ગ્રામીણ ભારતીયો આઝાદીના લડવૈયા તો હતા જ, ઉપરાંત વસાહતી શાસન વિરોધી કેટલાક ખૂબ મહત્ત્વના બળવાઓના નેતાઓ પણ હતા. ભારતને અંગેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે અસંખ્ય હજારો ગ્રામીણ ભારતીયોએ પોતાના જીવનના બલિદાન આપ્યા હતા. અને પારાવાર વેદનાઓ સહન કરીને પણ આઝાદ ભારત જોવા જે બીજા ઘણા બચી ગયા તેઓ મોટે ભાગે આઝાદી પછી થોડા સમયમાં જ વિસ્મૃતિના અંધકારમાં વિલીન થઈ ગયા. 1990 ના દાયકાથી મેં છેલ્લા કેટલાક હયાત સ્વાતંત્ર્ય સેનાનીઓની જીવનકથાઓ નોંધવાનું શરુ કર્યું છે. અહીં તમને તેમાંથી પાંચ સ્વાતંત્ર્ય સેનાનીઓની વાતો મળશે:

Nuapada, Odisha
|WED, AUG 11, 2021
આઝાદીની દસ કથાઓ
ભારતની આઝાદી વિષે: ફરી કરીએ એ સાહસ અને બલિદાનની વિસારે પાડી દેવાયેલી વાતો
Author
Translator
10. જયારે ‘સલિહાને’ લલકાર્યું રાજને
ઓડિશાના નુઆપાડામાં દેમતી દેઇ સબર અને તેના મિત્રોએ માત્ર લાઠીઓની મદદથી બંદૂકધારી અધિકારીઓનો સાહસપૂર્વક મુકાબલો કર્યો
9. પણીમારાંના સ્વતંત્રતા સૈનિક - ૧
આઝાદીની દસ કથાઓ – ૨: જ્યારે ઓડિસાના ગરીબ ગામવાળાઓએ સંબલપુર કોર્ટ પર કબ્જો કરી તેને ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો.
8. પણીમારાંના સ્વતંત્રતા સૈનિક - ૨
આઝાદીની દસ કથાઓ – ૩: ઓડિશાની એ નાની વસાહત જેને 'આઝાદી ગામ' નું નામ મળ્યું
7. લક્ષ્મી પાંડાની આખરી લડત
આઝાદીની દસ કથાઓ – 9 : આઈએનએના ગરીબ સ્વાતંત્ર્ય સેનાનીની એક માત્ર માંગ પોતાના રાષ્ટ્ર દ્વારા સ્વીકૃતિ પામવાની હતી. અને તેથી વૃદ્ધા લડવૈયાની લડત આઝાદીના છ દાયકા પછી પણ ચાલુ રહી.
અહિંસાના નવ દાયકા
બાજી મોહમ્મદ, જે વ્યક્તિની અહિંસક લડતો આઝાદીના 60 વર્ષ પછી પણ ચાલુ છે
ઓગસ્ટ 14, 2015 | પી.સાંઈનાથ
આ સાથે સૌ પ્રથમ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલ પાંચ વાર્તાઓનો સમૂહ છે, ઘણા વધુ ફોટોગ્રાફ્સ સાથે અહીં તેનું પુન: પ્રકાશન કરાયું છે. આ ‘(ફરગોટન ફ્રીડમ) વિસારે પાડી દેવાયેલી આઝાદી(ની લડતો)’ શ્રેણીના તાણાવાણા મહાન બળવાઓનું ઉદ્ભવસ્થાન રહી ચૂકેલા ગામોની આસપાસ વણાયેલા હતા. ભારતની આઝાદી એ માત્ર શહેરી બૌદ્ધિકો પૂરતી સીમિત નહોતી. ગ્રામીણ ભારતીયો ઘણી મોટી સંખ્યામાં અને એક કરતા વધારે પ્રકારની આઝાદી માટે લડ્યા હતા. દાખલા તરીકે 1857 ની ઘણી લડતો ગામડાઓમાં એ સમયે લડાઈ હતી જ્યારે મુંબઈ અને કોલકાતાના બૌદ્ધિકો તો અંગ્રેજોની સફળતા માટે પ્રાર્થના કરવા બેઠકો યોજવામાં વ્યસ્ત હતા. 1997 માં આઝાદીના 50 મા વર્ષમાં આ વાર્તાઓ માટે હું તેમાંના કેટલાક ગામોમાં પાછો ફર્યો:
5. શેરપુર: મોટું બલિદાન, ટૂંકી યાદદાસ્ત
આઝાદીની દસ કથાઓ – 4: 1942 માં ધ્વજ લહેરાવી તેની કિંમત ચૂકવનાર ઉત્તર પ્રદેશનું ગામ
4. ગોદાવરી: અને પોલીસ હજી પણ હુમલાની રાહ જુએ છે
દસ ડગલાં આઝાદી તરફ – 5: આંધ્રના રામ્પાથી અલ્લુરી સીતારામરાજુએ વસાહતી શાસન વિરોધી બળવામાંથી સૌથી મહત્ત્વના એકનું નેતૃત્વ કર્યું હતું
3. સોનાખાન : વીર નારાયણ સિંહનું બીજું મૃત્યુ
દસ ડગલાં આઝાદી તરફ - 6: છત્તીસગઢમાં વીર નારાયણ સિંહે દયાની ભીખ ન માગી, પરંતુ ન્યાય માટે લડતા લડતા પોતાનું જીવન સમર્પી દીધું
2. કલ્લિયાસેરી: સુમુકનની શોધમાં
દસ ડગલાં આઝાદી તરફ - 7: અંગ્રેજો, સ્થાનિક જમીનદારો અને જાતિવ્યવસ્થા - બધા ય મોરચે લડતું ગામ
1. કલ્લિયાસેરી: 50 વર્ષ પછી પણ લડત ચાલુ છે
દસ ડગલાં આઝાદી તરફ - 8: જ્યારે શિકારીઓના દેવે કેરળના સામ્યવાદીઓને (બ્રિટિશ) રાજથી બચાવવા આશ્રય આપ્યો
હાલ ઉંમરના 90 મા દાયકામાં પહોંચેલા છેલ્લા-છેલ્લા હયાત સ્વતંત્રતા સેનાનીઓને શોધી તેમની જીવનકથાનું દસ્તાવેજીકરણ કરવાનું કામ પારી હજી આજે પણ ચાલુ રાખે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/આઝાદીની-દસ-કથાઓ










