ના, જરાય નહીં,  કિશનજી ચૂંચળી આંખે ખટારાના પાછલા દરવાજા અથવા ઝાંપાના - કે પછી એ ભાગને જે કહેતા હો તેમાંના કાણાંઓમાંથી ઘૂરીને કંઈ જોવાનો પ્રયાસ નોહતા કરી રહ્યા. ખટારો ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરની બહાર આ નાની વસ્તીમાંના  કેટલાક ગોડાઉનમાં તેનો લોડ પહોંચાડી દીધા પછી લગભગ ખાલી થયેલો હતો.

લગભગ 70 વર્ષના કિશનજી એમની નાની હાથલારી સાથે શેરીઓમાં ફરી મગફળી અને થોડી બીજી ઘેર બનાવેલી ચીજો વેચનારા ફેરિયા હતા. "હમણાં હું ઘેર કંઈક ભૂલી ગયેલો તે લેવા ગયેલો" તેણે અમને કહ્યું. "અને પાછો આવ્યો તો જોઉં છું કે આ મોટો ખટારો મારી અડધી લારીની ઉપર સવાર છે.

થયું એમ હતું કે ખટારાના ડ્રાઈવરે અહીંયા પોતાનું વાહન પાર્ક કરતા એને થોડું પાછળ -- ઉપર ખસેડ્યું --કિશનજીની નાનકડી પણ મહામૂલી લારી ઉપર એ ચડી જાય છે તેની પરવા કર્યા વગર. અને પછીતો ડ્રાઈવર અને તેનો સહાયક બંને ગાયબ, કાં  ટોળટપ્પાં કરવા કાં પછી બપોરનું જમવા. ખટારાના પાછળના દરવાજાનો ઉપરનો ભાગ એ લારી ઉપર જડબાં જમાવીને બેઠેલો જેમાંથી લારીને બહાર કાઢવાનો એ પ્રયત્ન કરી રહ્યો હતો. નબળી દ્રષ્ટિવાળા કિશનજી ખટારા તરફ ઝીણી આંખે જોઈ રહેલા કે સમજવા કે આ માળું ક્યાં ફસાયું છે, આ જડબાના દાંત ક્યાં છે.

અમેય વિચારમાં પડેલા કે આ ડ્રાઇવર અને તેનો સાથી ગયા ક્યાં. કિશનજીને પણ ખબર નહોતી કે તેઓ ક્યાં છે અથવા તેઓ કોણ છે, પરંતુ તેમના વંશવેલા વિશે કિશનજી પોતાના વિચારો ખૂબ  મુક્તપણે વ્યક્ત કરી રહ્યા હતા. વૃદ્ધાવસ્થાએ  તેમની રંગીન શબ્દભંડોળને નહોતી એમનાથી ઝૂંટવી લીધી કે નોહતી  ઓછી કરી.

કિશનજી તે ગણ્યા ગણાય નહીં એવા હજારો નાના ફેરિયાઓમાંના એક હતા જેઓ હાથલારીમાં તેમનો સામાન વેંચતા હોય છે. આ દેશમાં કેટલા કિશનજીઓ છે તેનો કોઈ અધિકૃત અંદાજ અસ્તિત્વમાં નથી. ચોક્કસપણે, 1998 માં જ્યારે આ ફોટો લેવામાં આવ્યો ત્યારે મને આવા કોઈ આંકડાની જાણ નોહતી. "હું ગાડી સાથે બહુ દૂર ચાલવાની સ્થિતિમાં નથી, તેથી હું 3-4 વસ્તીમાં જ કામ કરું છું," તેમણે કહ્યું. તેમને લાગ્યું કે "જો હું આજે 80 રૂપિયા કમાઈ લઉં -- તો આ મારા માટે સારો દિવસ હશે."

અમે તેમને તેમની ફસાયેલી લારીને કાઢવામાં મદદ કરી. અને પછી એમને લારી ધકેલતાં નજરથી દૂર થતાં જોતા રહ્યાં એ આશા સાથે કે એમનો દહાડો 80 રૂપિયાવાળો હોય.

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

P. Sainath

পি. সাইনাথ পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার প্রতিষ্ঠাতা সম্পাদক। বিগত কয়েক দশক ধরে তিনি গ্রামীণ ভারতবর্ষের অবস্থা নিয়ে সাংবাদিকতা করেছেন। তাঁর লেখা বিখ্যাত দুটি বই ‘এভরিবডি লাভস্ আ গুড ড্রাউট’ এবং 'দ্য লাস্ট হিরোজ: ফুট সোলজার্স অফ ইন্ডিয়ান ফ্রিডম'।

Other stories by পি. সাইনাথ
Translator : Pratishtha Pandya

কবি এবং অনুবাদক প্রতিষ্ঠা পান্ডিয়া গুজরাতি ও ইংরেজি ভাষায় লেখালেখি করেন। বর্তমানে তিনি লেখক এবং অনুবাদক হিসেবে পারি-র সঙ্গে যুক্ত।

Other stories by Pratishtha Pandya