જો તમે 2000ના દાયકામાં મુખ્યપ્રવાહના પ્રકાશનમાં નોકરી કરતા હોત તો શક્ય છે કે તમને સામાન્ય લોકોને નડતી તકલીફોના મુદ્દાઓને બદલે, વ્હિસ્કી સાથે કયો સૂકો નાસ્તો ખાવામાં મજા પડે એ વિષે, કે પાલતુ પ્રાણીઓના લગ્નો વિશે લેખ તૈયાર કરવાના અસાઈન્મેન્ટ મળતાં હોવા જોઈએ. એવામાં જો તમે પોતાના આદર્શોને વળગી રહો તો તેમને ‘ઝોલા છાપ’ પણ કહેવામાં આવતા હશે. (એ શબ્દ જે સામાન્ય રીતે આ ઉત્તર ભારતમાં ડાબેરી વલણ ધરાવતા કાર્યકરોની છબી ઉભી કરવા વપરાય છે, અને જેને એક અપમાનજનક શબ્દ તરીકે વપરાય છે).
સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ દ્વારા હાથ ધરાયેલા 2014ના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં દેશનો 69 ટકા હિસ્સો રહે છે એવા ગ્રામીણ ભારતની પ્રિન્ટ સમાચાર પ્રકાશનોના પ્રથમ પાનામાં કોઈ વાત જ નહોતી − જ્યાંના 83.3 લાખ લોકો જે આશરે 800 ભાષાઓ બોલે છે − તેઓને પ્રિન્ટ સમાચાર પ્રકાશનોના પ્રથમ પાનામાં માત્ર 0.67 ટકા જ હિસ્સો મળે છે. રાષ્ટ્રીય દૈનિક અખબારોના મુખ્ય પાના પર 66 ટકા સમાચાર માત્ર નવી દિલ્હીથી જ આવે છે.
છેલ્લાં 43 વર્ષોમાં ભારતના ગ્રામ્ય વિસ્તારોને આવરી લઈને 60થી વધુ પત્રકારત્વ પુરસ્કારો જીતેલા પારીના સ્થાપક-સંપાદક, અને પ્રખ્યાત પત્રકાર પલગુમ્મી સાઈનાથ કહે છે કે, “પત્રકારત્વમાં 35 વર્ષ પછી પણ, મેં જોયું કે એક પણ અખબાર અથવા ટીવી ચેનલમાં કૃષિ, શ્રમ અને અન્ય તમામ મહત્ત્વપૂર્ણ સામાજિક ક્ષેત્રો પર સંપૂર્ણ સમય માટે કામ કરતા સમર્પિત પત્રકારો નહોતા. તેમની પાસે બોલિવૂડ, ભદ્ર વર્ગના સમાજના કાર્યક્રમો, વ્યવસાય વગેરે પર પૂર્ણ-સમયના સંવાદદાતાઓ છે અને ખેતી અને મજૂરી માટે કોઈ પૂર્ણ-સમયના સંવાદદાતાઓ નથી. આ પૃષ્ઠભૂમિમાં જ પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયા (PARI)નો વિચાર જન્મ્યો હતો.”
રોજિંદા લોકોના રોજિંદા જીવન પર આધારિત એક મલ્ટિમીડિયા સંગ્રહ તરીકે પારી એક જીવંત જર્નલ અને આર્કાઇવ છે. કાઉન્ટરમીડિયા ટ્રસ્ટની એક પહેલ તરીકે પારીની શરૂઆત ડિસેમ્બર 2014માં એક ડઝનથી ઓછા લોકો સાથે થઈ હતી. તેની શરૂઆત ગ્રામીણ પત્રકારત્વ માટેના એક સ્થળ તરીકે થઈ હતી અને તેમાં ગ્રામીણ ભારત પર સત્તાવાર અહેવાલો અને દુર્લભ દસ્તાવેજો, ગ્રામીણ જીવનની કળાઓ અને શિક્ષણ પહેલનું ઓનલાઇન પુસ્તકાલય સામેલ કરવામાં આવ્યું છે. પારી લખાણ, ફોટોગ્રાફ્સ, ચિત્રો, ઓડિયો, વીડિયો અને દસ્તાવેજી સ્વરૂપમાં મૌલિકા વાર્તાઓ રજૂ કરે છે. તે સામાન્ય ભારતીયોના જીવનને આવરી લે છે અને શ્રમ, આજીવિકા, હસ્તકલા, કટોકટી, સંઘર્ષની વાર્તાઓ, ગીતો અને અન્ય પાસાંને આવરી લે છે.












