લાતેહરાટોલામાંરસ્તાની બંને બાજુએ આદિવાસીઓનાલગભગ બે ડઝન ઘરોછે. કેટલાક મકાનો કોંક્રીટના છે, બીજા માટીઅને છાજના બનેલા છે. સપ્ટેમ્બર મહિનાનીબપોર છે, અને વરસાદહમણાં જ બંધ થયોછે; આકાશ લગભગ સ્વચ્છછે. કેટલીક વૃદ્ધ મહિલાઓ રસ્તાની બાજુમાં ઘરના છાંયડામાં બેસીગપસપ કરી સમય પસારકરી રહી છે.
તેમનીવાંકી વળેલી પીઠ અને ઊંડીકરચલીઓ ફુલમણિની વધતી ઉંમરની ચાડીખાય છે. તેઓ લાકડીલઈને ચાલતા મારી તરફ આવેછે. ભારત સ્વતંત્ર થયુંત્યારે ફુલમણિ ત્રણ વર્ષના હતા. એકવાર તેઓ 21 વર્ષના થઈ ગયા એપછી, ગયા મહિને મતદારયાદીમાંથી તેમનું નામ કમી થઈગયું તે પહેલા, જમુઈજિલ્લાના લાતેહરા ટોલાના આ સંથાલ આદિવાસીનુંનામ હંમેશા મતદાર યાદીમાં રહ્યું છે. ઉંમરના 80 ના દાયકાની શરૂઆતના વર્ષોમાં પહોંચેલા ફુલમણિનેચિંતા છે કે તેમનીબાકીની જિંદગી શી રીતે જશે - તેમને ડર છે કેજો તેઓ મતદાન નહીંકરી શકે તો તેઓસરકારી યોજનાઓ માટે પણ પાત્રનહીં રહે, આ સરકારીયોજનાઓઆ વૃદ્ધ મહિલાની જિંદગી માટે અતિ આવશ્યકછે.
દુબરાતરિગામના કનાર આદિવાસી ટોલામાંલાયક મતદારોની યાદીમાંથી વિષ્ણુદેવ હાંસદાનું નામ પણ ઉડાવી દેવામાં આવ્યું છે. રાજુ કિસ્કુનું નામ પણ ઉડાવી દેવામાં આવ્યું છે. અને ફુલમણિના પરિવારના પાંચ બીજા સભ્યોનાંનામ પણ ઉડાવી દેવામાં આવ્યાં છે. તેઓબધા બૂથ નંબર 14, ઉત્ક્રમિતમધ્ય વિદ્યાલય, ખિરભોજના (પૂર્વ) હેઠળ આવે છે. પચાસ નામો ઉડાવી દેવામાં આવ્યા હતા. મેંતપાસ કરી ત્યારે ખબરપડી કે તેમાંથી 50 ટકા નામો આદિવાસીસમુદાયના હતા. સુધારા પછીઅંતિમ યાદીમાં આ બૂથમાં 661 મતદારોનીયાદી આપવામાં આવી હતી.
બિહારમાંસ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) જુલાઈ 2025 માં યોજાયું હતું, અને તેમાં 'મૃત' અને 'સ્થળાંતરિતથઈ ગયેલ છે' એબે મુખ્ય કારણો ગણાવીને 66 લાખથી વધુ મતો ઉડાવી દેવામાં આવ્યા હતા. વાંચો: બિહારમાં: ‘મૃત’ આદિવાસીઓ પોતાનીવ્યથા કહે છે
આ રાજ્યમાં આદિવાસીઓની વસ્તી (કુલ વસ્તીના) બેટકાથી ઓછી છે, પરંતુતાજેતરની ચૂંટણીઓ પહેલાં યોજાયેલ એસઆઈઆરમાં તેમના નામો મોટા પાયેઉડાવી દેવામાં આવ્યાહતા. અહીંના આદિવાસીઓ પોતાના ઘર ચલાવવા માટેમુખ્યત્વે નજીકની ટેકરીઓ પરથી મળતી ગૌણવન પેદાશો પર આધાર રાખેછે. તેઓ દિવસભર જંગલમાંથીસૂકું લાકડું એકઠું કરે છે અનેસાંજે નજીકના બજારમાં વેચીને લગભગ 150-200 રુપિયા કમાય છે. આઉપરાંત તેઓ ખેતરોમાં, મનરેગાહેઠળ અને જ્યાં પણકામ મળે ત્યાં દાડિયામજૂર તરીકે કામ કરે છે.
















