દિલ્હીથીહરિયાણા અને રાજસ્થાન થઈનેગુજરાત સુધી દેશના ઉત્તર-પશ્ચિમમાં ફેલાયેલ અરવલ્લી પર્વતમાળા, તેના ફક્ત 100 મીટરથીવધુ ઊંચાઈવાળા વિસ્તારો માટે જ કાયદાકીયરક્ષણ મર્યાદિત કરતા સર્વોચ્ચ અદાલતનાનવેમ્બર 2025 ના આદેશ બાદ, હાલ દેશ માટે પર્યાવરણીયસંઘર્ષનો વિષય છે. પરિસ્થિતિવિજ્ઞાનીઓ અને નાગરિક સમાજ જૂથોએ આ ચુકાદા પર નિરાશા વ્યક્ત કરી છે ત્યારે રતનસિંહ જેવા પરિવારો આ જમીનોની દેખભાળ કરવાનું તેમનું પરંપરાગત કામચાલુ રાખે છે. 31 મી ડિસેમ્બર, 2025 ના રોજ સર્વોચ્ચઅદાલતે જાહેર આક્રોશની સ્વતઃ નોંધ લીધા પછીઅરવલ્લી પરના પોતાના અગાઉનાઆદેશને સ્થગિત રાખ્યો હતો. અદાલતે નવીવ્યાખ્યામાં આવરી લેવામાં નઆવતા વિસ્તારોમાં ખાણકામ અરવલ્લી પર્વતમાળા માટે પર્યાવરણીય ખતરોછે કે કેમ તેનુંવિશ્લેષણ કરવા માટે એકઉચ્ચ-સ્તરીય, અધિકૃત સમિતિની રચના કરવાનો પ્રસ્તાવમૂક્યો છે.
મંગરનાકુલ 4262 એકર વિસ્તારનો લગભગ 90 ટકા ભાગ જંગલોથી ઘેરાયેલોછે, આ જંગલોમાં ઉષ્ણકટિબંધીયસૂકા પાનખર અને ઉષ્ણકટિબંધીય કાંટાળાવૃક્ષો છે. અહીં ઓછામાંઓછી 40 પ્રજાતિઓના વૃક્ષો અને 30 પ્રજાતિઓની ઝાડીઓ છે, અને સિંહતેમાંના દરેકને ઓળખી શકે છે - ધૌ (ટર્મિનાલિયા પેન્ડ્યુલા) એ મુખ્ય વૃક્ષપ્રજાતિ છે જે હવેભારે ચરાઈના દબાણને કારણે ઝાડી તરીકે જોવા મળે છે; અનેએ પછી આવે છે ગેંગર (ગ્રુવિયા ટેનેક્સ), આટન (ગ્રુવિયા ફ્લેવસેન્સ), રોંઝ (વેચેલિયા લ્યુકોફ્લોઆ), અનેઝર્બેર (ઝિઝિફસ નમ્મુલારિયા) છે, જે સામાન્ય રીતે ચરાઈના ટોળા માટે ચારાતરીકે ઉપયોગમાં લેવાય છે.
સિંહકહે છે, "અહીંના લોકો ઘણું પશુધનરાખતા હતા - દરેક પરિવાર પાસેઓછામાં ઓછી 100 બકરીઓ હતી." તેમની પાસે પણ બેમોટી ગાયો, બે નાની ગાયોઅને એક ભેંસ અનેતેનાં બે પાડાં છે. "પરંપરાગત રીતે ચારો પૂરોપાડતા સ્થાનિક વૃક્ષો અને ઝાડીઓનું સ્થાનહવે આક્રમક પ્રજાતિઓએ લીધું છે."
અનેકગંભીર અસરો સાથે ઘણાખંડોમાં ફેલાયેલ એક ખતરારૂપ બિન-સ્થાનિક વૃક્ષની પ્રજાતિ પ્રોસોપિસ જુલિફ્લોરા તેમાંની એક છે. 2017 માં હરિયાણા સરકારે પંજાબ લેન્ડ પ્રિઝર્વેશન એક્ટ (પીએલપીએ - પંજાબ ભૂમિ સંરક્ષણ અધિનિયમ, 1900 માં બ્રિટીશરો દ્વારા માટીના ધોવાણને રોકવા માટે રજૂ કરાયેલકાયદો) હેઠળ આ પ્રજાતિને 'અજાણી આક્રમક પ્રજાતિ' ગણાવીનેસંરક્ષિત વૃક્ષોની યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસકર્યો હતો ત્યારે હકીકતમાંરાજ્ય સરકારે પોતે જ બેદાયકા પહેલા અરવલ્લીમાં આ વૃક્ષો વાવ્યાહતા.
અરવલ્લીનેખુલ્લા ઝાડીવાળા જંગલો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાંસૌથી ઓછા (10 થી 40 ટકા) વૃક્ષ આવરણવાળાજંગલોનો ઉલ્લેખ થાય છે, રાજ્યનારેકોર્ડમાં એવા લેન્ડસ્કેપ્સને ઘણીવાર 'પડતરજમીન' તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, અનેવનીકરણ યોજનાઓ દ્વારા તેમને 'સુધારવા' અથવા આર્થિક રીતેઉત્પાદક બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે. જોકે, સિંહ જેવા સ્થાનિક ભરવાડોહંમેશથી સ્થાનિક રીતે 'વિલાયતી કિકર' તરીકે ઓળખાતું પ્રોસોપિસ જુલિફ્લોરા ઘાસચારા તરીકે ઓછું ઉપયોગી હોવાનુંજાણતા હતા, જોકે હવેપશુઓ તેની શીંગો ખાયછે, અને આ વૃક્ષઆ પ્રદેશમાં બળતણના લાકડાના મુખ્ય સ્ત્રોત તરીકે કામ આપે છે.