પક્ષીઓને સંબોધિત અને તેમના દ્વારા પ્રેમીને ઉદ્દેશીને ગવાતા ગીતોની શ્રેણીમાં આ વધુ એક ગીત છે. અહીં આપણે લાલ કાંઠલાવાળા પોપટને (સૂડલા) ને મળીએ છીએ, એક પક્ષી જે સામાન્ય રીતે આ પ્રદેશમાં જોવા મળે છે, અને જે કેરી, જાંબુ અને રાયણ જેવા ફળોની મિજબાની કરે છે. આ ગીતમાં પરિણીત મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા વિવિધ પ્રકારના ઘરેણાંનો પણ ઉલ્લેખ છે. સ્ત્રી દ્વારા પ્રેમી પંખીડાને આ ઘરેણાં માટે કરાતી વિનંતી એ પ્રેમિકા દ્વારા પ્રેમીને તેની સાથે લગ્ન કરવા અપાતા આમંત્રણનો સાંકેતિક સંદેશ છે.
ભદ્રેસર ગામના જુમા વાઘેર દ્વારા અહીં રજૂ કરવામાં આવેલ ગીત કચ્છમાં અવારનવાર લગ્ન પ્રસંગો દરમિયાન ગવાય છે.



