂੰ ਪਾਠਕਾਂ ਦੇ ਰੂ-ਬ-ਰੂ ਕਰਵਾ ਰਹੇ ਹਨ। Everybody Loves a Good Drought ਉਨ੍ਹਾਂ ਦੀ ਪ੍ਰਸਿੱਧ ਕਿਤਾਬ ਹੈ। ਅਮਰਤਿਆ ਸੇਨ ਨੇ ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਕਾਲ (famine) ਅਤੇ ਭੁੱਖਮਰੀ (hunger) ਬਾਰੇ ਸੰਸਾਰ ਦੇ ਮਹਾਂ ਮਾਹਿਰਾਂ ਵਿਚ ਸ਼ੁਮਾਰ ਕੀਤਾ ਹੈ।

Other stories by P. Sainath
Translator : PARI Translations, Gujarati