ઉનાળો માથે ચડે ત્યારે માથું ફાડી નાખવા માટે માત્ર બળબળતી હવા જ પૂરતી હોય છે, પરંતુ આ અગરિયાઓ આ બળબળતી હવા ઉપરાંત બીજા કંઈકેટલાય આઘાતો સાથે જીવે છે. મીઠાના અગરમાં કામ કરતા સકલા આહિર કહે છે, "છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં ખારા પાણીમાં ઊભા રહેતી વખતે દરેક વ્યક્તિ વરસાદી બૂટ પહેરે છે. અમારા વડીલો એવું નહોતા કરતા. અને અમે જોયું કે ચિતાનો અગ્નિ તેમના પગ બાળતો નહોતો. ક્યારેક અમે તેના પર વધુ ઘી રેડતા. તો ક્યારેક અમે ન બળી શકેલા ભાગો એકઠા કરીને મીઠાની કબરમાં અલગથી દફનાવી દેતા."
આ અગરોમાં કામ કરતા હિન્દુ અને મુસ્લિમ પરિવારોનું નસીબ એકસરખું જ છે, એ જ નિસ્તેજ ત્વચા, એ જ પાણી ભરેલી આંખો, એ જ બાજરીનો રોટલો, મગની દાળ, અને સૌથી વધુ તો, એ બધાને સતાવતી એક જ ચિંતા: પાણી. એક જ મહત્વપૂર્ણ સ્ત્રોત જિંદગીને સંચાલિત કરે છે: મીઠું પાણી. મીઠાના સંપર્કમાં ન આવ્યું હોય એવું પીવાલાયક પાણી.
22 વર્ષના રિઝવાનાને ચાર બાળકો છે, અને તેમણે પોતાનું આખું જીવન અગરિયા તરીકે વિતાવ્યું છે. તેઓ કે શારિક બંનેમાંથી કોઈ શાળામાં ગયા નથી - અગરિયા પરિવારો આઠ મહિના રણમાં વિતાવે છે અને તેમના બાળકો શાળામાં નોંધણી કરાવી શકતા નથી. જેની કલ્પના પણ ન કરી શકાય એવી કઠિન જીવનશૈલીની અનેક મુશ્કેલીઓમાંની આ એક છે. પારીના પ્રતિનિધિ રિઝવાનાને મળ્યા ત્યારે ચાર-પાંચ દિવસથી તેઓ નાહ્યા નહોતા. ઈદ માટે (રાપર બ્લોકમાં) પોતાને ગામ તાગા પાછા જશે ત્યારે તેઓ નહાશે. છેલ્લા ત્રણ વર્ષથી રિઝવાનાનો પરિવાર દર 10-15 દિવસે પાણી પહોંચાડતા એક ખાનગી ટેન્કરમાંથી પાણી ખરીદે છે. સ્થાનિક લોકો કહે છે કે કલેક્ટર કચેરીએ 2023 થી આ પ્રદેશ માટે ટેન્કર દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવા માટેના કોન્ટ્રાક્ટ આપ્યા નથી. એ પહેલાં પંચાયત મફતમાં પાણી પૂરું પાડતી હતી, પરંતુ પાણી પુરવઠા વિભાગે ક્યારેય બાકી રકમ ચૂકવી નહોતી અને તેથી મફત પાણી મળતું બંધ થઈ ગયું હતું. પરિવારોને પાણી પૂરું પાડતી ખાનગી કંપનીઓની દયા પર છોડી દેવાયા હતા.
રિઝવાના કહે છે, “મારા પરિવારમાં છ લોકો છે, બે દીકરીઓ, બે દીકરાઓ અને અમે. ટેન્કર આવે ત્યારે દર વખતે અમે ત્રણ બેરલ [વ્યક્તિ દીઠ 100 લિટર] પાણી ખરીદીએ છીએ.” જો આવું દર દસ દિવસે એક વાર થાય તો વ્યક્તિદીઠ રોજનું લગભગ પાંચ લિટર પાણી થયું. “જેટલી વધારે ગરમી પડે તેટલા વધારે પાણીની અમારે જરૂર પડે. પાણી ઓછું થઈ જાય—અને થોડા દિવસો માટે ટેન્કર આવવાનું ન હોય—ત્યારે અમારે નહાવા, કપડાં ધોવા, વાસણો સાફ કરવા વગેરે જેવી બધી બિન-આવશ્યક પ્રવૃત્તિઓ બંધ કરી દેવી પડે છે. અમારે પીવા માટે આટલું જ પાણી બચ્યું છે.” તેઓ જે પાણી તરફ ઈશારો કરે છે તે પ્લાસ્ટિકના ડ્રમમાં ભરેલું માટીવાળું, લગભગ કાળું પાણી છે. પાણી પીવા માટે રોકાતા પક્ષીઓ માટે પાણી ભરેલો એક નાનો કપ બહાર છોડી દેવામાં આવે છે.
અહીં બધા જીવો તરસ્યા છે.
વ્યક્તિને રોજ કેટલું પાણી જોઈએ છે તેનું કોઈ ધોરણ નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર કહે છે કે દરેક માણસને રોજ ઓછામાં ઓછા 50 લિટર પાણીનો અધિકાર છે. સંદર્ભ માટે, મુંબઈ, દિલ્હી અને ઉનાળો માથે ચડે ત્યારે માથું ફાડી નાખવા માટે માત્ર બળબળતી હવા જ પૂરતી હોય છે, પરંતુ આ અગરિયાઓ આ બળબળતી હવા ઉપરાંત બીજા કંઈકેટલાય આઘાતો સાથે જીવે છે. મીઠાના અગરમાં કામ કરતા સકલા આહિર કહે છે, "છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં ખારા પાણીમાં ઊભા રહેતી વખતે દરેક વ્યક્તિ વરસાદી બૂટ પહેરે છે. અમારા વડીલો એવું નહોતા કરતા. અને અમે જોયું કે ચિતાનો અગ્નિ તેમના પગ બાળતો નહોતો. ક્યારેક અમે તેના પર વધુ ઘી રેડતા. તો ક્યારેક અમે ન બળી શકેલા ભાગો એકઠા કરીને મીઠાની કબરમાં અલગથી દફનાવી દેતા."
