15 નવેમ્બર, 2023 ના રોજ, એન. સંકરૈયાએ અંતિમ શ્વાસ લીધા. તેઓ 102 વર્ષના હતા; તેમના પરિવારમાં બે પુત્રો ચંદ્રશેકર અને નરસિમ્હન અને પુત્રી ચિત્રા છે.

ડિસેમ્બર 2019 માં પી. સાઈનાથ અને PARI સાથેની તેમની મુલાકાત દરમિયાન, સંકરૈયાએ તેમના જીવન વિશે લાંબી વાત કરી - જે એમણે મોટેભાગે વિરોધ કાર્યોમાં ગાળ્યું . વાંચો: સંકરૈયા: ક્રાંતિકારી નેવું વર્ષો

મુલાકાતના સમયે તેઓ 99 વર્ષના હતા અને તેમની ઉંમર એમને હજુ વધારે ક્ષીણ કરવાની હતી, પણ તેનો નિર્ણાયક અવાજ સાબૂત રહ્યો હતો અને તેમની યાદશક્તિ  દોષરહિત. તેઓ જીવનથી ભરપૂર હતા. આશાથી ભર્યા ભર્યા.

સંકરૈયાએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આઠ વર્ષ જેલમાં વિતાવ્યા હતા - એક વખત અમેરિકન કોલેજ, મદુરાઈના વિદ્યાર્થી તરીકે અને ત્યારબાદ, 1946માં, મદુરાઈ કાવતરાના કેસમાં આરોપી તરીકે. ભારત સરકારે મદુરાઈ કાવતરાને સ્વતંત્રતા ચળવળના ભાગ રૂપે માન્યતા આપી છે.

એક સારા વિદ્યાર્થી હોવા છતાં સંકરૈયા પોતાનું યુનિવર્સિટીનું ભણતર ક્યારેય પૂરું ના કરી શક્યા. તેઓ પોતાની બી.  એ. ડિગ્રી ની વાર્ષિક પરીક્ષા પહેલાં જ, 1941માં અંગ્રેજ સરકાર સામે વિરોધના દેખાવો કરવાના આરોપ હેઠળ તેમની ધરપકડ થઇ.

14 ઓગસ્ટ 1947ના દિવસે ભારતને આઝાદી મળી તેના  એક દિવસ પહેલા જ તેમને જેલમાંથી છોડવામાં આવ્યા હતા. 1948માં સામ્યવાદી પક્ષ પર પ્રતિબંધ મૂકાયા બાદ સંકરૈયાએ ત્રણ વર્ષ ભૂગર્ભમાં વિતાવ્યા હતા. રાજકીય ખળભળાટમાં  ઉછરેલા સંકરૈયા - તેમના દાદા પેરિયારને અનુસરનારા હતા - તેમના કોલેજકાળ દરમ્યાન ડાબેરી પ્રવાહોથી પરિચિત હતા. જેલમાંથી છૂટ્યા પછી અને આઝાદી પછી, સંકરૈયા સામ્યવાદી   ચળવળમાં સક્રિય હતા. તેમણે તમિલનાડુમાં ખેડૂત ચળવળના નિર્માણમાં અને અન્ય ઘણા સંઘર્ષોનું નેતૃત્વ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સ્વાતંત્ર્ય સંગ્રામનો હિસ્સો હોવા છતાં, સંકરૈયા, ઘણા સામ્યવાદી નેતાઓની જેમ, અન્ય મુદ્દાઓ માટે પણ લડ્યા. "અમે સમાન વેતન, અસ્પૃશ્યતાના મુદ્દા અને મંદિર પ્રવેશ ચળવળ માટે લડ્યા હતા" તેમણે PARI ને આપેલ મુલાકાત દરમ્યાન કહ્યું. “જમીનદારી પ્રથા નાબૂદ કરવી એ એક મહત્વપૂર્ણ પગલું હતું. સામ્યવાદીઓ આ માટે લડ્યા.

પી. સાઈનાથ સાથેનો તેમની મુલાકાત વિષે વાંચો, સંકરૈયા: ક્રાંતિકારી નેવું વર્ષો અને વિડિયો જુઓ.

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Translator : Pratishtha Pandya

प्रतिष्ठा पांड्या पारीमध्ये वरिष्ठ संपादक असून त्या पारीवरील सर्जक लेखन विभागाचं काम पाहतात. त्या पारीभाषासोबत गुजराती भाषेत अनुवाद आणि संपादनाचं कामही करतात. त्या गुजराती आणि इंग्रजी कवयीत्री असून त्यांचं बरंच साहित्य प्रकाशित झालं आहे.

यांचे इतर लिखाण Pratishtha Pandya