हम सब कटुए हैं
हम सब कटुए हैं, आमात्य!
अपने कटे हुए सर
कटी हुई बाहें
कटे हुए पैर
और क्षत विक्षत आत्माएं लेकर
हम भटक रहें हैं
हम कातर कबंध…
हम सब कटुए हैं, राजन!
हम उस मां के कटे हुए सर हैं
जिसे पातकी पितृत्व की मदिरा से चूर
पाखंडी परशु ने धड़ से अलग कर दिया था
हम अधूरे धड़ से
मां के कटे हुए शीश के कल्ले
माटी में बोते हैं…
हम सब कटुए हैं, राजपुरूष!
हम उस तापस कुमार के भूलुंठित शीश हैं
जिसे खोखली मर्यादा की म्यान से निकाली गई
और जाति दर्प से विष बुझाई तलवार ने
काट दिया था...
जिसे किसी ने नहीं सुना
और जो अट्टहास गूंजता है हमारी संस्कृति कंदराओं में
हम उस कटे हुए शीश के अट्टहास हैं...
हम सब कटुए हैं, राजदंडाधिकारियो!
हम युगों युगों से
उस युवती की रक्त स्रावित नाक हैं
जिसे पुरुष के अहम ने
जिसे राज पुरुष दंभ ने काट दिया था
हमारी नककटी सभ्यता उस युवती के रक्त में
स्नान कर रही है और डुबकी मार
अपना ईश्वर खोज रही है
हम सब कटुए हैं, चक्रवर्ती!
हम उस योद्धा का कटा हुआ अंगूठा हैं
जिसे एक कपटी गुरुता ने काट लिया था
और फिर लगातार कटते रहे अंगूठे
कटते रहे सर
कटती रहीं बांहे
कटती रही उंगलियां
देखो आक्षितिज बिखरे हैं कटे हुए अंगूठे|
देखो उन कटे हुए अंगूठों के निशान ले रही है मंत्रिपरिषद
देखो उन कटे हुए अंगूठों की माला पहन रहे हैं महामात्य
हम सब कटुए हैं, अभिजात्यों!
हम सब कटुए हैं और बहुमत में हैं
हम खड़े हैं इतिहास के राजपथों पर
अपनी कटी हुई पहचान हथेलियों पर सजाए
आप इस देश को छोड़ें सम्राट
अपने नवनीत वदन और संपूर्ण कलेवर के साथ
ये देश हमारा है
ये आर्यावर्त कटुओं का है
આપણે બધા છિન્નભિન્ન છીએ
આપણે બધા કપાયેલા, છેડાયેલા, કટુઆ છીએ, મંત્રી!
આપણાં કપાયેલાં માથાં
કપાયેલા હાથ
કપાયેલા પગ
અને ભાંગીતૂટી આત્માઓને લઇ ભટકાતાં
આપણે રખડીએ છીએ આમથી ડરતાં ડરતાં...
આપણે બધા કડવા છીએ, રાજન!
આપણે એ માતાના કપાયેલા માથા છીએ
જેમને પાપી પિતૃત્વના નશામાં ચૂર પરશુની
પાખંડી કુહાડીએ ધડથી અલગ કરી નાખ્યા છે
આપણા અધૂરા ધડ લઈને
માતાના કપાયેલા માથાના ટુકડાને
જમીનમાં વાવતા…
આપણે બધાં છેડાઈગયેલા છીએ, રાજવી માણસ!
આપણે એ તાપસ કુમારનું કપાયેલું માથું છીએ
જેને ખોખલા ગૌરવના આવરણમાંથી બહાર ખેંચી કાઢેલી
અને જાતપાતના ઝેરમાં ઝબોળેલી
તલવારે વિચ્છેદી નાખ્યું હતું...
આપણે કપાયેલા એ માથાઓનું અટ્ટહાસ્ય છે
જે કોઈએ સાંભળ્યું નથી
પણ જે ગુંજ્યા કરે છે આપણી સંસ્કૃતિની ગુફાઓમાં
આપણે બધા કપાયેલા છીએ, રાજદંડાધિકારીઓ!
યુગો યુગોથી આપણે
એ સ્ત્રીનું લોહી દદડતું નાક છીએ
જેને એક પુરુષના અહંકાર
અને રાજવી ઘમંડે છેદી નાખ્યું હતું.
આપણી નકટી સભ્યતા એ છોકરીના લોહીમાં છે.
સ્નાન કરી રહી છે અને એમાં ડૂબકી લગાવીને
શોધી રહી છે પોતાનો ઈશ્વર
આપણે બધા કટુઆ છીએ, ચક્રવર્તી!
આપણે એ યોદ્ધાના કપાયેલા અંગૂઠા છીએ
જેને એક કપટી ગુરુતાએ કપાવી લીધેલો
અને પછી તો અંગૂઠા સતત કપાતા રહ્યા.
માથાં કપાતા રહ્યા
હાથ કપાતા રહ્યા
આંગળીઓ કપાતી રહી
આ ક્ષિતિજ પર વેરાયેલા કપાયેલા અંગૂઠા જુઓ
જુઓ, આ મંત્રીપરિષદ કેવી છાપો લઇ રહી છે કાપેલા અંગૂઠાની
અને જુઓ આ મુખ્યમંત્રીના ગાળામાં પેલા કપાયેલા અંગૂઠાનો હાર.
આપણે બધા છેદાયેલાં છીએ, કુલીન જનો!
આપણે બધા કટુઆ છીએ અને બહુમતીમાં છીએ
ઊભા ઇતિહાસના રસ્તાઓ પર
સજાવીને આપણી છેદાયેલી ઓળખને આપણી હથેળીઓ પર.
આપ છોડી દો આ દેશને, સમ્રાટ.
તમારું નિતનવું વદન અને આ સંપૂર્ણ કાયા સાથે
આ દેશ અમારો છે
આ આર્યાવર્ત કટુઆઓનું.