
SANGUR, PUNJAB
|THU, JUL 20, 2023
રણના ગીતો: કચ્છી લોકગીતોનો સંગ્રહ
કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) અને PARIનો સહિયારો પ્રયાસ તે કચ્છી લોકસંગીતના સમૃદ્ધ સંગ્રહને રજુ કરતી આ મલ્ટીમીડિયા આર્કાઈવ. સંગ્રહના 341 ગીતો પ્રેમ, ઝંખના, ખોટ, લગ્ન, ભક્તિ, માતૃભૂમિ, લિંગ જાગૃતિ, લોકશાહીના અધિકારો જેવા વિવિધ વિષયોને લઈને આવે છે અને તેમની છબીઓ, ભાષાઓ અને સંગીત દ્વારા રણ પ્રદેશની વિપુલ વિવિધતાને રજૂ કરે છે. ગુજરાતના 305 પર્ક્યશનિસ્ટ્સ, ગાયકો અને વાદ્ય વગાડનારા કલાકારોનો એક અનૌપચારિક સમૂહ વિવિધ પ્રકારના સંગીતના સ્વરૂપો આપણી સમક્ષ લાવે છે અને કચ્છની એક સમયની સમૃદ્ધ પરંતુ હાલમાં ઘટતી જતી મૌખિક પરંપરાઓને જીવંત બનાવે છે. રણમાં ધીમે ધીમે લુપ્ત થઇ જય રહેલા આ આવાજોને આ આર્કાઇવ જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે
Author
Translator
6. સાવ પોતીકાં દુશ્મન
કચ્છની એક યુવતીનું દુઃખભર્યું ગીત, જેમાં એ હવે એના લગ્ન પછી કાં લગ્નને કારણે જ પોતાના પરિવારના જ સભ્યોથી વિખૂટી થયાનું દુઃખ વ્યક્ત કરે છે
5. કચ્છ: મિનારા શ્રદ્ધા અને સમભાવના
આ લોકગીત એક એવા પ્રદેશમાંથી આવે છે જેણે રાજકીય ઊથલપાથલની વચમાં પણ સંગીતમાં, સ્થાપત્યમાં, અને સંસ્કૃતિમાં સમન્વયની પરંપરાઓને જાળવીને રાખી છે. આ ભક્તિભર્યું ગીત આ રણપ્રદેશની આવી આગવી સુગંધ લઈને આવે છે
4. એક આંગણું, એક ઘર, એક ગામ
લગ્ન પછી તેના માતા-પિતાનું ઘર છોડીને જતી એક યુવાન છોકરીના મનોભાવોનું ગાન કરતું લોકગીત
3. જ્યાં આઝાદી એક ગીત છે, સ્ત્રીઓના મુખે ગવાતું
પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા પરના કચ્છી લોકગીતોની શ્રેણીમાં ત્રીજું આ ગીત, જાગૃત ગ્રામીણ મહિલાઓના નવા અવાજને પ્રસ્તુત કરે છે
2. કચ્છનું એક તળાવ અને એક પ્રેમકથા
ભુજના હમીસર તળાવની આસપાસ રચાયેલા આ લોકગીતમાં પ્રેમ અને ઝંખના કેદ કરવામાં આવી છે. પારી પરની કચ્છી લોકગીતોની શ્રેણીમાં આ બીજું ગીત છે
1. મીઠાં પાણી કચ્છનાં: રણનાં ગીતો
ઉત્તર-પૂર્વ ગુજરાતના આ કચ્છ પ્રદેશના લોકો અને સંસ્કૃતિનો મહિમા ગાતું એક ગીત
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/songs-of-the-rann-archive-of-kutchi-folk-songs-guj







