મેં ક્યાંક લખ્યું છે કે તમે અમને ઉખેડી નાખો અને અમને પાણીમાં ડુબાડો, પરંતુ જાણજો કે ટૂંક સમયમાં તમારા માટે પણ પાણી બાકી રહેશે નહીં. તમે અમારી જમીન, અમારું પાણી છીનવી લો છતાં પણ અમે તમારી ભાવિ પેઢીઓ માટે લડીશું અને મરીશું. પાણી, જંગલ અને જમીન માટેનો આપણો સંઘર્ષ અમારા એકલાનો નથી, એટલી હદે કે આપણામાંથી કોઈ પ્રકૃતિથી અલગ નથી. આદિવાસીઓનું જીવન પ્રકૃતિ સાથે સુમેળમાં રહે છે. અમે અમારી જાતને પ્રકૃતિથી અલગ નથી જોતા. દેહવાલી ભીલીમાં મેં લખેલી ઘણી કવિતાઓમાં મેં મારા લોકોના મૂલ્યોને જાળવવાનો પ્રયાસ કર્યો છે.
અમારા આદિવાસી સમુદાયોનો વૈશ્વિક દૃષ્ટિકોણ આવનારી પેઢીઓ માટે પાયો બની શકે છે. તમારી પાસે તે જીવન, તે વિશ્વ દૃશ્ય તરફ પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સિવાય કે તમે તૈયાર હો સામૂહિક આત્મહત્યા માટે.


