सकाळच्या पहरी कोण गोसावी गं दारी आला
काई सांगु बाई तुला वाढवी कशा गं भिकशा तू गं त्याला
असा सकाळच्या पारी धर्म चांगुणानी केला
धर्म चांगुणानी केला, अंगी देव तो गं राबवीला
असा धर्माचा डावू जिला येतो ना गं तिनी केला
नको म्हणू नासविला, देव उभा तो गं राहिला
हाच धर्माचा डावू कोण घालीतं गं पंगयती
काय म्हणं नासविला, पांडुरंग तो गं रंगतो संगयती
जिच्या कुळीला धर्म चा धर्म, तिच्या लेकीनी चालू केला
गेली लांब वनामधी देव तिथं, तिला साह्य झाला
पाची बोटाचा गं धर्म करी जिवाची सोडवणं
अशी वार्याच्या झगरीनी, कशी उडाली कवळी पानं
असा धर्माचा डावू देते केळीच्या पानावरी
काई यातं मिळाईला भुकेल्याची जाणं करी
आला माझ्या दारामधी देते प्यायला नितं पाणी
येम गेला फिरवूनी भुकेल्याची जाणं करी
असा धर्माचा डावू माझा मला तो गं मिळईला
गेली व्हती देऊळाला सारासारा तो गं कळईला
आस दुबळं-माझं-पण मला कुणी ते गं हिणविलं
देवाला ना जोडी हात, कसं शर्थीनी चालविलं
दुबळं-ना-माझं-पणं मारी वस्ताराला गाठी
किती नाव संभाळीला, सभा घेतल्याना माझ्या गोठी
असा दुबळ्यापणाला नको भाऊ तू रे डगमगू
असा निघूनी जाईल चंद्रावरीला रे काळा ढगू
आस दुबळ्यापणाला नको होऊस रे आयाहुया
आस निघूनी जाईल चंद्रावरली रे काळी साया
अशी दुबळ्यापणाईची कसा करतो हेळयणा
दुपारची सावली आला काखत रे झोळयणा
अशी दुबळ्यापणाईची कोण करीतो टिंगईल
तुझ्या मरणाच्या वेळी सारं काही तो सांगईल
दुबळ्यापणाईला काही बोलावरं तोडून
जाई मोगर्याची कळा गेली वार्यानी रे पडूनी
पूर्वी जलमाच्या किर्ती गेल्या जगात पांगून
नको मज लाडवू देते तुम्हांला रे सांगून
સવારના પહોરમાં મારા બારણે આ કોણ ગોસાવી* આવ્યા છે?
બાઈ, હું તને શું કહું, એને ભિક્ષામાં શું આપું?
આમ સવારના પહોરમાં ચાંગુણાએ ધર્મ કર્યો. (ચાંગુણા ભગવાન શિવના ભક્ત હતા)
ચાંગુણાએ સત્કર્મ કર્યું ને પોતાના શરીરમાં જાણે ભગવાનને વસાવ્યા.
આવો ધર્મનો દાવ જેને આવડ્યો, તે સહેજે તેને કરે જ છે.
એમ ના કહીશ કે તે એળે ગયું, ઈશ્વર ત્યાં સાક્ષી છે.
સમાજમાં ધર્મનો આ દાવ કોણ ફેલાવે છે?
તું શાને કહે છે કે તે વ્યર્થ ગયું, પાંડુરંગ (ઈશ્વર) પોતે સંગતમાં રાચે છે.
જેના કુળમાં ધર્મ છે, તેની દીકરીએ પણ એ પરંપરા ચાલુ રાખે છે.
તે દૂર વનમાં ગઈ, તો ત્યાં પણ દેવ તેની વહારે આવ્યા.
હાથોહાથ ધર્મ જ જીવની મુક્તિ કરે છે.
પવનના સપાટાથી જેમ કુમળાં પાન ઉડી જાય તેમ.
પ્રેમથી કોઈના પેટનો ખાડો ભરવો પણ એક પુન્ય છે.
એમાં શું મળવાનું છે, ફક્ત ભૂખ્યાની વેદના સમજવાની છે.
મારા આંગણે જે આવે તેને નિત્ય પાણી પાઉં છું.
કઠિન સમયમાં પણ કરુણા ન છોડી.
મારા નસીબમાં જે હતું તે મને મળ્યું
ગઈ હતી મંદિરે, ત્યાં બધું સારાસાર કહી સંભળાવ્યું
આવી મારી ગરીબીને કારણે કોઈએ મેણું માર્યું.
અપમાન છતાં, શ્રદ્ધા રાખી ને કામ ચલાવે રાખ્યું.
મારી લાચીરીની વાતો સમાજ આખામાં ચર્ચાઈ.
નામ કેટલુંય સાચવ્યું, તોય મેળાવડાઓમાં મારી ચર્ચા મંડાઈ.
આવી દુર્બળતાથી પણ હે ભાઈ, તું ડગીશ નહીં.
ચંદ્ર પરથી જેમ કાળાં વાદળ હટી જાય, તેમ આ સમય પણ એક દિવસ જશે જ.
આ લાચારીથી હતાશ ન થા
અંધારું દૂર થશે ને અજવાળું આવશે જ
આવી દુર્બળતાની લોકો કેવી રીતે મજાક ઉડાવે છે
સંસારનો તડકો-છાંયડો તો બદલાતો રહે છે
મારી ગરીબીની મજાક કોણ ઉડાવે છે?
મૃત્યુ સમયે, તે પરમાત્મા બધું જ સત્ય કહી દેશે
તેની ગરીબી પર તમે હાંસી ઉડાવીને તેનું હૈયું તોડી નાખ્યું.
જેમ પવનના ઝપાટે મોગરાની કળી ખરી પડે છે.
પૂર્વ જન્મની કીર્તિ જગત આખામાં પ્રસરી ગઈ.
મને બહુ લાડ ના લડાવો, જે છે એ ચોખ્ખું કહી દઉં
*ગોસાવી: એક એવી વ્યક્તિ જેણે સાંસારિક મોહમાયા અને સુખોનો ત્યાગ કર્યો હોય. તેઓ ભગવા રંગનાં વસ્ત્રો પહેરે છે. તે એક એવી જ્ઞાતિનું નામ પણ છે જે ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલી છે.