આ અગરોમાં કામ કરતા હિન્દુ અને મુસ્લિમ પરિવારોનું નસીબ એકસરખું જ છે, એ જ નિસ્તેજ ત્વચા, એ જ પાણી ભરેલી આંખો, એ જ બાજરીનો રોટલો, મગની દાળ, અને સૌથી વધુ તો, એ બધાને સતાવતી એક જ ચિંતા: પાણી. એક જ મહત્વપૂર્ણ સ્ત્રોત જિંદગીને સંચાલિત કરે છે: મીઠું પાણી. મીઠાના સંપર્કમાં ન આવ્યું હોય એવું પીવાલાયક પાણી.
22 વર્ષના રિઝવાનાને ચાર બાળકો છે, અને તેમણે પોતાનું આખું જીવન અગરિયા તરીકે વિતાવ્યું છે. તેઓ કે શારિક બંનેમાંથી કોઈ શાળામાં ગયા નથી - અગરિયા પરિવારો આઠ મહિના રણમાં વિતાવે છે અને તેમના બાળકો શાળામાં નોંધણી કરાવી શકતા નથી. જેની કલ્પના પણ ન કરી શકાય એવી કઠિન જીવનશૈલીની અનેક મુશ્કેલીઓમાંની આ એક છે. પારીના પ્રતિનિધિ રિઝવાનાને મળ્યા ત્યારે ચાર-પાંચ દિવસથી તેઓ નાહ્યા નહોતા. ઈદ માટે (રાપર બ્લોકમાં) પોતાને ગામ તાગા પાછા જશે ત્યારે તેઓ નહાશે. છેલ્લા ત્રણ વર્ષથી રિઝવાનાનો પરિવાર દર 10-15 દિવસે પાણી પહોંચાડતા એક ખાનગી ટેન્કરમાંથી પાણી ખરીદે છે. સ્થાનિક લોકો કહે છે કે કલેક્ટર કચેરીએ 2023 થી આ પ્રદેશ માટે ટેન્કર દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવા માટેના કોન્ટ્રાક્ટ આપ્યા નથી. એ પહેલાં પંચાયત મફતમાં પાણી પૂરું પાડતી હતી, પરંતુ પાણી પુરવઠા વિભાગે ક્યારેય બાકી રકમ ચૂકવી નહોતી અને તેથી મફત પાણી મળતું બંધ થઈ ગયું હતું. પરિવારોને પાણી પૂરું પાડતી ખાનગી કંપનીઓની દયા પર છોડી દેવાયા હતા.
રિઝવાના કહે છે, “મારા પરિવારમાં છ લોકો છે, બે દીકરીઓ, બે દીકરાઓ અને અમે. ટેન્કર આવે ત્યારે દર વખતે અમે ત્રણ બેરલ [વ્યક્તિ દીઠ 100 લિટર] પાણી ખરીદીએ છીએ.” જો આવું દર દસ દિવસે એક વાર થાય તો વ્યક્તિદીઠ રોજનું લગભગ પાંચ લિટર પાણી થયું. “જેટલી વધારે ગરમી પડે તેટલા વધારે પાણીની અમારે જરૂર પડે. પાણી ઓછું થઈ જાય—અને થોડા દિવસો માટે ટેન્કર આવવાનું ન હોય—ત્યારે અમારે નહાવા, કપડાં ધોવા, વાસણો સાફ કરવા વગેરે જેવી બધી બિન-આવશ્યક પ્રવૃત્તિઓ બંધ કરી દેવી પડે છે. અમારે પીવા માટે આટલું જ પાણી બચ્યું છે.” તેઓ જે પાણી તરફ ઈશારો કરે છે તે પ્લાસ્ટિકના ડ્રમમાં ભરેલું માટીવાળું, લગભગ કાળું પાણી છે. પાણી પીવા માટે રોકાતા પક્ષીઓ માટે પાણી ભરેલો એક નાનો કપ બહાર છોડી દેવામાં આવે છે.
અહીં બધા જીવો તરસ્યા છે.
વ્યક્તિને રોજ કેટલું પાણી જોઈએ છે તેનું કોઈ ધોરણ નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર કહે છે કે દરેક માણસને રોજ ઓછામાં ઓછા 50 લિટર પાણીનો અધિકાર છે. સંદર્ભ માટે, મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરી વિસ્તારોમાં દરેક વ્યક્તિ રોજ 150-200 લિટર પાણી વાપરે છે. જળ જીવન મિશન સરકારો ગ્રામીણ વિસ્તારોમાં વ્યક્તિદીઠ 55 લિટર પાણી પૂરું પાડવાનું લક્ષ્ય રાખે છે. પરંતુ આ રણ જેવા સ્થળોમાં એ ઘટીને પાંચ લિટર થઈ જાય છે.જેવા શહેરી વિસ્તારોમાં દરેક વ્યક્તિ રોજ 150-200 લિટર પાણી વાપરે છે. જળ જીવન મિશન હેઠળ સરકારો ગ્રામીણ વિસ્તારોમાં વ્યક્તિદીઠ 55 લિટર પાણી પૂરું પાડવાનું લક્ષ્ય રાખે છે. પરંતુ આ રણ જેવા સ્થળોમાં એ ઘટીને પાંચ લિટર થઈ જાય છે.