બંધ ચોપડી, ખુલ્લા કાન. અને આમારા સંદર્ભમાં હૈયા પણ. હું દિલ્હીમાં કેટલીક દેહવ્યાપાર કરવાવાળી બહેનો સાથે પ્રશ્નોત્તરી કરી રહી હતી, તેઓ જે બોલે તે અક્ષરશઃ મારી કાળી પાકા પૂંઠાની ડાયરીમાં ટપકાવતી. એ મહામારીનો સમય હતો અને અમે બધાં જ સાવચેતી વરતાવામાં હતાં, અને એક સમયે બધાંના મોં પરથી માસ્ક હટી ગયા. એમના એમની જિંદગીની આત્મીય વાતો કરવાના પ્રયત્નમાં અને મારો એમના તરફ મારો વિશ્વાસ દાખવવામાં – કે હું એમના ખુલાસાઓ સહૃદયતાથી સાંભળતી હતી.
લખવું એ મારે માટે અમને જોડતા એક પુલ સમાન હતું તો એ જ અમારી વચ્ચેના અંતરનું સૂચક પણ હતું
જ્યારે અમારો એ સ્ત્રીઓ સાથેનો સમય પૂરો થયો, ત્યારે જે સંયોજકે મીટિંગનું આયોજન કર્યું હતું તેમણે મને પૂછ્યું કે હું તેમાંથી એક બેનને ઘરે ઉતારી શકીશ? તે તમારા રસ્તામાં જ છે, તેમણે મને એ સ્ત્રીનો પરિચય કરાવતાં કહ્યું. એના નામનો અર્થ સરહદ થાય છે. અમે એકબીજાને સામે જોઈ હળવું હસ્યા. મેં જે જૂથ સાથે વાત કરી હતી તેમાં તે હાજર ન હતી. પણ ગાડીમાં બેસતાં જ અમે અમારા સંદર્ભો ભૂલી ગયા. તેણે મને સંભવિત ઘરાકો વિશે જણાવ્યું કે જેઓ કોઈ ગોઠવણને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સેક્સ વર્કરના ચહેરા જોવા ઈચ્છે છે અને આજના ટેકનોલોજીના પ્રભુત્વવાળા સમયમાં આ કેવી રીતે કામ કરે છે. મેં તેમને તેના કામ વિશેની ઘનિષ્ઠ વિગતો પૂછવાનું સાહસ કર્યું. તેમણે તે બધું શેર કર્યું. અમે પ્રેમ વિશે વાત કરી. હું ગાડી ધીમેથી ચલાવી રહી હતી. તેની આંખો સુંદર હતી. હૃદયભંગ.
એણે મને એના મોબાઈલ પર હજુય સચવાયેલા એના પ્રેમીના જૂના ફોટા બતાવ્યા. હું આ બધું મારા અહેવાલમાં સમાવી શકું એમ નહોતી – એમ કરવું એ કોઈ સીમના ઉલ્લંઘન જેવું લાગતું હતું. અને થોડું અસભ્ય પણ. એટલે મેં લખ્યું તો ખરું....


