બોલ ને લટકાળી બેન બોલ તારી માછલી નો ભાવ – પરંપરાગત રીતે લગ્નોમાંગાવામાં આવતા આ ગીતનીટેક – લોકગીતોની કાયમી સુસંગતતા અનેઅનુકૂલનક્ષમતાનું ઉદાહરણ છે. મુન્દ્રાતાલુકાના વ્યવસાયે પોતે પણ માછીમારએવા જુમા વાઘેર દ્વારાગવાયેલું આ ગીત પરંપરાગતરીતે આનંદના પ્રસંગો માટેછે. પરંતુ વર્તમાન સંદર્ભમાંઆ પ્રદેશમાં માછીમારોનાસમુદાયને જે પરિસ્થિતનો સામનોકરવો પડે છે, તેનીસાથે સંકળાયેલ ઘણા નવાસામાજિક અને રાજકીય અર્થોનાપડઘા સાથે ઉઘડે છે.
વાઘેર, આ પ્રદેશમાંમાછીમારી સાથે સંકળાયેલ મુસ્લિમલઘુમતી સમુદાય, લોકો કચ્છનાઅખાત સાથે સદીઓ જૂનોસંબંધ ધરાવે છે. દરવર્ષે આ માછીમારસમુદાયના પુરુષો, સ્ત્રીઓ અનેબાળકો તેમના અંતરિયાળ ગામડાઓથીમુન્દ્રા શહેર નજીકના માછીમારીનામેદાનોમાં સ્થળાંતર કરે છેઅને લગભગ 8 થી 9 મહિનાસુધી દરિયામાંથી આજીવિકા મેળવવા માટે કામચલાઉઝૂંપડીઓમાં દરિયા કિનારા પરજ રહેછે. પુરુષો માછલીઓ પકડીછે, લાવીને કિનારે આવેત્યારે સ્ત્રીઓ માછલીઓ છૂટીકરે છે, સૂકવે છે અને વેચે છે.
રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠાના ખાનગીકરણને ઔદ્યોગિકીકરણને આપતાં પ્રોત્સાહન ને કારણે વર્ષ 2000 માં પરિસ્થિતિ બદલાવાની શરૂઆત થઈ. ઓઈલ રિફાઈનરીઓ, સિમેન્ટ અને ખાતરના પ્લાન્ટ, મીઠાના અગર, બોક્સાઈટ અને લાઈમસ્ટોનની ખાણો અને શિપિંગ-સંબંધિત પ્રવૃત્તિઓ સહિત સંખ્યાબંધ પ્રોજેક્ટોએ સમુદાયના જીવન પર્યાવરણને ભારે અસર કરી છે.
નવા પ્રોજેક્ટોના બાંધકામઅને તેનાથી થતા પ્રદૂષણનેકારણે તેઓ માછીમારીમાં નુકશાનઅનુભવી રહ્યા હતા; દરિયાકાંઠાનીઇકો-સિસ્ટમ અને કુદરતીભરતીના પ્રવાહો ખોરવાઈ જવાથીવાઘેરોને તેમના માછલી પકડવાનાકદ અને વિવિધતામાંઘટાડો તેમજ આવકમાં નોંધપાત્રઘટાડો થતો જોવા મળ્યોહતો. અનેતેમને માછીમારી માટે દરિયામાંવધુ દૂર જવાની ફરજપડી હતી. અને તેનીસાથે સમુદાય માટે પાગડિયામાછીમારી જેવી પરંપરાગત જ્ઞાનપદ્ધતિઓ પણ ભૂંસાવા લાગીહતી.
એક દાયકા પહેલાઆ પ્રદેશના માછીમારોએવિશ્વ બેંકની ખાનગી રોકાણએજન્સી ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC) સામેતેમની આજીવિકાને વિનાશ નોતરવા બદલકોલસાના એક મોટા પ્લાન્ટનેભંડોળ પૂરું પાડવાના માટે યુએસફેડરલ કોર્ટમાં દાવો દાખલકર્યો હતો. કચ્છમાં પ્રદેશમાં 'વિકાસ'ના બદલાતા સ્વરૂપનેકારણે સામાજિક અને શૈક્ષણિકરીતે પછાત વર્ગો (SEBC) વચ્ચેપહેલાથી જ હાંસિયામાંજીવતા આ સમુદાયનીનબળાઈ વધુ તીવ્ર બની છે.



