33 વર્ષીય ગણેશ પંડિત કદાચ નવી દિલ્હીના લોહા પુલ તરીકે પ્રચલિત જૂના યમુના પુલના સૌથી નાની વયના રહેવાસી છે. તેઓ કહે છે કે તેમના સમુદાયના યુવાનો સ્વિમિંગ કોચ તરીકે વધુ ‘મુખ્ય પ્રવાહની’ નોકરીઓમાં અને પડોશના ચાંદની ચોક વિસ્તારમાં છૂટક દુકાનોમાં કામ કરવાનું વધારે પસંદ કરે છે.

દિલ્હીમાંથી પસાર થતી યમુના નદી ગંગાની સૌથી લાંબી ઉપનદી છે અને કદની દૃષ્ટિએ (ઘાઘરા પછી) બીજી સૌથી મોટી ઉપનદી છે.

પંડિત યમુના પર ફોટો શૂટ કરી આપે છે અને નદીમાં ધાર્મિક વિધિઓ કરવા માંગતા લોકોને લઈ જાય છે. તેઓ સમજાવે છે, “જ્યાં વિજ્ઞાન નિષ્ફળ જાય છે, ત્યાં શ્રદ્ધા કામ આવે છે.” તેમના પિતા અહીં પંડિત છે અને તેઓ અને તેમના બે ભાઈઓ, “નાની ઉંમરમાં જ જમુના [યમુના]માં તરવાનું શીખી ગયા હતા.” પંડિતના ભાઈઓ ફાઇવ સ્ટાર હોટલમાં લાઇફગાર્ડ તરીકે કામ કરે છે.

PHOTO • Shalini Singh
PHOTO • Shalini Singh

ડાબેઃ દિલ્હીમાં લોહા પુલના રહેવાસી અને યમુના નદીના નાવિક 33 વર્ષીય ગણેશ પંડિત. જમણેઃ પુલ પરનું આ સાઇનબોર્ડ ઇતિહાસની ઝાંખી પે છે

PHOTO • Shalini Singh
PHOTO • Shalini Singh

ડાબેઃ યમુના પર જ્યાં ગણેશ પંડિતની હોડી રાખવામાં આવી છે ત્યાં વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને ગંદકીનો સંગમ. જમણેઃ નદીની નજીક એક ટેકરી પર તંત્ર મંત્ર વિધિઓ કરવા માટે લોકો જે શીશીઓ લાવે છે તેની ખાલી ડબ્બી. ગણેશ પંડિત જેવા નાવિકો આ લોકોને થોડી ફી વસૂલીને હોડી પર મુસાફરી કરાવે છે

આ યુવક કહે છે કે લોકો આજે તેમની દીકરીના લગ્ન નાવિક સાથે કરવા નથી માંગતા કારણ કે આ આકર્ષક કે આદરણીય વ્યવસાય નથી. તેઓ આ બાબતને સમજી શકતા નથી. તેઓ આ બાબત સાથે અસહમત થતાં કહે છે, “હું લોકોને હોડીમાં મુસાફરી કરાવીને દરરોજ 300-500 રૂપિયા કમાઉં છું.” પંડિત ઉમેરે છે કે તેઓ નદી પર ફોટો અને વીડિયો શૂટ યોજવામાં મદદ કરીને પણ સારી એવી રકમ કમાય છે.

તેઓ એક દાયકા કરતાં વધુ સમયથી મુસાફરોને હોડીમાં મુસાફરી કરાવી રહ્યા છે. તેઓ નદીના પાણીમાં પ્રદૂષણ અંગે શોક વ્યક્ત કરતાં કહે છે કે નદીની સફાઈ માત્ર સપ્ટેમ્બરમાં જ થાય છે જ્યારે ચોમાસાના પાણીથી ગંદકી બહાર નીકળે છે.

યમુના નદીનો માત્ર 22 કિલોમીટર (અથવા માત્ર 1.6 ટકા) ભાગ જ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાંથી વહે છે. પરંતુ તે નાનકડા ભાગમાં ખાલી થતો કચરો 1,376 કિલોમીટર લાંબી નદીના કુલ પ્રદૂષણના લગભગ 80 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આ પણ વાંચોઃ જ્યારે યમુનાની 'મૃત માછલીઓ ફરી તાજી હશે

Shalini Singh

शालिनी सिंग काउंटरमीडिया ट्रस्टची संस्थापक विश्वस असून ही संस्था पारीचं काम पाहते. शालिनी दिल्लीस्थित पत्रकार असून पर्यावरण, लिंगभाव आणि सांस्कृतिक विषयांवर लेखन करते. २०१७-१८ साली ती हार्वर्ड विद्यापीठाची नेइमन फेलो होती.

यांचे इतर लिखाण शालिनी सिंग
Editor : PARI Desk

PARI Desk is the nerve centre of our editorial work. The team works with reporters, researchers, photographers, filmmakers and translators located across the country. The Desk supports and manages the production and publication of text, video, audio and research reports published by PARI.

यांचे इतर लिखाण PARI Desk
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

यांचे इतर लिखाण Faiz Mohammad