આ વાર્તા પ્રકૃતિવાદી અને ફોટોગ્રાફર રાધેશ્યામ બિશ્નોઈને સમર્પિત છે.
23 મી મે, 2025 ના રોજ જેસલમેર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં રાધેશ્યામનું નિધન થયું હતું. તેઓ આઈયુસીએન રેડ લિસ્ટમાં સૂચિબદ્ધ ચિંકારા (ગેઝેલા બેનેટી) ના નિવાસસ્થાન ભદરિયા માતા ઓરણ (સેક્રેડ ગ્રુવ - પવિત્ર ઉપવન) માં મોડી રાત્રે થઈ રહેલા ગેરકાયદેસર શિકારના પ્રયાસની મળેલી ચેતવણીને પગલે તે અટકાવવા માટે જઈ રહ્યા હતા. રાધેશ્યામની સાથે વન અધિકારીઓ હતા જેઓ પણ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.
રાજસ્થાનની પોકરણ તહેસીલમાં રહેતા વન્યજીવન ફોટોગ્રાફર અને પ્રકૃતિવાદી, રાધેશ્યામ એક ઉત્સાહી પ્રકૃતિવાદી હતા, તેઓ એ પ્રદેશમાં જોવા મળતા ઘોરાડ અને બીજા પક્ષીઓ તથા ચિંકારા અને બીજા પ્રાણીઓના ટ્રેકિંગ અને તેમના ગેરકાયદેસર શિકારના વિરોધ સંબંધિત સંરક્ષણ પ્રયાસોમાં પ્રતિબદ્ધતાપૂર્વક સામેલ હતા. તેમણે જે કોઈએ વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો તેની સાથે ઉદારતાથી પોતાનું જ્ઞાન અને ફોટોગ્રાફ્સ શેર કર્યા છે, અને તેમના મૃત્યુથી એક ખાલીપો સર્જાયો છે. રાધેશ્યામ 30 વર્ષના હતા અને તેમના પત્ની, તેમના બે નાનાં બાળકો અને તેમની માતા સાથે ધોલિયા ગામમાં રહેતા હતા. તેમને જાણતા સૌ કોઈને તેમની ખૂબ જ ખોટ સાલશે.

















